________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૨]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
લેખી, વ્રત-નિયમમાં એને અગ્રસ્થાન આપે છે; છતાં એ અહિંસાના પાલનમાં ઓછી વીરતા નથી જોઈતી ! ભલભલા સત્ત્વશાળી લડવૈયા કરતાં પણ વધુ સર્વ હૈયે અને શ્રદ્ધા અંતરમાં હોય છે ત્યારે જીવનમાં અહિંસા આચરી શકાય છે. જેનધમે માનવગણના સ્વભાવ પારખી “સંત અને સંસારી' અર્થાત “ત્યાગી અને ગૃહસ્થ” એમ બે વર્ગ પાડી ઉભયને કેવા પ્રકારની અહિંસા સાચવવી શક્ય છે એનું સુંદર વિવરણ કરી બતાવ્યું છે. ગૃહસ્થમાં રાજવીઓ અને ક્ષત્રિય જાતિનો સમાવેશ થાય છે. જરૂર પડે એ વર્ગ પિતાની ફરજ અદા કરી શકે અને દેશ કે આમ જનતાને રક્ષણકાળે શસ્ત્રોનો ઉપયોગ વીરતાપૂર્વક કરી બતાવે એને લગતાં ખ્યાન પણ ઘણી જગ્યાએ કરેલાં દષ્ટિગોચર થાય છે. જૈનધર્મ પાળનાર વ્યક્તિ કાયરતા કે બાયલાપણું ધારણ કરી કેવળ ગેહેર બની હૈતી રહેતી પણ યથાશક્તિ દેશ અને રાજ્ય પ્રત્યેની ફરજ બજાવવામાં પૂરેપૂરો ભાગ ભજવતી. એ કારણથી રાજવી તરીકે અથવા તો અમાત્ય સેનાનાયક કે દંડાધિપતિ તરીકે જૈનધર્મ પાળનાર મહાજને ઇતિહાસના પાને દષ્ટિગોચર થાય છે, એટલું જ નહિ પણ એમની કાર્યવાહીને અહેવાલ સુવર્ણાક્ષરે નોંધાયેલું જોવા મળે છે. મહાજનના મુખીઆ તરીકે અથવા તે શહેરીપ્રજાના આગેવાન યાને નગરશેઠ તરીકેનું પદ ધારણ કરનાર જેનધમી ગ્રહ આજે ઘણું ખરા સ્થાનમાં જોવાય છે. આ બધા પાછળ ઊંડી તપાસ કરતાં સહજ માલમ પડે છે કે જેનધમે તેમને ડરપોક કે કાયર નહોતા બનાવ્યા ! તેમ તેમનામાં અહિંસાને આચરણમાં કે દયાના પાલનમાં વર્તમાનમાં કેટલાક પ્રસંગમાં જોવાય છે એવી બેટી સમજ પેદા નહોતી કરી! એ પવિત્ર અને આત્મતિ જગાવનાર ધર્મે તે સૌ કરતાં મહત્ત્વને પાઠ એ પઢાવ્યો હતો કે–આત્મા અમર છે, સંસારના રંગ રાગે પિગલિક છે યાને કર્મરાજે ગોઠવેલા પ્રપંચે છે. માટે કમેં શુરા થનાર જ ધર્મને વિષે વીરતા દાખવી શકે છે. દ્રવ્ય કે ભાવ શત્રુ પર કાબુ જમાવનાર વ્યક્તિ જ જૈનત્વને શેભાવી શકે છે. કાયર કે ડરપેક કદી પણ જિનેશ્વરને અનુયાયી થઈ શકવાને નથી. આ કંઈ સ્વધર્મના યશગાન ગાવા સારૂં કે મનગમતી પ્રશસ્તિ લલકારવા સારૂ આલેખન નથી કરવામાં આવતું. જેનેતર લેખક તરફથી–અરે કેટલાક સાક્ષ તરફથી જેનધર્મના ઉમદા સિદ્ધાંત “અહિંસા ની ઠેકડી કરવામાં આવી છે અને જાણે “જેનો” કે “અરિહંતને ધર્મ પાળનાર શ્રાવકે ” એટલે ડરપોક ને કાયર વણિકે એવાં ચિત્રણ દરવામાં આવ્યાં છે, એના પ્રતિકારરૂપે જુદા જુદા સ્થાનના સાહિત્ય ગ્રંથોમાં સચવાયેલી પરાક્રમગાથાઓમાંથી કેટલીક રજુ કરવાનો ઇરાદો છે. એમાં શ્રીયુત ઉમરાવસિંગ ટાંકના-Some Distinguished Jains' નામક પુસ્તકને ખાસ આધાર લઈ, એને પુષ્ટિ આપતાં અન્ય ખ્યાનેથી અલંકૃત કરવા યથાશક્તિ યત્ન સેવવાની ધારણું છે. એ પાછળ એક જ આશય છે કે જૈનેતર લેખકે “જૈનધર્મ' અને એ “ધર્મ પાળનાર વગે ' સમાજ અને દેશ અંગેની ફરજમાં જે કિંમતી ફાળો નોંધાવ્યો છે–એની સાચી કિંમત આંકતા શીખે, જાણે અજાણે તેમના તરફથી જે અન્યાય થઈ રહ્યો છે તે દૂર થાય, અને જૈન સમાજના મોટા ભાગમાં ઇતિહાસ પ્રત્યે જોઇતા પ્રમાણમાં સન્માન નથી દેખાતું તે ઉદભવે
1 મહારાજા કુમારપાળ - ગુજરાતના ઇતિહાસમાં અણહિલપુર પાટણનું સ્થાન અતિશય મહત્ત્વનું અને ગૌરવવંતુ છે એની કેઈથી પણ ન પાડી શકાય તેમ નથી. આ મહત્ત્વના પાટનગરની
For Private And Personal Use Only