SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોસણુપના એક સૂત્રનું પર્યાલોચન લેખક–શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. આપણુ અનેક આગામેનું એક સુપ્રસિદ્ધ આગમ તે પસણાપે છે. એને સામાન્ય જનતા ક૯પસૂત્રના નામથી ઓળખે છે. એમાંના ૧૪૮ મા સૂત્રના અર્થના સંબંધમાં મતભેદ જોવાય છે. એ સૂત્ર નીચે મુજબ છે: समणस्य भगवओ महावीरस्स जाव सव्वदुक्खप्पहीणस्स नव वाससयाई विइकंताई,दसमस्स य वाससयस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ, वायणतरे पुण अयं तेणउए संवच्छरइ इइ दीसह" १ આ સૂત્રના બે ભાગ પાડી શકાય છે. પહેલો ભાગ મંદિરથી માંડીને અરજી સુધીને છે, જ્યારે બીજો ભાગ ત્યાર પછી બાકી છે. આ બંને ભાગને અર્થ સુબાધિકા (પત્ર ૧૨૬)માં સમજાવતી વેળા ઉપાધ્યાય શ્રી. વિનયવિજયગણિ “સર તુ ટિના વિત્તિ ” અર્થાત્ તાત્પર્ય તો કેવળજ્ઞાનીઓ જાણે છે એમ કહે છે, જે કે અન્ય ટીકાકાએ જે અર્થો સૂચવ્યા છે તેને તેઓ નિર્દોષ કરે છે. પૂર્વાર્ધ માટે તેમણે બે વિકલ્પ નોંધ્યા છે (૧) શ્રી. દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે આગમોનું પુસ્તકાહણ કરાવ્યું તે આ સૂચવે છે એટલે કે જ્યારે એમણે અન્ય આગમ વીરસંવત ૯૮ ૦માં લખાવ્યા. તે જ વર્ષમાં આ કલ્પાત્ર પણ લખાવ્યું–પુસ્તકારૂઢ કરાવ્યું એવો અર્થ પૂર્વાર્ધથી ફલિત થાય છે. (૨) અન્તર્વાચ (ક૯પાન્તર્વોચ્ચ)માં સચવાયા મુજબ વીરસંવત ૯૮૦માં સેનાંગજને માટે આનન્દપુરમાં શ્રી. સંઘ સમક્ષ મહત્સવ પૂર્વક કલ્પસૂત્ર વંચાયું એ હકીક્ત પૂર્વાર્ધ સૂચવે છે. ૧ આને સામાન્ય અર્થ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર સર્વદુ:ખના નાશક બન્યા-મેક્ષે ગયા તેને નવ શતાબ્દીઓ વીતી ગઈ છે અને દસમી શતાબ્દીનું આ ૮૦મું વર્ષ ચાલે છે. અને અન્ય વાચનમાં [જવાય છે તેમ આ દિશમી શતાબ્દીનું] ૯૯૨ મું વર્ષ ચાલે છે. ૨ સરખાવો નિમ્નલિખિત ગાથા – "'वल्लहि'पुरम्मि नयरे देवढिपमुहसयलसंघेहिं । पुत्थे आगम लिहिआ नवसयअसीआओ वीराओ॥" સુપિકામાં અવતરણરૂપે આ પદ્ય અપાયેલું છે એટલે એ વિ. સં. ૧૬૯૬ કરતાં તે પ્રાચીન છે જ, પણ એ મૂળ ક્યા ગ્રન્થનું પદ્ય છે અને એ કેટલું પ્રાચીન છે તેની તપાસ કરવી બાકી રહે છે. ૩ આ ધ્રુવસેનનું નામાતર હોય એમ જણાય છે. ૪ શ્રી જિનપ્રભસૂરિએ આને મહાસ્થાન તરીકે અને શ્રી. સમયસુન્દરે બડસ્થાન તરીકે ઓળખાવ્યું છે, એમ . યકેબીએ નોંધ કરી છે. For Private And Personal Use Only
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy