SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહાકવિ હેમવિજયગgિ = ૨૯ ] આ કવિ વિક્રમીય સત્તરમી શતાબ્દીના અનેક મહાન કવિઓમાંના એક હતા. સાધારણ રીતે હીરવિજયસૂરિની શિષ્યપરમ્પરાના અને તે વખતના સમકાલીન સાધુઓ મોટે ભાગે વિદ્વાન અને કવિઓ હતા એમ તેમની પ્રાપ્ત થતી રચનાઓ ઉપરથી માલૂમ પડે છે. સંસ્કૃત ભાષા કરતાં સેળ, સત્તર અને અઢારમી સદીમાં ગૂજરાતી ભાષા સાહિત્ય જૈન કવિઓના હાથે વધારે ફૂલ્યુફ્રાવ્યું છે એમ કોઈ પણ સાહિત્યશૈધકને લાગ્યા વિના નથી રહેતું. આ કવિના કવિત્વ માટે ગૃહસ્થ કવિ ઋષભદાસ પણ પિતાના કુમારપાળ રાસ અને હીરવિજયસૂરિ રાસમાં મોટા કવિ તરીકેને ભાનભર્યો ઉલ્લેખ કરે છે. હંસરાજ વાછો દેપાલ માલ હેમની બુદ્ધિ વિશાળ. કુમારપાળ રાસ. | હેમવિજય પંડિત વાચાલ કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ –હીરવિજ્યસૂરિ રાસ. . ૧૦૮ છે હેમવિજય મેટ કવિરાજે –હીરવિજયસૂરિ રાસ. પૃ. ૨૭૪ | હેમ વડે કવિરાય –હીરવિજયસૂરિ રાસ. પૂ. ૩૦૨ / આ સિવાય તેમના ગુરુભાઈ શ્રી વિદ્યાવિજયગણના શિષ્ય શ્રી ગુણવિજયગણીએ પણ તેમના અધૂરા મૂકેલા “વિજયપ્રશસ્તિ’ નામના મહાકાવ્યની પૂર્ણાહુતિ કરી તેની અંતિમ પ્રશસ્તિમાં શ્રી હેમવિજયની વિદ્વત્તા અને કવિત્વનું મહત્તાભર્યું વર્ણન કર્યું છે. પ્રસ્તુત “કીર્તિકલ્લોલિની' કાવ્ય સંબંધે તે જ પ્રશસ્તિમાં તેમણે જણાવ્યું છે કે – ___“ स्वर्गकल्लोलिनीतुल्या कीर्तिकल्लोलिनी मता" ખરેખર આ કાવ્ય માટે રવર્ગગાની ઉપમા જરાય અતિશયોક્તિ વિનાની છે, એમ તેના વાચકને લાગ્યા વિના નહિ જ રહે. પ્રત્યેક પદ્યની ગગનવિહારિણી કલ્પનાઓ, મનહર ઉપમા, ઉલ્ટેક્ષાદિ અલંકારની સજાવટ અને રચનામાધુર્ય કે વિદ્વાન વાચકને મેઘદૂતાદિની રચનાઓને પણ ભૂલાવે તેવું આ ખંડકાવ્ય છે. આ કાવ્ય શ્રી વિજયસેન રિની સ્તુતિ રૂપે જ બનાવાયું છે; પણ કર્તાએ શ્રી વિજયસેનસૂરિના ચરિત્ર વિષેનો ઉલ્લેખ પ્રથમના બે શ્લોકોમાં તેમના કમા પિતા, રૂપશ્રી માતા અને ગૃહસ્થાવસ્થાનું જેસંગ નામ-સિવાય કંઈ પણ ચરિત્રદષ્ટિનું વર્ણન નથી કર્યું. ચરિત્ર માટે તે તેમણે વિજયપ્રશસ્તિ વગેરે ગ્રંથ બનાવ્યા જ છે. કવિની શ્રી વિજયસેનસૂરિ પ્રત્યેની પૂજ્યત્વે અને માનભરી જે દૃષ્ટિ છે તે તેમના અનેક કાવ્યોમાં પ્રતીત થાય છે. છતાં આ કાવ્યમાં તે તેમણે પિતાનું પ્રૌઢ કવિત્વ સુંદર લલિત ભરી રચનામાં વહેતું મૂકી શ્રી વિજયસેનસૂરિ પ્રત્યેની ભક્તિ બતાવવા સાથે આપણુ માટે એક અપૂર્વ કવિત્વ ભર્યો ગ્રંથ-વાર પી જનતાને ઋણિ બનાવી છે. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy