________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિપૂજાનું સહજપણું
એક જ વસ્તુ સંબંધી જ્યારે ભિન્ન ભિન્ન ધર્મો જુદી જુદી માન્યતા ધરાવતા હોય, બન્નેને અભિપ્રાય એક બીજાથી સાવ અવળી દિશામાં જતો હોય અને એક ધર્મ બીજા ધર્મની માન્યતાનું ભારેભાર ખંડન કરીને તેને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરતો હોય તેવા પ્રસંગે કઈ પણ જાતનો મધ્યસ્થ નિર્ણય નિશ્ચિત કરવો, તટસ્થ માણસ માટે, બહુ મુશ્કેલી ભર્યો લાગે છે. એક ધર્મની માન્યતાનું સમર્થન કરતાં શાસ્ત્રગ્રંથ વાંચે ત્યારે તેમાં જ બુદ્ધિ તણાવા લાગે અને બીજા ધર્મને શાસ્ત્ર જોવામાં આવે ત્યારે બુદ્ધિ તેમાં તણાવા લાગે. આવા તાણખેંચીના પ્રસંગે સત્યને તારવી કાઢવાનું કાર્ય બહુ દુક્કર બની જાય છે. જો કે એમાંથી પણ સત્ય તારવનાર આ બહુરત્ના વસુંધરા ઉપર જરૂર મળી આવે છે !
આ જ દશા મૂર્તિપૂજાની થઈ છે. એક ધર્મના શાસ્ત્રગ્રંથે એને આત્મસાધનાના અપૂર્વ સાધન તરીકે સ્વીકારીને તેને કલ્યાણ વાંછુઓ માટે અનિવાર્ય રીતે આવશ્યક માને છે. બીજા તેને જડપૂજા તરીકે ઓળખાવીને તેને સાવ નકામી-નિરૂપાગી ગણે છે. પરિણામે આવા ઉત્તરધ્રુવ દક્ષિણધ્રુવ જેવા પરસ્પર વિરેધી અભિપ્રાયો વચ્ચે સત્ય તારવવું અતિ આકરૂં થઈ પડે છે.
જેમ ઉલ્કાપાત સમા વા-વંટોળ વચ્ચે પણ કેટલાંક વૃક્ષો અણનમ રહીને પિતાની હસ્તિ કાયમ રાખે છે તેમ શાસ્ત્રોના આવા પરસ્પર વિરોધી અભિપ્રાયો વચ્ચે પણ, જેઓની બુદ્ધિ હૃદયસ્પર્શી હોય છે તેઓ, શુદ્ધ તવ ખેળી કાઢે છે. પણ આવા માણસે બહુ વિરલ હોય છે. સામાન્ય બુદ્ધિના માણસે આવો નિર્ણય કરી શકતા નથી. તેઓને માટે શાસ્ત્રોનું મંથન કરવા કરતાં બીજો કોઈ માર્ગ હોવો જોઈએ કે જે માગે તેઓ સત્યને પામી શકે. આ માર્ગ છે અને તે જે વસ્તુનો નિર્ણય કરવો હોય તેને મનુષ્ય પ્રકૃતિની દૃષ્ટિએ કે માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચારી જોવાનો !
જે રોગ સારાં સારાં કીમતી ઔષધોના ઉપચારથી ન મટયો હોય તેવો રાગ એક પૈસાની કીંમતની સાવ સાધારણ ચીજના ઉપયોગથી મટી ગયાની વાત તો સૌએ સાંભબેલી વાત છે. આ જ રીતે જે નિર્ણય જુદા જુદા શાસ્ત્રોના અનેક જાતના અભિપ્રાયો વિચાર્યા પછી પણ મેળવવામાં કઠિનતા લાગતી હોય તે નિર્ણય મનુષ્યપ્રકૃતિના અભ્યાસથી તત્કાળ મેળવી શકાય છે.
એટલે અહીં આપણે શાસ્ત્રોની દષ્ટિએ નહીં પણ માનવપ્રકૃતિ કે માનસશાસ્ત્રની નજરે મૂર્તિ અને તેની પૂજાને વિચાર કરીશું.
સામાન્ય રીતે વિચાર કરીએ તે અવશ્ય જણાય છે કે મૂર્તિની ભાવના એ કોઈ બાહ્ય કારણથી ઉપજાવેલી કલ્પના નથી, પણ એ ભાવનાનું જન્મસ્થાન મનુષ્ય સ્વભાવમાં જ છે. એટલે એમ કહી શકીએ કે જ્યારથી મનુષ્ય સ્વભાવને પ્રારંભ થયો ત્યારથી મૂર્તિની ભાવનાનો પ્રારંભ થશે. અલબત્ત એનાં રૂપાંતર જરૂર થતાં રહ્યાં છે અને થશે,
For Private And Personal Use Only