________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧]
પૂજાચતુર્વિશતિકા
[૩૩]
શબ્દો છે એ ઉપરથી સિદ્ધસેનસૂરિ સમજવા ? કે સિદ્ધસેન દિવાકર સમજવા –એ પ્રશ્ન થાય છે. પરંતુ ૨પમી ગાથામાં ઝૂરે શબ્દ છે તેના સ્થાને જે શબ્દ હોત તે આપણે સિદ્ધસેનસૂરિ માની શક્ત. પ્રાકૃત ર શબ્દને અર્થ અર્થ થાય છે અને હાર શબ્દનો અર્થ પણ સૂર્ય થાય છે અને તે ઉપરથી આ કૃતિની રચના કરનાર સિદ્ધસેન દિવાકર સમજવું સહેલું પડે છે. પરંતુ દિવાકરછની બત્રીશીએ પ્રસિદ્ધ છે, પણ એવી પ્રસિદ્ધ નથી. તેમજ કોઈ પણ ગ્રંથમાં તેનાં અવતરણે પણ જાણવામાં આવ્યાં નથી. વળી પુષ્મિકામાં જણાવ્યા પ્રમાણે આ પૂજાવીશી બીજી વીશી છે, તો પહેલી વીશી કઈ હશે ? તેમજ બે ઉપરાંત વીશી હશે કે નહિ ?–તે પ્રશ્નનો જવાબ અનુત્તર જ રહે છે.
હાલ જેમ વિદ્વાને જુદા જુદા નિબંધ લખે છે તે પ્રમાણે અગાઉના વખતમાં અષ્ટક, શક, વીશી, ચે વીશી, પચ્ચીશી, બત્રીશી, પંચાશક, શતક વગેરે નામે નીચે શાસ્ત્રીય વિવિધ મુદ્દાઓ ઉપર સ્વતંત્ર રચનાઓ વિદ્વાને કરતા હતા. તે મુજબ આ રચના કરવામાં આવેલી છે. આ વીશીમાં મુખ્ય વિષમ જિનપૂજા છે. દ્રવ્ય અને ભાવ બન્નેય પૂજાઓનું વર્ણન બહુ જ સુંદર રીતે આપવામાં આવ્યું છે. આ સાથે આપવામાં આવેલી મૂળચોવીશી અને તેના સરળ ગૂજરાતી ભાવાર્થ ઉપરથી વાચકે આ કૃતિની મનહરતા જાણી શકશે.
પ્રત ઘણે સ્થળે અશુદ્ધ હોવા છતાં વિદ્વાને પાઠની કલ્પના કરી શકે તે ખાતર જેમ છે તેમજ અહીં છાપી છે અને અમારી કલ્પનામાં આવેલ પાઠશુદ્ધિ મૂળપાઠ સામે કૌસમાં આપવામાં આવેલ છે.
ભાવાર્થ આ કૃતિના ભાવાર્થમાં સંદિગ્ધ સ્થળોએ પ્રશ્ન ચિહ્ન (?) મૂક્યું છે તેથી અન્ય વિદાનો ભૂલ જણાય તે સુધારી શકશે.
ધર્મના ભંડાર શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને આત્માથી વિદ્વાન લોકોના મનને શાંતિ આપનાર ભાવવિધિરૂપ જિનેશ્વરેને લગતું અનુષ્ઠાન કહું છું. ૧
અધ્યાત્મયોગયુક્ત ભવ્ય શ્રાવકોએ ભાવ ઉત્પન્ન કરનાર સારભૂત અને ગુણવાળા દ વડે જિનપૂજા કરવી જોઈએ. ૨
પૂજ્યોની જે પૂજા તે આત્મશુદ્ધિને હેતુ થાય છે. તે આત્મસ્વરૂપ અને પરમાત્મરવરૂપને કરનારી કહી છે. ૩
(હવે તેમાં—) શુભચિરૂપી ભૂમિ (ઉપર બેસવું), પ્રભુના ગુણરૂપી પાણી લેવું), સત્રાર્થરૂપી દાતણ (કરવું) તે ચોગમાં અપ્રમત્તતારૂપી દાંતની શુદ્ધિ (જાણવી). ૪
મધ્યાત્વરૂપી મલિન ભાવ દૂર કરવારૂપી રન્નાન કરવું) અને પછી શરીર લૂછવું. ધીરજ અને સંતોષરૂપી બે ધેળાં વસ્ત્રો પહેરવાં) આઠકર્મને ઢાંકવારૂપી મુખમેષ (બાંધવો) ૫
ચિત્તના એકાગ્ર ભાવરૂપી રસી (તે ઉપર) શ્રદ્ધારૂપી ચંદનને ઉપલેપ તૈયાર કર). (અને તેને) શુભ ધ્યાનરૂપી રંગયુક્ત કરે (અ) પ્રવચનભક્તિરૂપી ઉત્તમ વાટકીમાં ભર. ૬ " પાંચ વ્યવહાર અને પંચાગી પ્રવચન મેળવવાથી ભાવમાં ઘણો વધારે કરનાર થશે. આત્માના વિભાવને દૂર કરનારું (પ્રભુના શરીરથી) નિર્માલ્યાનું ઉતારવાનું સમજવું. ૭
For Private And Personal Use Only