SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન [ ર૪૧ ] તને ધાન્ય મળશે ? નહીંતર નહીં. આ શબ્દ ધર્મથી ન સહાયા. તરત જ માતા–પિતાઘરબાર વગેરેનો ત્યાગ કરી કળાહીન, વિદ્યાવિહીન, નીચ પુરૂના સંસર્ગથી સર્વ પ્રકારના ઉપાય થકી ભ્રષ્ટ એવો તે ઈક્ષક્ષેત્રને રક્ષક થયો. કર્મસંયોગે ત્યાં રહેલ વડવૃક્ષ નીચે ક્ષેત્રપાલની બહુમાન પૂર્વક તે નિરંતર પૂજા કરવા લાગ્યા, અને ઈક્ષ ક્ષેત્રને સાચવા લાગ્યો. એક દિવસ ધર્મ પિતાના સ્વામીના ગૃહ-મંદિરે ગયો. તે દિવસ કોઈ પર્વ હોવાથી ક્ષેત્રપતિએ ભજન માટે આગ્રહ કર્યો. અમે માલિકને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું કે-ક્ષેત્રપાલની પૂજા કર્યા સિવાય હું પ્રાણુતે પણ ભોજન કરતા નથી. આ શબ્દો સાંભળી માલિક તેના ઉપર અત્યંત ખુશી થયા. બાદ ધર્મ ઈક્ષક્ષેત્ર તરફ પાછો ફર્યો, ત્યાં આવી ક્ષેત્રપાલની પૂજા કરી, ક્ષેત્રના માળા પર બેઠો. એકદમ અચાનક વાડની બહાર ક્ષેત્રપાલના પ્રાસાદથી જાણે શક્તિ-દેવી હોય તેવી એક નમ્ર ગિની દૃષ્ટિગોચર થઈ. નગ્ન યોગિનીએ તેની પાસે એક ઈક્ષલતા (શેલડીના સાંઠા)ની યાચના કરી. ધર્મ ભક્તિપૂર્વક ભારે રસદાર શેલડીના બે સાંઠા સમર્થ્ય. તેનું તેણીએ આસ્વાદન કર્યું, અને પ્રસન્ન થઈ તે કહેવા લાગી કે-હે વત્સ! શું તું મારાથી શરમાય છે? ધર્મો પ્રત્યુત્તર આપ્યો કે-હે મહામાયા ! હું તારાથી શરમાતા નથી. આ જવાબ સાંભળી તે ફરીથી બોલી કે હે વત્સ! જો તું મારાથી શરમાતું નથી તે મને વચન આપ ! તરત જ ધર્મો વાડ બહાર આવી આદર પૂર્વક તેણીને વચન આપ્યું. ત્યાં નગ્ન ગિનીએ તેના મુખારવિંદમાં સુધા સમાન ઇક્ષુરસ નાંખ્યો, અને તેને શિર પર સ્વહસ્ત મૂકો. બાદ સરસ્વતી દેવી ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. આ જોઈ ધર્મ એકદમ આશ્ચર્યમાં લીન બની ગયો. ત્યાંથી નીકળી ધર્મ નર્મદાના કાંઠે જઈ પહોંચ્યો, ત્યાં તેના મુખમાંથી સારસ્વતને ઉદયને લઈ લેશમાત્ર ચિંતવ્યા સિવાય કાવ્ય નીકળવા લાગ્યું. આ પછી ધર્મ હોડીમાં બેસી સામે કિનારે ઊતરી સ્વગૃહે આવી પહોંચ્યો. ઘણું દિવસે પુત્રનાં દર્શન થયાં એટલે હર્ષઘેલાં માતા-પિતા ભેટી પડયાં. માતાએ વાત્સલ્યથી તેનો કર સ્પર્શ કર્યો, પિતાએ મધુર વાણીથી બેલા. પણ તેનું મન ઘરમાં કર્યું નહીં, તેથી છેવટે તે માતા-પિતા, ઘર વગેરેને ત્યાગ કરી ચાલી નીકળ્યો, અને અવંતી દેશમાં ધારાનગરીમાં આવી પહોંચ્યો. અને રાજદ્વારે જઈ રાજા ભોજ પર બે શ્લોક લખી મોકલ્યા જેને અર્થ આ પ્રમાણે થત હતા – જેણે ગૌડ દેશમાં શંભુ સાક્ષરને, ધારા નગરીમાં વિષ્ણુ વિપ્રને, મંડલ નગરમાં ભટ્ટિને, અને કાન્યકુબ્ધમાં પશુપતિને જીતી લીધા, તેમ જલ્પવાદમાં અન્ય પણ કેટલાય વાદિઓને જડ જેવા બનાવી દીધા, તે ધર્મપડિત પિતે અહીં આવી દ્વાર પર બેઠે છે. જે કોઈ પૃથ્વિ પર પિતાને પંડિત માનતા હોય તે તર્ક, લક્ષણ, સાહિત્ય કે ઉપનિષદ્દમાં મારી સામે આવીને વાદ કરવા ઉભ રહે.” આ સાંભળી પણ્ડિતમાં એકદમ ખળભળાટ પ્રગટયો. તરત જ રાજા ભેજે દ્વારપાલને આવવા દેવા અનુજ્ઞા આપી. દ્વારપાલે ધર્મ પડિતને સભામાં પ્રવેશ કરાવ્યો. સભામાં ભોજ સમક્ષ આવતાં સભાને તૃણ (ઘાસ) સમાન ગણતે અભિમાનના શિખરે ચઢેલે ધર્મ કોઈની પણ પરવા કર્યા સિવાય વાણીનો ધેધ પ્રવાહ વહેવડાવા લાગ્યો. લાંબા કાળથી સેવન કરેલ સાક્ષરોનો અપ્રતિમલતાનો મદ હવે ગળી જાઓ, કારણ કે-આ તપોધન રૂપે સ્વયં સરસ્વતી તમારી સમીપે ઉપસ્થિત છે. જેનામાં શક્તિ હોય, For Private And Personal Use Only
SR No.521555
Book TitleJain Satyaprakash 1940 03 SrNo 56
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy