________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા અતિમુકત અ'ક ૪ ]=
=[ ૧૩૯] ગૌતમસ્વામી ભગવાન શેરીએ શેરીએ ગલીએ ગલીએ ફરી બેંતાલીશ ષ રહિત શદ્ધ આહારાદિ ગ્રહણ કરી સ્વસ્થાનમાં પધાર્યા. આ બાજુ અઈમરાકમાર રાજમહેલે આવી પિતાનાં માતાપિતા પાસે વિનયપૂર્વક કહેવા લાગ્યો: “મને વ્રત અપાવો. હું ગૌતમસ્વામી જેવો થઇશ.” આવાં હર્ષઘેલાં રાજકુંવરનાં વચનો સાંભળતાં રાજા-રાણી કહેવા લાગ્યાં કે, “ભાઈ, તું અમારો એકનો એક પુત્ર છે. ભાવી રાજ્યને આધારે તારા ઉપર છે. હજુ તે તું બાલ છે. રાજવૈભવનાં સુખ તે હજુ જોયાં નથી. યૌવનવય પણ હજી તું પામ્યું નથી. તારાં લગ્ન કરવાં હજી બાકી છે. હમણાં આટલી બધી ઉતાવળ શી છે ? વ્રત સ્વીકારવાનો શુભ અવસર તો અત્યારે અમારે ગણાય.” આટલું બધું કહેવા છતાં પણ અઇમત્તા કામાર આગને અડગ જ રહ્યો-તે લેશ માત્ર પણ ડગ્યા નહીં.
પુરુષો તે પ્રાણને પણ પિતાના વચનથી બિલકુલ ચલાયમાન થતા નથી. અઈમુત્તાકુમાર જરા પણ પિતાના વચનથી ચલિત ન થયો એટલે છેવટે માતાપિતાએ [રાજા-રાણીએ વ્રત સ્વીકારવાની અનુજ્ઞા આપી.
રાજકુંવરની દીક્ષા એટલે શું કહેવું ? સમસ્ત નગરને ધજા-પતાકાઓથી શણગારવામાં આવ્યું. ઠેકાણે ઠેકાણે આસોપાલવનાં તારણો લટકાવવામાં આવ્યાં. દીક્ષાને શુભ દિવસ પ્રાપ્ત થયે, રાજમહેલથી વરઘોડાની તૈયારીઓ થવા લાગીઃ વાજિન્નેના ધ્વનિઓ સંભળાવા લાગ્યા. દીક્ષા ઉત્સવનાં ધવલ-મંગલ ગીત ગવાવા લાગ્યાં. અઈમુત્તાકુમારને વિવિધ જાતનાં વસ્ત્રથી, વિવિધ જાતનાં અલંકારોથી શણગારવામાં આવ્યા. જોતજોતામાં તા રાજકારે માણસેની અપાર મેદનીની ઠઠ જામી ગઈ. અઈમુત્તાકુમાર હાથી ઉપર આરૂઢ થયા. દાનની રેલમછેલ ઉડવા લાગી. વરઘોડા નગરમાંથી નીકળી બહારના ઉદ્યાનમાં જ્યાં પ્રભુ સમવસરેલા છે ત્યાં આવી પહોંચે, અઈમુત્તા કુમારે પ્રભુ પાસે પ્રવજ્યા અંગીકાર કરી અને તેમને શ્રી. ગૌતમસ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ પ્રમાણે અઈમુત્તાકુમારને દીક્ષા મહોત્સવ પૂર્ણ થયે.
અતિમુક્ત બાલમુનિને ગીતાર્થ મુનિવરને સોંપી દીધા. અતિમુક્ત મુનિ સંયમ માર્ગમાં દિવસો ઉપર દિવસો પસાર કરવા લાગ્યા, સંયમ રંગથી તેમને આત્મા રંગાવા લાગ્યો. એકદા એ બાલમુનિ અતિમુક્ત પ્રાતઃકાળમાં જ સુધાતુર થવાથી કેાઈ શ્રેષ્ઠીને ઘેર ગેચરી ગયા. ઘરના દ્વારમાં પ્રવેશ કર્યો, ધર્મલાભના મધુર શબ્દો કહ્યા. સવારના પહોરમાં જ ભુલક મુનિને પિતાના ઘેર આવેલા દેખી શ્રેષ્ઠીની પુત્રવધૂ હાંસી કરવા પૂર્વક બેલીઃ “કેમ અત્યારમાં અસુર થઈ ગયું? કેમ આટલી બાલ વયમાં સાધુ થઈ ગયા?” તેના પ્રત્યુત્તરમાં બાલમુનિવરે જણાવ્યું કે– “જે જાણું છું તે નથી જાણતે.” ત્યારે તે પુત્રવધૂએ મુનિવરને પૂછયું કે- “આપે શું કહ્યું? તે હું ન સમજી.” તરત જ અતિમુકત મુનિએ આશ્ચર્યકારી એવો અર્થ કહી બતાવ્યો. “હું જે જાણું છું તે મૃત્યુ (મરણ અવસાન) કોઈ પણ અવસ્થામાં બાલ, યુવાન યા વૃદ્ધ કઈ પણ વયમાં કોઈ પણ ટાઈમે થશે. માત્ર હું નથી જાણતો વહેલું કે મોડું.” આ પ્રમાણ ક્ષુલ્લક મુનિવરનો સાભિપ્રાય પ્રત્યુત્તર સાંભળી પુત્રવધૂ દિગમૂઢ બની ગઈ અને તેમની પ્રશંસા કરવા પૂર્વક પૂર્વે કરેલી હાંસીની ક્ષમા પ્રાથ. મુનિવરે ત્યાં
For Private And Personal Use Only