________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[300]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
“ પ્રભુ, આજે મુજ રાંકનુ ભાગ્ય ઉઘડી ગયું છે ! આપ જેવા ત્યાગી ભિક્ષુઓની સેવા કયાંથી મળે ! આજ તેા મુજ ગરીબની આ ભેટ સ્વીકારી મને કૃતાર્થ કરે ! ” અને તેણે દહીંનુ ભાજન નીચે ઉતારી ભિક્ષુઓના ચરણુ આગળ ધરી દીધું.
શાળીભદ્ર મુનિની મુંઝવણુના પાર ન રહ્યો. કયાં ભદ્રામાતાના ઘેરથી પાછા ફરવું, કયાં માતા પાસેથી ભિક્ષા મળવાનુ પ્રભુએ કહેલું વચન અને કયાં આ ગેાવાળણુ ! વળી સાધુને તા નિર્દોષ આહાર મળે તા તે લેવામાં રક્ત શું ? અને આવી નિર્મળ ભક્તિનો ઇન્કાર પણ શી રીતે થઇ શકે? શાળીભદ્રમુનિ ક્ષણ માટે તા અવાક્ થઇ ગયા. પણ તરત જ તેમની મુંઝવણુ એસરી ગઇ. તેમને થયુ–પ્રભુએ તો મતા પાસેથી આહાર મળશે એવી વાત કરી છે, પણ નિર્દોષ આહાર મળતા હાય તા તે લેવાનો ઇન્કાર કયાં કર્યો છે?
અને તરત જ તેમણે પેાતાનું પાત્ર આગળ કર્યું .
ગાવાળણુના આનંદના પાર ન રહ્યો! તેણે ઉમળકા ભેર તે નિર્દોષ દહી ભિક્ષુકાના પાત્રમાં રેડી દીધું, જાણે પાતાનું હૈયું ન રેડતી હાય એટલેા હર્ષ એમાં ભર્યા હતા !
ખાલી રાખ્યુ
લક્ષ્મીન દનાની અલકાપુરી સમી રાજગૃહીએ જે પાત્ર તે આ નિર્જન વનમાં એક અદની ગેાવાળણે ભરી દીધુ.
સાધુની ભિક્ષા સફળ થઇ! ગેાવાળણુ પાતાના માર્ગે આગળ વધી ! બન્ને ભિક્ષુઓ પ્રભુ પાસે આવી પહોંચ્યા.
તેમના અંતરમાં તે એક જ વાત ઘેાળાતી હતી—માતા પાસેથી ભિક્ષા મળવાની પ્રભુની વાત શું ? ”
ઃ
અને પ્રભુએ શાળીભદ્ર મુનિને કહ્યું મહાનુભાવ, વિચારમાં ન પડશે ! દહી વહેારાવનાર એ ગેાવારણ તેજ તમારી મા! આ ભવની નહીં, પણ
તમારા ગયા ભવની ! ’
ભિક્ષુઓના સંશય દૂર થયા ! મહાતપસ્વીઓએ આનદપૂર્વક પારણું કર્યું. ભિક્ષુઓને તેા પ્રભુએ માતાને એળખાવી હતી, પણ માતાને કાણે કહ્યું હતું કે “માડી, આ તારા દીકરા છે. એને હૈયાભેર ભિક્ષા દેજે !
પણ હૃદયની લાગણીએ આવી આળખાણુની કયાં પરવાહ કરે છે ! માતાનાં હેયાં તે અણુજાણ્યા પુત્રાને પણ પારખી લે છે!”
એ ગેાવાળણની ભિક્ષા અમર થઈ ગઈ !
એણે ભિક્ષા લેનાર અને ભિક્ષા દેનાર બન્નેનું કલ્યાણુ કર્યુ
For Private And Personal Use Only