SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] પ્રભુશ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન. [ ૯૩ આ પૈકી “ અતરિક્ષામ્બર' મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણને ૪૭ મા પૃષ્ઠમાં, “ આશાબર', ૧૯ મા પૃષ્ઠમાં, “કાઠામ્બર', ૨૦ મા પૃષ્ઠમાં, “ગગનાબર’ ૨૫ મા પૃષ્ઠમાં, “દિક્પટ” ૨૦ મા પૃષ્ઠમાં અને દિગ્વાસસ’ ૪૫ મા પૃષ્ઠમાં અને “નગ્ન ” ૧૨ મા અને ૫૦ મા પૃષ્ઠમાં નજરે પડે છે. એવી રીતે “ આશામ્બર' શબ્દ ઉપદેશતરંગિણુમાં, “ આનંબર ' સંબોધસત્તરીમાં, “ ક્ષપણુક ' સ્યાદ્વાદરત્નાકર (પૃ. ૧૦૩) માં, “ગગનપરિધાન' ભાગવતમાં, “દિફપટ,” “દિગ્યસ' અને “દિશ્વસ્ત્ર' પ્રબન્ધ કેશના અનુક્રમે ૮૯ મા, ૧૩૩ ભા અને ૧૩૨ મા પૃષ્ઠમાં, “બડિય' વિશેસાવસ્મયભાસની ૨૫૫૨મી ગાથામાં અને “વિવસ્ત્ર શ્રીધરસેનકૃત કેશમાં નજરે પડે છે. આ પ્રમાણે મુદ્રિતકુમુદચ દ્રપ્રકરણનાં ૧૮ મા અને ૩૩ મા પૃષ્ઠમાં જે “શ્વેતાબર’ અને ‘દિગમ્બર’ એમ ઉભય શબ્દ વાપરેલા છે, તેના પર્યાયની સમૂળ નોંધ અત્ર હવે પૂરી કરી છે, અને સાથે સાથે આ લેખ પણ પૂર્ણ કરાય છે, પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખકઃ-આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી (ગતાંકથી ચાલુ) આશ્રવ એટલે સંસારને વધારનાર સમસ્ત દુખોને નોતરનાર સમસ્ત બંધનો આધાર અને આત્માની કેવલ તને દબાવનાર, અને ચારે ગતિના નાના પ્રકારનાં નાટકો ભજવનાર તરવ. તે આશ્રવ તવના સત્તર ભેદો ગત લેખમાં અવલોક્યા. હવે કાયિકી આદિ પચ્ચીસ ક્રિયાઓના પચ્ચીસ ભેદોનું વર્ણન કરવામાં આવે છે. १ अनुपरतानुपयुक्तभेदभिन्ना कायजन्यचेष्टा कायिकी । ૧ કાયાથી ઉત્પન્ન થએલી અનુપરત-અનિવૃત્ત-ચેષ્ટા કર્મ બંધનના કારણરૂપ ક્રિયા તે અનુપરત કાયિકી ચેષ્ટા કહેવાય. તથા અનુપગપણે કાયાથી થતી ચેષ્ટા-કર્મબંધના કારણભૂત ક્રિયાને અનુપયુક્ત કાયિકી ચેષ્ટા કહેવામાં આવે છે એમ કાયિકી ક્રિયાના બે ભેદ છે. આ ચેષ્ટા એકિન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય પર્યત, નરકથી લઈ સ્વર્ગ પર્યત સર્વ વ્યાપક છે; કારણ કે કોઈ પણ સ્થાન કાયોગથી શન્ય નથી. તેમાં અનુપરત ક્રિયા પ્રદુષ્ટ મિથ્યાદષ્ટિએ પર પરાભવને વિષય કરનાર પ્રયત્નરૂપ માત્ર શરીરથી પેદા થએલી હોય છે અને તેના સ્વામી અવિરતી મિથ્યાદષ્ટિ આદિ હોય છે. અને અનુપયુક્તા કાયિકી પ્રમત્ત સંયતિને અનેક કર્તવ્યોમાં ઉપયોગ શુન્ય વર્તતાં કેવલ કાયથી પેદા થએલ હેાય છે અને આને સ્વામી અનુપયોગી સાધુ હોય છે. २ संयोजननिर्वर्तनभेभिन्ना नरकादिप्राप्तिहेतुर्विषयशस्त्रादिद्रव्यजनिता चेष्टा अधिकरणिकी। ૨ સંજન અને નિર્તન એવા બે ભેદે કરી યુક્ત નરકાદિની પ્રાપ્તિનું કારણ વિષ સમ્રાદિ દ્રવ્યથી પેદા થએલી ચેષ્ટા અધિકરણિકી ક્રિયા કહેવાય. For Private And Personal Use Only
SR No.521552
Book TitleJain Satyaprakash 1939 11 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy