SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ સીધાવે છે. એ વેળા આચાર્યશ્રીના શબ્દો પર એને પૂરો વિશ્વાસ પણ બેસતો નથી! ક્ષત્રિયનું બીજ હોવા છતાં અત્યાર સુધી જે હાડમારી ભોગવવી પડી હતી અને સિદ્ધરાજના લાંબા રાજ્યકામથી તેમજ એની ખફગીથી બચવા સારુ જે રીતે ભટકવું પડયું હતું ને કપરા સંજોગોને સામને કરવો પડ્યો હતે એ ભલભલાને નિરાશ ને નાસીપાસ બનાવે તેવાં હતાં; તેથી જ તે નિરાશની ઊંડી ખાઈમાં ઊતરી પડ્યા હતા. આમ એક તરફ આશાનું અંતિમ બિંદુ આવી ચૂક્યું હતું ! ત્યાં રણમાં જેમ તૃષાતુર મુસાફરને મીઠા પાણીનું સરોવર દૃષ્ટિગોચર થાય તેમ કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને મેળાપ થયો એટલું જ નહિ પણ એમની કૃપાથી અભયદાન મળ્યું. નહિ તો મંત્રી ઉદાયન સિદ્ધરાજની ખફગી વહોરી આ કાર્યમાં પડત જ નહીં. વિશેષતા તે સૂરિમહારાજ તરફથી નજીકમાં જ રાજ્યગાદી મળશે અને હાડમારીના અંત આવશે માટે નિરાશ થવાની અગત્ય નથી એવી આગાહીની હતી. કેવળ પરમાર્થ દૃષ્ટિથી અપાયેલ આ સહાય જ, કોઈ પણ જાતના સ્વાથી હેતુ વગર માત્ર કરુણુના દષ્ટિબિન્દુથી કરવામાં આવેલ આ કૃપા જ, ભવિષ્યમાં કુમારપાળના ધાર્મિક જીવનમાં પલટો આણનાર નિવડી. કુમારપાળ ઉજજૈનમાં થોડા સમય સુધી રહ્યો ત્યાં તે ખબર આવ્યા કે સિદ્ધરાજનું અવસાન થયું છે એટલે સીધા તે અણહિલપુર પાટણ આવી પહોંચ્યોમાર્ગમાં જ એને આચાર્ય શ્રી એ ભાખેલ ભવિષ્યની સત્યતા માટે ખાતરી થઈ ચૂકી. એ વેળા મનમાં એ મહાન પ્રાભાવિક સંતને પોતાના ભાવી જીવનમાં એક માર્ગદર્શક ગુરુ તરીકે સ્થાપવાની ગાંઠવાળી કુમારપાળે પિતાને શિવધર્મ છેડી જૈનધર્મ કમ સ્વીકાર્યો એના અન્ય કારણોમાં ઉપરને બનાવ અગ્રસ્થાન ભેગવે છે. વ્યકિતને જીવનમાં કોઈ ને કોઈ પળ એવી આવી જાય છે કે જે વેળાના સંયોગોની અસર એટલી ભારે થાય છે કે એના વડે જીવનપલટો થતાં વાર લાગતી નથી. જો કે કુમારપાળ રાજગાદીએ બેઠા પછી કેટલાક સમય સુધી હેમચંદ્રસૂરિવાળા પ્રસંગે વિસરી ગયો. એમના સિવાય બીજા જે જે માણસોએ ઉપકાર કર્યા હતા તે સર્વને યાદ કરી તેમને ભેટ-ઈનામથી નવાજ્યા. ઉદાયનના પુત્ર વાલ્મટને મુખ્ય સચિવ બનાવ્યો ત્યાર પછી સમય અંદરના અસંતોષને અને પડોશના રાજાઓના વિરોધને શમાવવામાં ગયા. ખુદ પિતાના દરબારના સામંતોમાં જ કાવત્રુ ગોઠવાયેલું હતું. ગાદીએ બેઠા ત્યારે વય પચાસ વર્ષની હતી. તેના અધિકારીઓ આ વૃદ્ધ રાજવીને પિતાની મોરલીએ નચાવવા માંગતા હતા. ખુદ કાન્હડદેવ તે એમ જ માનતા હતા કે પિતાની સહાય વિના પિતાને આ સાળે રાજા થઈ શકત નહીં ! એટલે ઘણીવાર અપમાન પણ કરી બેસતે ! કુમારપાળ જે પ્રતાપી ક્ષત્રિય જેણે જીંદગીને ઘણો સમય જુદા જુદા દેશમાં ભ્રમણ કરવામાં ગાળ્યો હતો અને નવાનવા અનુભવ મેળવ્યા હતા એ આમ કેવી રીતે ચલાવી લે ? No wonder that a man of his experience, should insist upon looking himself into the affairs of realm and allow no one to arrogate his authority ગ્રંથકારના ઉપરના શબ્દોમાં મહારાજા કુમારપાળની શકિત વિષેને સુંદર ઇશારે છે જે સબંધ હવે પછી ટુંકમાં જઈશું. [ચાલુ) For Private And Personal Use Only
SR No.521560
Book TitleJain Satyaprakash 1940 08 SrNo 61
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages48
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy