________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
સવત અઢારસ એઠયાસીયે, વિ॰ ગાયા તીથરાજ, ગુ. ઋષભ ધરમ જિનરાજજી, વિ. દીવિજય કવિરાજ, ગુ. ~~ઈતિશ્રી કાવીતીર્થ સાસૢ વહુ કારાપિત પ્રાસાદ ઉત્પત્તિ ઋષભદેવ । ધરમનાથ સ્તવન. લિ॰ પં. દીપવિજય કવિરાજેન ( કવિના હસ્તાક્ષરમાં) ૨–૧૪ પાદરા નં. ૧૦૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ ૫
આ સ્તવન પરથી જણાય છે કે વિદીવિજયે મૂલ લેખ, વાંચીને તેને અનુરૂપ અગ્નિ ભાગ રચ્યા છે; પછી પહેલી ઢાળ આવે છે તેમાં બામની બે પત્નીનાં બરાબર નામ પાટી અને હીરા આપી હીરાબાઇને ત્રણ ગણાવેલા પુત્ર થયા એ જણાવેલું છે તે બરાબર નથી. પેપરી બાઇને કુવરજી અને હીરાંને ધર્મદાસ અને વીરદાસ પુત્ર થયા એમ સંસ્કૃત મૂલ લેખમાં જણાવેલું સમજાય છે.
બીજું કુવરજીને વીરાંબાઈ નામની પત્ની હતી અને માતાપિતા સુત વહુઅર વીરાં એ સં કુટુએ મળીને પ્રાસાદ બધાન્યે એ વાત શા પરથી દીવિજયે જણાવી હશે તે સમજાતું નથી. લેખમાં તે વીરાંબાઈનું નામ નથી તેમજ પ્રાસાદ બંધાવનાર તરીકે છેવટની પ્રશસ્તિમાં બાહુઆએ પેાતાના ઉકત ત્રણે સુત મળીને બધાવ્યું એમ સ્પષ્ટ જણાવ્યું છે.
ત્રીજું એ પ્રાસાદમાં સંપ્રતિ રાજાના વખતની ઋષભવદેવની પ્રતિમા (વિજય)સેન સૂરિએ સ. ૧૯૪૯માં સ્થાપીને તખતપર તેને બેસાડી, એ જાણાવેલ છે તે પણ સાવ યથા નથી. લેખ જણાવે છે કે તે પ્રાસાદ ‘સ. ૧૬૪૯ માગશર સુદ ૧૩ને સામવારે બનાવ્યા અને તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરી,’ એટલે તે સવત્ ૧૬૪૯ બંધાઈ રહ્યો, તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિએ કરી, પણ તે પ્રતિષ્ઠા સ. ૧૬૪૯ના માગસર સુદ ૧૩ને સેામવારે જ તે સૂરિએ કરી એમ સ્વીકારવું એ વિજયપ્રશસ્તિ જેવા વિશ્વસનીય પ્રમાણ પરથી ચેાગ્ય ઠરતુ નથી.
For Private And Personal Use Only
વિજ્યપ્રશસ્તિમાં જણાવેલુ છે :-‘સ. ૧૬૪૮ ગુજરાતી વર્ષામાં હીરવિજયસૂરિ સાથે વિજયસેનસૂરિનું ચામાસું રાધનપુરમાં હતુ. અને તે દરમ્યાન વિજયસેનસૂરિને પેાતાની પાસે મેકલવા અકબર બાદશાહને પત્ર આવતાં ગુરૂની આજ્ઞા થતાં ચેામ સાબાદ વિજયસેનસૂરિએ સ. ૧૬૪૯ માશી` શુકલ ત્રીજને દિને લાહાર તરફ પ્રયાણ કર્યું. પ્રથમ પાટણ, પછી આબુ, દેલવાડા, શાહી, નારદપુરી (નાદાલ), મેડતા, બૈરાટનગર--મહિમાનગર, લુધિયાના તે છેવટે લાહારમાં સ. ૧૬૪૯ના જ્યેષ્ડ શુકલ દ્વાદ્શને દિને પ્રવેશ કર્યા.' આ પરથી જણાશે કે ઢાવીને ઉકત પ્રાસાદ સ. ૧૬૪૯ના માશી` શુદ ૧૩ને દિને તૈયાર થયા તે પહેલાં ૧ દિવસે રાધનપુરથી લાહેાર જવા માટે વિયસેનસૂરિએ પ્રયાણ કરી લીધું હતું.
ત્યારે સવાલ એ થાય છે કે જે તેમ હતું તે પછી પ્રતિષ્ડા વિજયસેનસૂરિએ તે મંદિરની ઋષભદેવપ્રતિમાની કયારે કરી? મારા ધારવા પ્રમાણે તે મંદિરના સામેની નાની દેરીમાં આદિનાથ પાદુકાની તથા બીજા મંદિરના મૂલનાયક શ્રી. ધનાથના પરિકરની પ્રતિષ્ઠા સ. ૧૬૫૬ના વૈશાખ શુદ છ તે મુદ્રે કરી છે તે તેિ, યાતે તે મૂલનાયક શ્રી. ધનાયતી પ્રતિષ્ઠા સ. ૧૬૫૫ માગશર સુદ ૫ ગુરૂ દિને કરેલી છે તે દિને ઋષભદેવપ્રાસાદ તે પ્રતિમાની પણ પ્રતિષ્ઠા થઇ હોય એ વિશેષ સંભવિત છે,