SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિરાજ શ્રી અભયસૂતિ [ ટ્રૅક પરિચય ] લેખક—મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજી લીલીછમ વનરાજી, જળભર્યાં સરાવા, અજય કીલ્લાએ, મનેાહર હવેલી, બહાદુર માનવી અને ગગનચૂંબી દેવાલયેથી શાભતા માલવ દેશ પૃથ્વીના ગૌરવસમે હતા. એ માલવભૂમિ સિદ્ધસેન દિવાકર જેવા પ્રભાવશાળી સૂરીશ્વરા, ભતૃહરી જેવા યેગીશ્વરા, સવત પ્રવક વિક્રમ જેવા દાનેશ્વરી રાજવીએ, મુંજરાજ અને ભાજ જેવા વિદ્યાવિલાસી નરપતિએ, કાળીદાશ અને ધનપાળ જેવા કવીશ્વરાની જન્મભૂમિ છે. આ ગૌરવશાળી ભૂમિમાં, ભોજરાજની પાટનગરી ધારાનગરીમાં, નવાંગીટીકાકાર શ્રીમાન અભયદેવસૂરિજીના જન્મ થયેા હતો. તેમનું નામ અભયકુમાર હતું. તેમના પિતાનું નામ મહીધરશે અને માતાનું નામ ધનદેવી હતું. પુત્રનાં લક્ષણ પારણામાં એ યુક્તિને સત્ય કરી બતાવતા ન હોય તેમ અભયકુમાર બાલ્ય કાળથી જ પ્રતિભાશાળી અને સંસ્કાર સપન્ન હતા. એકદા ચાંદ્રકુળના શ્રીમાન્ વ માનસૂરીશ્વરજીના શિષ્ય શ્રીમાન જિનેશ્વરસૂરિજી વિદ્યાર કરતા કરતા ધારાનગરીમાં પધાર્યા. સમથ' સૂરિજીનું આગમન સાંભળી સમગ્ર જનસમુદાય મૂરિજીના ઉપદેશામૃતનું પાન કરવા તૈયાર થયા. આ વખતે મહીધર શેઠની સાથે અભયકુમાર પણ આવ્યો હતો. સૂરિરાજની વૈરાગ્યમય દેશનાની સુંદર છાપ અભયકુમાર ઉપર પડી અને કુમાર અભયને સંસાર કડવા ઝેર જેવા લાગવા લાગ્યા. આથી તે મુમુક્ષ બનવાની તૈયારી કરવા લાગ્યા. કુમાર અભય સંયમ ગ્રહણ કરવાના છે એ વાત જાણી માતાપિતાએ એમને સયમની દુષ્કરતા સમજાવી, કેટલાકાએ સાંસારિક ક્ષણિક સુખાની લાલચે બતાવી છતાં પણ કુમાર એકના બે ન થયા. અને માતાપિતાની આજ્ઞા મેળવી સયમ ગ્રહણ કરી શ્રી જિનેશ્વરસૂરિજીના શિષ્ય થયા. તેમનું નામ અભયદેવસુનિ રાખવામાં આવ્યું. સયમી બન્યા પછી તેઓ ગુરૂ મહારાજની શીતળ છાયામાં રહી જ્ઞાન અને ક્રિયા દ્વારા સયમની ઉન્નતિ સાધવા લાગ્યા. વિદ્યાની આરાધનાના પ્રતાપે તે ટૂક વયમાં પ્રખર વકતા થયા. પ્રખર વકતા અભયદેવ મુનિને, સેલ વરશની બાળ વયે જૈન જૈનેતર દર્શીનના પારગામી થયેલા જાણી, શ્રીમાન જિનેશ્વરસૂરીશ્વરે વિક્રમ સંવત ૧૦૮૮માં સૂરિપદથી અલંકૃત કર્યાં. શ્રીમાન અભયદેવસૂરિજી પણુ સુરિપદની મહત્તા સમજતા હતા અને તેથી તે હંમેશાં શાસનસેવા કરવામાં કટીબદ્ધ રહેતા હતા. એકદા રાત્રિના સમયે શાસનદેવીએ આવીને તેમને કહ્યું હે સૂરિજી, હાલમાં અગિયાર અગ મેાજુદ છે બારમું દૃષ્ટિવાદ વિચ્છિન્ન છે. એ અગિયાર અગાની ટીકા પૂર્વે બનાવેલી ૧ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી રચિત જૈનાચાર્ય નામની ખુમાં તેમનું નામ ( મેવાડના વડસજ્જ ગામમાં ) સાંગદેવ આપ્યું છે, માતા પિતાનુ નામ નથી આપ્યું. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy