SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] જ્ઞાનગોચરી [૩૫૩] એ છે. આવું જ હાલમાં પ્રચલિત ફલિત જોતિષ માટે પણ તેમણે લખ્યું છે. તેઓ સી અને રાજપુતની અમુક પ્રથાઓને ઈતિહાસ આપતાં જણાવે છે કે “સીઓની મુસલમાન સાથે સદાયે લઢાઈ રહી છે છતાં તેમણે ગ્રંથ પૂજા મુસલમાનોથી જ લીધી છે. મુસલમાનમાં કુરાનની પૂજા થતી જોઈ તેના સ્થાન પર સીખોએ ગ્રંથ સાહેબની પૂજા ચલાવી. બુતપરસ્તી (મૂર્તિપૂજા) નહીં જોઈએ એમ સમજી કોઈ પણ દેવ દેવીને નથી માનતા પરંતુ તેઓ એટલું ને સમજી શકયા કે ગ્રંથ-પૂજા કે બુતપરસ્તીમાં કાંઈ ભેદ નથી. બન્ને એક છે. મુસલમાન લોકે ઈશ્વર-ખુદાની પ્રાર્થના બંદગી વખતે માથું ઉઘાડું નથી રાખતા, સીખેએ પણ એ લીધું; મુસલમાને સાથે લડતાં લડતાં તેમણે આ શીખ્યું કે ઉઘાડા માથે ગુરૂદ્વારમાં ન જવાય. આજ પણ કાઈ પણ ગુરૂદ્વારમાં ઉઘાડે માથે કોઈ નથી જઈ શકતું.” રાજપુતોએ પણ મુસલમાન બાદશાહ સાથે નિરંતર લડાઈ કરી, પરંતુ એ જ મુસલમાન પાસેથી ઈજજત-આબરુની નિશાનીરૂપ પદપ્રથા સ્વીકારી અને અફીણની ઉપાસના પણ મુસલમાન પાસેથી શીખી લીધી. સંભવ છે કે શરૂઆતમાં આ પ્રથાઓ માટે વિરોધ ઉઠયો જ હશે, પરંતુ આ પ્રથાઓ પ્રાચીનતાથી વિભૂષિત થયા પછી તે ભવિબની સંતતિએ આ પ્રથાની રક્ષા માટે લડાઈઓ કરી છે. જે માણસને એકવાર અન્ય ધર્મમાં જબરજસ્તી દીક્ષિત કરાતા તેમની જ સંતતિએજ બરજસ્તીથી સ્વીકારેલા ધર્મની રક્ષા ખાતર પિતાના આદિમ ધર્મ વિરુદ્ધ લેહીની નદીઓ વહાવી છે. ખરેખર વિધાતાના આવા અનેક નિબુર ભયંકર પરિહાસને ઇતિહાસ આપણને ઘણું જોવા મળે છે. ” નોંધ-આ લેખના લેખક શ્રીયુત ક્ષિતિમોહનસેને શાંતિનિકેતનમાં રહી દર્શન શાસ્ત્ર ઇતિહાસ આદિનું જ્ઞાન પ્રાપ્ત કરી અધ્યાપકરૂપે પ્રસિદ્ધ છે. તેઓ સારા અભ્યાસી ગષક અને નિષ્પક્ષ સશેધક છે. મેં તેમના લેખને ઘણા ખરે ભાગ અહીં આવ્યો છે. વૈષ્ણવ અને શૈવ ધર્મમાં પ્રચલિત અનેક માન્યતાઓ --તેના સિદ્ધાંતો અને તો સામે પ્રકાંડ વિદ્વાન જૈનાચાર્યોએ વિરોધ ઉઠાવેલ છે. એ વિરોધ કાંઈ દેષથી કે કલ્પના માત્રથી નથી કર્યો, પરંતુ એ વિરોધ વાસ્તવિક રીતે તદન સત્ય હતો એમ જેનેને સમજાય એટલા ખાતર ઐતિહાસિક શોધોથી પરિપૂર્ણ આ લેખકે જેમાં વૈષ્ણવ અને શોના માન્ય દેવતા, તીર્થો–પર્વોત્સ, અમુક વિધિવિધાને વેદ બાહ્ય છે, આતર છે, એમ સિદ્ધ કરેલ છે, તે લેખના ફકરા આપ્યા છે. આખાય લેખનાં બધાં વિધાનો સાચાં જ છે એમ ન પણ બને છતાંયે ગષકાને આમાંથી ઘણી સામગ્રી મળશે એમાં તે સંદેહ નથી. આ લેખ વાંચ્યા પછી મને એક વિચાર ઉદ્ભવ્યો કે જેમ આ લેખકે વેદબાહ્ય છતાંયે વેદને નામે પ્રચલિત અનેક માન્યતાઓને ઈતિહાસ શો છે તે શુદ્ધ જૈન ધર્મ --વીતરાગધર્મમાં કે જેમાં આત્મશુદ્ધિ ઉપર ખાસ લક્ષ્ય અપાયેલ છે તે ધર્મના ઉપાસકામાં જિનાગમબાહ્ય જે જે તા-વરતુઓ આવી હોય તેનો ઇતિહાસ કેાઈ શેધે ખરૂં ? જેમકે હમણાં જૈન પેપરમાં ચાલી રહેલ ઘંટાકર્ણદેવની શોધ ખોળ. શોધક મહાશયોએ એ વસ્તુ ઈટ છે કે અનિષ્ટ છે તેની ચર્ચામાં પડવાની જરૂર નથી પરંતુ એ જિનાગામ For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy