________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
પરમાહત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
[ ૨૪૩]
તેને અણગમો દૂર થશે. અને તેણે ધોરાનગરી તરફ પ્રયાણ કર્યું.
થોડા જ વખતમાં તે ધારાનગરી આવી પહોંચ્યો. મહારાજા ભોજ અને ધનપાલ પરસ્પરને ભેટી પડ્યા. પછી ધર્મ પંડિત સાથેના વાદની વાત નીકળતાં ધનપાલે જણાવ્યું; હે નરેંદ્ર ! આપ લેશમાત્ર ખેદ ન કરે. પ્રભાતે એ પણ્ડિતને જરૂર પરાજય થશે.
ધનપાલને વિજય અને ધર્મને પરાજય–પણ્ડિતવરે પોતપોતાના સ્થાન પર બેસી ગયા હતા, ધારાનગરીને જનસમૂહ સ્વસ્થાનમાં ગોઠવાઈ ગયો હતો. મહારાજા ભેજ પણ સિંહાસન પર આરૂઢ થયેલા હતા. લોકોના હૃદયમાં એક જ ભાવના ઉલસતી હતી કે કયારે વાદ શરૂ થાય.
સમય થતાં મહારાજા ભોજે ધર્મ પતિને રાજસભામાં બોલાવ્યો અને જણાવ્યું કે-હે વાદી ! અમારા મહાવાદી શ્રી ધનપાલ પડિત આવી ગયા છે, માટે વાદની શરૂઆત કરે. આ સાંભળી પિતાના પૂર્વપરિચિત શ્રી છિત્તપ નામના પહિતને ઉદેશી તેના અંતઃકરણને સંતોષ પમાડવા ધર્મપતિ નીચે પ્રમાણે બેલ્યો. ".श्रीछित्तपे कईमराजाशिष्ये सभ्ये सभाभर्तरि भोजराजे ॥ सारस्वते स्रोतासि मे प्लवंतां पलालकल्पा धनपालवायः ॥ १॥"
“કઈમરાજ-શિષ્ય શ્રીછિત્ત૫ સભાસદ છતાં અને ભોજરાજા સભાપતિ છતાં પરાળ (ઘાસ) તુલ્ય ધનપાલની વાણી મારા સારસ્વત પ્રવાહમાં તણાતી થાઓ.”
ઉપર્યુક્ત શ્લોક સાંભળ્યા ભાઇ ધનપાલ પડિતે એના એ જ શ્લોકને વિપર્યય કરતાં જણાવ્યું કે
"धनपेति नृपस्यामन्त्रणे मे मम तगिरः ॥
आलवाचः प्लवंतां हि सिद्धसारस्वते स्वरे ॥ १॥"
“ધનપ એટલે હે ધન આપનાર મહારાજા ! મારી વાણુ મારા સારસ્વત પ્રવાહમાં પરાળની પેઠે ઉપર તરતી થાઓ.”
આ પ્રમાણે પરમહંત મહાકવિ ધનપાલે શબ્દ ખંડનથી તેના તે જ શબ્દોમાં એને જ પ્રતિપક્ષ અર્થ કહી બતાવ્યો.
આ પછી એ બન્ને વચ્ચે અનેક પ્રકારને વાદવિવાદ થયે, પણ છેવટે મહાકવિ ધનપાલે ધર્મપડિતને ચૂપ કરી દીધે, આથી આખી સભામાં હર્ષના પિકાર થવા લાગ્યા. મહારાજા ભેજનું મન પણ પ્રફુલ્લિત બન્યું. સભામાં જ્ય જયના પિકારે થવા લાગ્યા. સર્વત્ર આનંદ આનંદ વર્તી ગયો. ભેજસભાની અત્યાર સુધી પ્રસરેલી કીર્તિ જયવંત રહી. સિદ્ધસારસ્વત પરમહંત મહાકવિ ધનપાલન વિજય વાવટો ચારે તરફ ફરક્યો. અને અભિમાનના ઉચ્ચ શિખરે પહોંચેલ ધર્મપડિતની આશા પડી ભાંગી.
આ પછી ધર્મપડિતને ધનપાલ પડિતે આશ્વાસન આપી કદી પણ અભિમાન નહીં કરવા સૂચવ્યું. બાદ પરિડત ધનપાલે ભૂપતિ ભોજને સંમતિ આપતાં સૂચવ્યું કે-હે દાનવીર! ધર્મપડિતને એક લક્ષ દ્રવ્ય સર્મપ.
પણ ધર્મપહિતે આને ઈન્કાર કર્યો. અને સાથોસાથ રાજા ભોજની સ્તુતિ કરતાં જણાવ્યું કે જેઓ પોતાની લક્ષ્મીને સદ્વ્યય કરી રહ્યા છે, તેવા દાનેશ્વરીઓને ધન્ય છે !
For Private And Personal Use Only