________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૫
ક્રિયારૂપ સાસુની પાસે જવા ઈચ્છતી નથી. તેમજ હવે હું બહિરાત્મભાવરૂપ અથવા મોહભાવરૂપ પિયરમાં જવાની નથી, હવે તો હું મારા અન્તરાત્મ પતિની શુદ્ધ સમતારૂપ શય્યા બિછાવીને પ્રીય એવા આત્મ સ્વામીની સાથે સદાકાલ આનન્દમાં રમણતા કરીશ. આનંદઘન એવા આનંદઘનજી મહારાજ કહે છે કે સમ્યગતિ અથવા ક્ષપશમ ભાવની શુદ્ધ ચેતના આ પ્રમાણે પિતાના આત્મ સ્વામીની સાથે રમણતા કરે છે. તો હે સાધુઓ, અન્તરાત્મા પરમાત્મારૂપ બનીને સિદ્ધમાં અનેક સિદ્ધ પરમાત્માઓની સાથે આદિ અનન્તમાં ભાગે મળે છે. અને ત્યાં સમયે સમયે અનન્ત સુખને ભાગ લે છે.
નહનવવાદ લેખા-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
(ગતાંકથી ચાલુ) ભગવાન મહાવીરનું વચન કદી મિથ્થા સંભવે? [ ગતાંકમાં આપણે “કરાતું એ કરાયું” એ મતમાં સંભવતા પાંચ દેષમાંથી પ્રથમ દોષનું સમાધાન જોયું, હવે મુનિઓ બીજા ચાર દોષોનો ઉદ્ધાર જે રીતે કરતા હતા તે અહીં વિચારીએ. ].
બીજા દોષનો ઉદ્ધાર- કરાતું એ કરાયું ' એમ માનનારને મતે ક્રિયાને વિરામ જ નહિ થાય, કારણ કે ક્રિયાના પ્રથમ સમયે જ ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થઈ ગયું, પછી જે ક્રિયા ચાલુ છે, તેને વિરામ કરનાર કાર્ય હવે થવાનું નથી; તેથી ક્રિયા સદાકાળ ચાલુ જ રહેશે પણ તેનો વિરામ થશે જ નહિ. એ પ્રમાણે જે બીજે દોષ આપવામાં આવેલ તે “ કરાતું એ કરાયું’ એ મતને આશય જે બરાબર સમજાય તો આપી શકાય નહિ.
જે પ્રથમ સમયે તમે ઘટરૂપ કાર્યની ઉત્પત્તિ ગણાવો છો, તે સમયે “કરાતું એ કરાયું’ એ મતમાં ઘટ માટેની ક્રિયા પણ શરૂ થઈ નથી. જ્યારે ક્રિયા જ નથી, તો કરાતું નથી અને કરાયું પણ નથી. હવે આ બીજો દેણ પણ સંભવતો નથી. પ્રથમ સમયે ઘટ ઉત્પન્ન થયો નથી, તેમજ તેને માટેની ક્રિયા પણ નથી, એટલે જ્યારે ક્રિયા જ નથી તો ક્રિયા ચાલુ જ રહેશે અને તેને વિરામ નહિ થાય એ સંભવતું નથી.
એમ કહેશો કે આ પ્રત્યક્ષ ક્રિયા દેખાય છે તે શું છે? તો આ જે ક્રિયા દેખાય છે તે ઘટને માટેની નથી પણ તે બીજા કાર્યની છે. ઘટ સિવાયનાં તે બીજાં કાર્યો કયાં? તો ઘટ થવા પહેલાં ધટને યોગ્ય એવાં અનેક કાર્યો થાય છે, અને તે કાર્યો માટે દરેક ક્ષણે નવી નવી ક્રિયા થાય છે, અને તે ક્રિયા નવા નવા કાર્યો ઉત્પન્ન કરીને વિરમે છે. એ પ્રમાણે ઘટ ઉત્પન્ન થવાના પૂર્વના જ ક્ષણમાં એક ઘટને યોગ્ય કારણ તૈયાર થઈ
For Private And Personal Use Only