________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
[૪૦૦].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૧૫ ૫
શકે છે પરંતુ સાંભળી શકતા નથી કારણકે તેઓને સાંભળવાની શક્તિવાળા પુદ્ગલ મળ્યા નથી. કેટલાક અમનસ્ક પંચેન્દ્રિય જીવો એવા હોય છે કે જેઓ બેલી ચાલી સંથી દેખી ને સાંભળી શકે છે, છતાં સમજી શકતા નથી. સમનસ્ક પચેન્દ્રિય જીવોને સર્વ શકિતવાળા પુદ્ગલો મળવાથી–બોલવાથી લઈને સમજી શકે છે. એ પ્રમાણે જુદા જુદા પુદ્ગલોમાં જુદી જુદી શકિતઓ રહેલી હોય છે પરંતુ તેથી આત્માની જરૂર નથી એમ નથી. જડ પદાર્થોમાં જે જે શકિતઓ રહેલ હોય છે તે એક સરખી હોય છે. જડ પદાર્થમાં સ્વયં તે શક્તિઓને ઉપયોગ કે ફેરફાર કરવાની તાકાત હોતી નથી. સચેતન પદાર્થ ન માનીએ અને કેવળ પંચભૂ-ના સંયોગોથી જ બલવા ચાલવાર વગેરેને વ્યવવહાર ચલાવીએ તો જેમ ચૂડીવાણું (Giamophone) બેલે જ જાય છે તેમ આ પુદંગલ પણ એક સરખું બોલ બેલ જ કરે. યંત્રના પૈડાની માફક ચાલ ચાલ જ કરે. કયે સમયે શું બોલવું, કયે સમયે બોલતા બંધ થવું, જ્યારે ચાલવું, કયારે વિશ્રાંતિ લેવી, વગેરે વ્યવસ્થિત વ્યવહારને માટે તે પંચભૂતની શક્તિ ઉપર સચેતન નિયન્તાની જરૂર છે.
નિયતા (driver) વગરની ગાડી જેમ સમુદ્રમાં કે જંગલમાં જ્યાં ત્યાં ભટકાયને અ૫ કાળમાં નાશને પામે તેમ ચેતનની સત્તા વગરના પુદ્ગલેમાં પણ અહીં તહીં અથડાઇને અન્ત અસ્તવ્યસ્ત થઈ જાય, પરંતુ તે સર્વ શકિતઓ ઉપર જ્ઞાનવાળાને વિચારશકિતવાળા આત્માને પૂર્ણ કાબુ છે માટે તેઓ સર્વ વ્યવસ્થિત રીતિએ કામ કરે છે. માટે હે રાજન ! ફક્ત બેલવા ચાલવા વગેરે શકિતઓ આત્મા વગર સિદ્ધ થાય છે, એટલે વ્યવહાર ચાલશે કે આત્માની જરૂર ઉડી જશે, એમ નહિ પણ વ્યવહારને માટે આત્માની ખાસ આવશક્યતા છે. એટલે આત્મા માનવો જોઈએ.
પ્રદેશના અન્તિમ ઉગર–એ પ્રમાણે શ્રી કેશી ગણધર મહારાજના ઉપદેશનું શ્રવણ કરી રાજા આસ્તિક બન્ય, મિથ્યા માર્ગનો ત્યાગ કરી સત્ય માર્ગે આવ્યા ને શ્રી કેશીગણધર મહારાજને કહેવા લાગે કે
स्वामिन् मोहपिशाचोऽयं नष्टोऽध प्रबलोऽपि नः ।। मांत्रिकस्येव मंत्रेण ताड्यमानो भवगिरा ॥१॥ अज्ञानतिमिराऽऽक्रान्ते ममाद्यान्तरलोचने । उदघाटिते प्रभूव्याख्या-सुधाञ्जनशलाकया ॥२॥ ज्ञातं स्वामिन् ! मया धर्मो जैनधर्मात् परो न हि । यथादित्यात्परो नान्यः प्रत्यक्षस्तेजसां निधिः ॥ ३॥
પ્રભો ! માંત્રિક મંત્રવડે જેમ પિશાચને ભગાવે તેમ આપની વાણુથી તાડન કરાયેલ મારે આ બળવાન મોહપિશાચ આજે નાશ પામ્યા છે. મારાં આન્તર નયને કે જે અજ્ઞાન અંધકારથી બંધ થયાં હતાં તે આજે આપના વ્યાખ્યારૂપી અમૃત-જનની સળીથી ખુલ્લાં થયા છે. હે સ્વામિન ! મેં આજે જાણ્યું કે જેમ સૂર્ય સિવાય બીજો કોઈ પ્રકાશને નિધિ દેખાતું નથી તેમ જૈનધર્મથી ચડિયાતો બીજો કોઈ ધર્મ નથી. પ્રદેશ રાજાએ પિછીથી સમ્યકત્વ મૂલક ધર્મ અંગીકાર કર્યો ને ધર્મની વિધિ પૂર્વક આરાધના કરીને
અનેક આત્માઓને ધર્મ માર્ગે જોડીને દેવલોકમાં “સર્યાભ” નામે દેવ થયા. * * શ્રી કેશીગણધર મહારાજ અને પ્રદેશના ચરિત્રથી આત્માનું પ્રાથમિક સ્વરૂપ આપણે જાણ્યું. આત્મા સંબધી બીજુ વિશેષ સ્વરૂપ શું છે તે હવે પછી જોઈશું. [ચાલુ)
For Private And Personal Use Only