________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહુનવવાદ
લેખક–મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
( ગતાંકથી ચાલુ) બીજા નિહનવ-તિષ્યગુણાચાર્ય આત્મવાદ
ચાવક અને સ્યાદ્વાદીનો સંવાદ ગતાંકમાં આપણે આત્માનું કંઈક પ્રાથમિક સ્વરૂપ જાણ્યું. હવે તેનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જગતને વિચારોના જે મુખ્ય વિભાગો છે કે જેને છ દશને કહેવામાં આવે છે તેઓ આત્માના વિષયમાં શું કહે છે ને તેમાં શું સત્ય છે તે સ્વાદાદી અને બીજાં દર્શનેના સંવાદથી બતાવવામાં આવે છે. છ દર્શન આ પ્રમાણે છે. ૧. ચાર્વાક (નાસ્તિક), દર્શન ૨ બૌદ્ધ દર્શન, ૩ વેદાન્ત દર્શન, ૪ ન્યાય દર્શન, ૫ સાંખ્ય દર્શન અને ૬ જૈન દર્શન (સ્વાદાદ દર્શન).
કોઈ એક ઉપવનમાં એક સ્વાદાદી વિચારતા હતા. તેવામાં ત્યાં એક ચાર્વાક પણ આવી ચડ્યો. સ્યાદ્વાદીએ ચાર્વાકને પૂછયું કે કેમ ભાઈ ! તારો આત્મા તે આનન્દમાં છે ને? તે સાંભળી ચાવકે કહ્યું કે આત્મા એ શું છે? જગતમાં આત્મા જેવી કોઈ વસ્તુ જણાતી નથી ને મારી પાસે તે નથી તો તમે મને ‘તારે આત્મા તે આનન્દમાં છે ને ?' એમ કેમ પૂછે છે ? બાકી મારું કુટુમ્બ શરીર બાળબચ્ચાં વગેરે સર્વ આનન્દમાં છે. સ્વાદાદી કહે છે કે આત્મા નથી, એમ તું શાથી કહે છે ? તે સાંભળી ચાર્વાકે કહ્યું કે
A. ચાર્વાક – આત્મા પ્રમાણસિદ્ધ પદાર્થ નથી-vમાળvપન્ન વસ્તુ તત્વ-પ્રમાથી જે પદાર્થની સિદ્ધિ થતી હોય તે જ પદાર્થ માની શકાય છે. પરંતુ જે પદાર્થ પ્રમાણથી સિદ્ધ ન થાય તે પદાર્થ માની શકાય નહિ. આત્મા નામને પદાર્થ પ્રમાણ સિદ્ધ નથી, માટે જગતમાં ૬ આત્મા છે” એમ જે કહેવાય છે તે અસત્ય છે એટલે આત્મા માન જોઈએ નહિ.
સ્યાદ્વાદી–આગમ પ્રમાણથી અાત્મા સિદ્ધ છે–આત્મા નામને પદાર્થ પ્રમાણુસિદ્ધ નથી એમ જે તું કહે છે તે અસત્ય છે કારણ કે “આત્મા છે” એ વાત આગમ નામના પ્રમાણથી સિદ્ધ છે. આગમમાં સ્થાને સ્થાને આત્માનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે. ગીતો virનાળા નાળratiાઇwagat I (અનાદિ અનન્ત અને જ્ઞાનાવરણ વગેરે કર્મોથી યુક્ત એ-ઝવ છે.) વગેરે વચને આત્માને સમજાવે છે. માટે આગમ પ્રમાણથી સિદ્ધ એવો આત્મા માન જોઇએ.
ચા આગમપ્રમાણ માનવામાં પ્રમાણુ નથી–તમે કહે છે કે આગામ નામના પ્રમાણુથી આત્માસિદ્ધ છે. પરંતુ આગમ એ પ્રમાણે છે એમ માનવાને કાઈ પણ પ્રમાણ નથી. જ્યારે આગમને પ્રમાણુ માનવાને કઈ પ્રમાણુ નથી એટલે આગમ પ્રમાણ માની શકાય નહિ. માટે આત્મા એ પ્રમાણસિદ્ધ નથી.
For Private And Personal Use Only