SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક-મુનિરાજ શ્રી સુશીલવિજયજી (ગતાંકથી ચાલુ) કવિ ધનપાલ અને રાજા ભેજનું મિલન– તિલકમંજરી' ગ્રંથનું દહન થયા બાદ ધનપાલે રાજસભામાં જવું બિલકુલ છોડી દીધું હતું. એનું મન ધારાનગરીથી બહાર ચાલ્યા જવા ઉત્સુક થઈ ગયું હતું. જ્યારે સમય મળે અને અહીંથી ચાલ્યો જઉં, આ ગડમથલ ધનપાલના હૃદયમાં ચાલી રહી હતી. એટલામાં અચાનક એક દિવસે તેને રાજા ભેજનો ભેટ થયા. ધનપાલને દેખતાની સાથે જ ભોજે પૂછયું “કેમ, હાલ કેઈ ગ્રંથ બનાવો છે ?” તરત જ તેના પ્રત્યુત્તરમાં પરમહંત મહાકવિ ધનપાલે જણાવ્યું– आरनालगलदाहशंकया मन्मुखानपगता सरस्वती । तेन वैरिकमलाकचग्रहव्यग्रहस्त! न कवित्वमस्ति मे ॥ ૧. ભોજકૃત કથા દહન, પુત્રીકૃત પુનઃ સંધાન વગેરે બાબતોમાં ચરિત્ર ગ્રંથમાં લખેલી હકીકત સિવાય બીજું પ્રમાણ જણાતું નથી. એટલે એ વાત માનવામાં આંચકો ખાવો પડે છે. કવિએ પણ સ્વયં ઉલ્લેખ કર્યો નથી. માત્ર ચરિત્ર ગ્રંથમાંને એક બ્લેક કંઈક સાક્ષી આપે છે ખરા. તિલકમંજરીના દાહ પછી ધનપાલ રાજ્ય સભામાં જ નહીં. તેવામાં અચાનક મેળાપ થતાં ભજે પૂછયું કે કેમ કંઈ ગ્રંથ રચે છે ? જવાબમાં ધનપાળે કહ્યું-“મારનારાય ...ત્યાત્રિ” આ લેકમાં દાહની શંકાથી મારા મુખમાંથી સરસ્વતી ચાલી ગઈ છે. દાહની શંકા ભેજરાજકત ગ્રંથ દાહના અપત્યના ઠપકારૂપે હોય. કદાચ ગ્રંથ બાળ્યો એટલે સરસ્વતીને પણ વિચાર થયો કે કદાચ ભેજરાજ મારે રહેવાના સ્થળ ગળાને પણ દાહ લગાડે એટલે તે ચાલી ગઈ છે, એમ કહેવામાં ગ્રંથદાહ વ્યંગ્યાથથી જણાય છે. રાજાના આ કૃત્યથી તે સહૃદયી ગણતો હતો, તેમાં પણ ક્ષતિ થઈ એવું ઉત્તરાર્ધમાં સૂચન જણાય છે. શત્રુઓની લક્ષ્મી આકર્ષવામાં વ્યગ્ર હાથવાળા હે રાજન ! હું કવિરાજ નથી. તમે લડાઈ કરવામાં શૂરા ક્ષત્રિય છે. સાહિત્યમાં શું સમજે? તમારા હાથ કઠોર છે, એટલે હવે તમારા જેવા સામે હું કવિ તરીકે જાહેર જ થતું નથી. આ શ્લેકમાં રાજાને સખ્ત ઠપકે છે. આ ઉપરથી તિલકમંજરીને દાહ થયો હોય એમ માનવાને કારણે મળે છે. હવે જ પ્રબંધમાં–આ શ્લેક, કોઈ વિદેશી કવિ ભેજરાજની સભામાં આવ્યો, સભામાં મોટા મોટા કવિઓ જોઈ તે બિચારે ડઘાઈ ગયો, અને ઉપર પ્રમાણે પોતે કવિ નથી પણ એક સામાન્ય માણસ છે, એવું જાહેર કરે છે. પણ એ વાતને આ શ્લેક અનુરૂપ નથી જણાતો. ગ્રંથદાહ અને રાજાની અસહૃદયતા સ્પષ્ટ રીતે આ ક સૂચવે છે. કદાચ ધનપાળના સંબંધમાં આ બનાવ ન બન્યો હોય, બીજા કેઈ રાજાને કવિના સંબંધમાં બન્યો હોય અને ધન પાળ પરક દંતકથામાં જોડાયો હોય. તેનો ઉલ્લેખ ચરિત્ર ગ્રંથમાં હોય. આમ કલ્પના કરીએ તો એ શ્લેક ગ્રંથદાહના ઠપકારક ખરે. - ભોજરાજ જેવો સહૃદયી આવું અપકૃત્ય ન કરે એ અનુમાનને પણ પુષ્ટી મળે અને તે સંબંધમાં કવિનું મૌન્ય આપણને મદદ આપે. આમાં ખાસ પ્રમાણને અભાવે કંઈ ચોક્કસ કહી શકાતું નથી. “ તીલકમંજરી કથા સારાંશ ”માંથી For Private And Personal Use Only
SR No.521555
Book TitleJain Satyaprakash 1940 03 SrNo 56
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy