________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪૬]
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક બધ કરાવી જન્માદિનાં દુઃખની વૃદ્ધિ કરાવનાર જ થાય છે. એક કવિએ કહ્યું છે કે- “જે સુખની પછી દુઃખ રહેલું છે તે સુખ સુખ નથી પણ દુઃખરૂપ છે. જે આરહણ ફેર અવરોહણ કરાવનાર છે, એ આરહણ આરહણ નથી, કિન્તુ અવરોહણ-ભવરૂપ પતન જ છે.”
- ત્રણ ભુવનના સર્વ પદાર્થો પ્રત્યેની અભિલાષાને સર્વથા વિલય થાય છે ત્યારે તે આત્માની સઘળી ઉત્સુકતા ટળી જાય છે. અને એ ઉત્સુક્તાને અભાવ થયા પછી પ્રજનના અભાવે હિતકર અહિતકરમાં પ્રવૃત્તિ નિવૃત્તિ રહેતી નથી. એ પ્રવૃત્તિ નિવૃત્તિને અભાવ થવાથી આત્મામાં જ આત્મા વડે આત્માને સુખ અનુભવાય છે, એ જ શાશ્વત શાંતિ, પરમાનંદ કે સાચા સુખનું સ્વરૂપ છે. એ સુખ ઉત્સુકપણાના નાશથી જન્મે છે તથા ઉત્સુકપણાનો નાશ કરવા પ્રયાસ કરે એ જ એક પરમ પુરુષાર્થ છે. એ પુરુષાર્થનું નામ ધર્મપુરુષાર્થ છે. મોક્ષ પુરુષાર્થ એ ધર્મપુરુષાર્થનું ફળ છે. ધર્મપુરુષાર્થ એ મેક્ષ પુરુષાર્થનું મૂળ છે. ધર્મકથાને આદર
કામપુરુષાર્થમાં જેમ મલીન કામભોગોમાં રાગનો ઉત્કર્ષ વધીને વિપર્યાસ વધત જાય છે અને વધતા વધતો દુર્ગતિમાં પરિણમે છે તેમ ધર્મપુરુષાર્થમાં એથી વિપરીત થાય છે. ધર્મ પુરૂષાર્થના સાધન, સ્વરૂપ, વિષય અને ફળ એ ચારે અંગે વિશુદ્ધ છે. દયા દાન ક્ષમાદિ એનાં અંગો કારણો છે, આત્માને વિશુદ્ધ અધ્યવસાય એ એનું સ્વરૂપ છે, પંચ પરમેષ્ઠી આદિ પરમ તત્તની ભક્તિ ઉપાસના અને આજ્ઞાપાલનાદિ એને વિષય છે, અને ઉત્તમ પ્રકારનાં દેવ ભવનાં અને મુકિતનાં અનુપમ સુખે, એ એનું ફળ છે. એ પ્રત્યેક વસ્તુઓ ચિત્તવિશુદ્ધિનું રસાયણ છે અને વિશુદ્ધ ચિત્તથી જીવ પુણ્યબન્ધ અને કર્મનિર્જરાને ઉપાર્જન કરે છે. પુણ્યબન્ધ અને કર્મનિર્જરા એ પરંપરાથી સ્વર્ગાપવર્ગમાં પરિણમે છે. મોક્ષને વિષે એક્તાન મતિવાળા ઉત્તમ લેશ્યાઓને ધારણ કરનારા સાત્ત્વિક પુરુષો જ ધર્મ પુરુષાર્થનું આસેવન કરી શકે છે. અર્થ અને કામ પુરુષાર્થ એ લકાને ઇષ્ટ હેવા છતાં પાપની વૃદ્ધિના જનક હોવાથી પોપકારરસિક પુરુષો એની કથાને પણ પરિત્યાગ કરે છે. પરોપકાર રસિક પુરૂષ આ લોક પર લેકમાં હિતકારી અને સર્વને અમૃત તુલ્ય એવી સુવિશુદ્ધ ધર્મકથાનો જ આદર કરે છે. જે કથામાં ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્યાદિની પ્રધાનતા છે, તથા જે અનુકસ્પા, ભક્તિ, સકામ નિર્જરાદિ પદાર્થોના વિસ્તૃત વર્ણનથી ભરેલી છે, તે ધર્મકથા જ ઉત્તમ પુરૂષોને આનંદ આપનારી છે. ક્રોધ, માન, માયા, લેભાદિ કષાયોથી આચ્છાદિત મતિવાળા શ્રોતાઓને ધર્મકથા આનંદ આપનારી થતી નથી તેનું કારણ તેઓની અયોગ્ય પ્રવૃત્તિ છે. કષાયની પરિણતિથી તેવા આત્માઓ સદાય પરલોકના દર્શનથી પરાડમુખ હોય છે, આ લેકને જ પરમાર્થ તરીકે અને પરમ તત્વ તરીકે પિછાને છે તથા પોતાના સિવાય અન્ય સર્વ જીવો ઉપર સદાય નિરનુકમ્પ રહે છે. તેવા અધમ પુરૂષ સુગતિની પ્રતિક્ષિણી અને દુર્ગતિની જ એક કંદલીસમી અનર્થથી ભરેલી અર્થકથાને જ ચાહે છે, પરંતુ તેથી વિપરીખ સ્વભાવવાળી ધર્મકથાને મનથી પણ ઈચ્છતા નથી.
For Private And Personal Use Only