SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૩૪]= કરવા લાગે. જિનદત્ત શેઠ ઘેર જઈને પાણી લાવ્યા તેટલામાં તે ચોરના પ્રાણ નીકળી ગયા અને તે મહદ્ધિક યક્ષ દેવપણે ઉત્પન્ન થયો. અન્ત જેવી મતિ તેવી ગતિ એમ કહેવામાં આવે છે તે યથાર્થ જ છે. હવે છુપી પોલીસના માણસોએ આ સઘળા વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યો. રાજાએ જિનદત્ત શેઠને વધ કરવાનો હુકમ કર્યો. કાટવા - લના માણસોએ તેને ગધેડે બેસાડી અનેક પ્રકારની વિડંબના કરવા માંડી. એટલામાં તે યક્ષરાજે અવધિજ્ઞાનને ઉપયોગ મુકી પોતાના ગુરુની આવી દશા થતી જોઈ, તે બહુ કોપાયમાન થયો અને એક માટે પર્વત વિકુવીને નગરના રાજા અને અન્ય જિનેને કહ્યું: “હે કાપુરષો ! જગતનું કલ્યાણ ઇચ્છનાર, કપારસના સમુદ્ર મારા પ્રભુ જિનદત્તની તમે આવી વિડંબના કરવા માંડી છે તેથી હું આ પર્વતથી ખચિત તમને બધાને ચૂરી નાંખીશ.” એ સાંભળી રાજા અને પ્રજા સર્વે તેની પુષ્પાદિથી પૂજા કરવા મંડી પડયા, કારણ સર્વ ભયમાં મૃત્યુભય મોટો છે. તેઓએ યક્ષને નમસ્કારપૂક વિનંતિ કરી કે હે સ્વામિનું અમને સર્વને આટલી વખત ક્ષમા કરે, અમે અજ્ઞાનતાથી આ અપરાધ કર્યો છે. યક્ષે કહ્યું કે આ શ્રાવકનું શરણ તમે લે, અને પૂર્વ દિશામાં મારું ઊંચું મંદિર કરાવો. તે કબૂલ કરવામાં આવ્યું. રાજાએ શેઠને ગંધહસ્તિ પર બેસાડી નગરમાં પ્રવેશ કરાવ્યો અને વારંવાર તેની ક્ષમા માગી. પછી હુંડિક યક્ષનું આ ચૈત્ય બનાવ્યું, અને શ્રાવકની પ્રતિમા યુકત ચૂળીએ ચઢાવેલી ચોરની મતિ પ ત્યાં ઊભી કરી.” આ વૃત્તાંત સાંભળીને તે રાજકુમાર પ્રમુદિત થયા અને મિત્રને કહ્યું: “નમસ્કારના સ્મરણથી આ પૂર્વજન્મને ચેર જેવી રીતે યક્ષરાજ થયો, તેવી રીતે હું પણ પૂર્વજભમાં પુલિન્દ્ર હતો અને આ જન્મમાં રાજકુળમાં ઉત્પન્ન થયો છું. પરમેષ્ટી મન્ટને પ્રભાવ પરલોકમાં પણ કેવો ચમત્કાર દેખાય છે!” આ સાંભળીને સુમતિ આદરપૂર્વક બેલ્યોઃ “હે રાજપુત્ર ! તમારું પુલિન્દ્રપણું ગયા જન્મમાં કેવું હતું તે સંભળાવો.” રાજપુત્રે ઘણું હર્ષથી નમસ્કાર મન્નથી સફળ થયેલો પિતાને પૂર્વભવ યથાસ્થિત મિત્રને કહી સંભળાવ્યો. તે ઉપરથી કાંઈક હોં મલકાવીને સુમતિ બેલ્યોઃ “હું ધારું છું કે આગલા જન્મની તમારી પત્ની રનવતીને પરણવા માટે તમે જતા લાગો છો; પણ એ તો પુરુષ પણ છે, તે આ પુરુષ વેષમાં તમને એનું દર્શન પણ કેમ થઈ શકસે, તેની સાથે વાર્તાલાપ કરવાની બાબત તો દૂર રહી.” રાજકુમારે કહ્યું: “સર્વ કાર્યમાં ભાગ્ય બળવાન છે, એ બાબત ચિન્તા કરી સંતાપ ઉત્પન્ન કરવાની જરૂર નથી.” રાજસિંહ ઉપર પ્રમાણે પિતે જાણેલા નમસ્કાર મંત્રના દષ્ટાંતેનું સ્મરણ કરતો પિતાના મિત્ર સાથે ચાલ્યો. અનુક્રમે પૃથ્વી અને અરણ્ય ઓળંધ તાપ અને તસથી પીડાતે એક સુંદર સરોવર આગળ આવ્યા. ત્યાં નાનાદિ કી એક આંબાના ઝાડ નીચે થાક ઉતારવા તે સૂતો. સુમતિ ત્યાં કુલ વીણતો હતો, પણ તે એક લતાકુંજની પાછળ હેવાથી દેખાતો ન હતો. એવામાં ત્યાં આકાશ માર્ગે એક ખેચર આવતા તેણે જોયો. દેવકુમાર જેવા રૂપવાન રાજકુમારને જોઈ તે વિદ્યાધરે વિચાર્યું મારી કાન્તા મારી પૂંઠે આવે છે, તેને જેશે તે એનામાં અનુરાગવાળી થઈ જશે, તેથી એક લતાના સહભૂમાંથી એક ઔષધિ For Private And Personal Use Only
SR No.521553
Book TitleJain Satyaprakash 1939 12 SrNo 53
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy