________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૯૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
ટુકડા કર્યા ને દરેક ટુકડામાં અગ્નિની તપાસ કરી, પરંતુ એક પણ ટુકડામાં મને અગ્નિ દેખાયો નહિ. ત્યારે મને સત્યનું ભાન થયું ને મેં જાણ્યું કે જ્યારે અગ્નિ રૂપી છે, આંખથી દેખી શકાય તેવો છે, અરણિના કાષ્ઠમાં રહે છે, છતાં જ્યારે દેખાતો નથી તે અરૂપી આત્મા કેમ દેખાય છે પરંતુ જેમ અરણિ કાષ્ઠને પરસ્પર ઘસવામાં આવે છે તેમાં અગ્નિ પ્રકટ થઈને દેખાય છે તેમ આત્માને વ્યક્ત રીતિએ જાણવા માટે જ્યારે જ્ઞાન ધ્યાનના ઝપાટા લાગે, ક્રિયાકાંડનું ઘર્ષણ ચાલે એટલે દિવ્ય પ્રકાશમાં દિવ્ય ચક્ષુથી આત્માને સાક્ષાત્કાર થાય છે.
- (૩) વજનમાં ફેર ન પડલાથી “આત્મા નથી એ અસત્ય-હે તૃપ ! તેં કહ્યું કે “બીજી વખત મેં એવા એક ચરનું જીવતાં વજન કરાવ્યું ને પછી તેને મારીને વજન કરાવ્યું તો તે બન્ને વખતના વજનમાં જરા પણ તફાવત આવ્યો નહિ......માટે આત્મા નથી.” પરંતુ તારું એ કથન યથાર્થ નથી. રબરની કોથળીમાં પવન ભરીને તેનું વજન કરીએ ને પછી પવન કાઢી નાખીને વજન કરીએ તો તે બન્ને વખતના વજનમાં ખાસ ફેર પડતો નથી, તેથી જે એમ કહેવામાં આવે કે રબરની કોથળીમાં કંઈ વસ્તુ જ નથી તો તે માન્ય ન થાય તેમ વજનમાં તફાવત ન પડવાથી ‘દેહમાં આત્મા નથી ” એ પણ યુક્ત નથી.
વજન એ શું વરતુ છે ને તે કોનામાં રહે છે, તે સમજાયાથી તને ખબર પડશે કે તેં કરેલ નિશ્રય અયુક્ત હતા. વજન [ગુરુવ એ એક પુદ્ગલનો ગુણ છે. તેને સમાવેશ સ્પર્શમાં થાય છે. સ્પર્શના આઠ પ્રકાર છે. શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, મૃદુ-ખર, લઘુ-ગુરૂ એ પ્રમાણે આ આઠે સ્પર્શ પુદ્ગલમાં રહે છે. પુગલો પણ આઠ પ્રકારના છે. તે આ પ્રમાણે ઔદારિક પુદ્ગલે, વૈક્રિય પુદ્ગલે આહારક પુદ્ગલ, તેજસ પુદ્ગલ શબ્દના પુદ્ગનો શ્વાસોશ્વાસના પુદનલ, મનના મુદ્દગલે ને કર્મને પુદ્ગલો. આ આઠે પ્રકારના મુદ્દગલમાં એક પછી એક વધારે સૂક્ષ્મ હોય છે. તેમાં પ્રથમના ચાર પ્રકારના (ઔદરિક વૈક્રિય આહારકને તૈજસ) પુદ્ગલોમાં આઠે સ્પર્શી રહે છે. ને છેલ્લા ચાર પ્રકારના પુદ્ગલમાં (શબ્દ-શ્વાસોશ્વાસ-મન-અને કર્મ) પ્રથમના ચાર (શીત ઉષ્ણ રિનગ્ધ ને રૂક્ષ) સ્પર્શ જ રહે છે છેલ્લા ચાર રહેતા નથી, તેથી તે પુદ્ગલ અગુરુલઘુ કહેવાય છે. - વજન-(ગુરૂત્વ) એ એક સ્પર્શ છે તે સહેજે સમજી શકાય તેમ છે. વજનને જાણવા માટે સ્પર્શેન્દ્રિય સિવાય અન્ય કોઈ ઈન્દ્રિય ઉપયોગી નથી. તે સામર્થ ફક્ત સ્પર્શેન્દ્રિયમાં જ છે. હાથમાં લેતાં તરત જ ખબર પડે છે કે આ ભારે છે, આ હલકું છે. માટે સ્પર્શ છે. સ્પેશેન્દ્રિયથી જ જે ગુણનું જ્ઞાન થાય તે સ્પર્શ, પુદ્ગલ સિવાય બીજામાં સ્પર્શ રહેતો નથી માટે વજન એ પણ પુદ્ગલને જ ગુણ છે. વજન (ગુરુ) જે પુદ્ગલો
૧ મનુષ્ય અને તિર્યચના શરીરમાં વપરાતા જે પુદ્ગલો તે દારિક, પુલ. દેવ નારકી વગેરે ના શરીરમાં ઉપયોગી પુમલે તે વૈક્રિય પુદ્ગલે ચૌદપૂર્વધર મુનિ આહારક લબ્ધિથી શ્રી કેવળી ભગવંતને પ્રશ્ન પૂછવા માટે જે શરીર બનાવે તેમાં ઉપયેગી જે પુદગલો વ આહારક પગલો, આહારને પચાવવામાં હેતુભૂત અને શીત લેશ્યા ને તે લેશ્યામાં ઉપયોગી જે પગલે તે તેજસ પુદગ. શબ્દ જે ઉત્પન્ન થાય છે તેમાં જે પુદ્ગલ વપરાય છે તે શબ્દના પુલ. શ્વાસે શ્વાસમાં વપરાતા જે પગલે તે શ્વાસે શ્વાસના પગલે. વિચાર કરવામાં શક્તિવાળા જે પગલે તે મનના પુદગલે તેનાથી આત્માને સારાનરસાં ફળ મળે છે ને જે પગલે સમય રામ આમાં સાથે જોડાય છે તે કર્મના પુડો.
For Private And Personal Use Only