SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [ ૭૪ ]---- કર્મની ઘટના કોઈ અજબ છે. હજી મૃત પત્નીની યાદ તાજી હતી, ત્યાં પિતાએ ફરી હાથે મીંઢળ બાંધ્યાં. અને મહત્સવ પૂર્વક લગ્ન ક્રિયા થઈ. નવ વઘૂએ ઘરનો અધિકાર પિતાને હાથ ધર્યો. આમ દિવસો પર દિવસ પસાર થવા લાગ્યા. પિતા ધંધારોજગારમાં મશગૂલ બન્યા, પણ બાલક સુનન્દની કોણ સંભાલ લે! દિવસે દિવસે બાલક અનન્દ પર ઓરમાન માતાની અદેખાઈ વધવા લાગી. બાળક સુનન્દ એનાથી અત્યંત ત્રાસી ગયો. પણ કરે શું ? ગમે તેમ તોયે બચ્ચને ! કર્મ કેઇને છોડતા નથી. આમને આમ કેટલોક કાળ સુનન્દ પસાર કર્યો. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ એ હારમાલા તે અનાદિ કાળથી ચાલ્યા જ કરે છે. દરેક વસ્તુનો અંત હોય છે. બાલક સુનન્દના સભાગ્યનો કાળ પણ હવે નજીકમાં આવતે જતા હતા. એક સમયે સુનન્દ પોતાના મિત્ર સુબુદ્ધિ સાથે એકાન્તમાં સુખ દુઃખની વાત કરી રહ્યો હતે. વાત કરતાં સુનન્દની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, તેના વદન-કમલ પર ગ્લાની ભાસતી હતી. આ જોઈ સુબુદ્ધિની આંખમાં પણ જલજળીયાં આવી ગયાં. છતાં તેણે હૃદયને કઠેર કરી સુનન્દની સર્વ હકીકત સાંભળી લીધી. સુબુદ્ધિ બુદ્ધિને ભંડાર હતો, હૃદયને ગંભીર હતા, સાચી સલાહનો આપનાર હતો, વીતરાગ ધર્મના અવનવા ભાવે તેના હૃદયમાં પીધેલા હતા. તેણે સુનન્દને આશ્વાસન આપવા અને સન્માર્ગમાં લાવવા એક માર્ગ શોધી કાઢો. તે બોલ્યો : હે સુનન્દ, આપણને જે કાંઈ દુઃખ સહવાં પડે છે, તે આપણું પૂર્વે કરેલાં પાપકર્મને જ આભારી છે. બીજા તે માત્ર નિમિત્તભૂત છે. સારા મનુષ્યનું તે એ જ કતવ્ય છે કે અન્ય ઉપર આરોપ ન મૂકતાં, પિતાના પૂર્વ કૃત દુષ્કર્મ પર જ આરોપ મૂકો. આથી સુનન્દનું ક્ષુબ્ધ અંતર શાંત થયું. તેણે કહ્યું ભાઈ અત્યારસુધી હું એ ન સમજો, આપે મારા ઉપર પરમ ઉપકાર કર્યો, હવે મારા દુષ્કર્મોને જેમ જલદી અંત આવે એવો કોઈ માર્ગ બતાઓ ! તેના પ્રત્યુત્તરમાં ધર્મલીન સુબુદ્ધિએ સૂચવ્યું – હે સુનન્દ, દુષ્કર્મને અંત આણવા માટે આપણાં શાસ્ત્રોઆપણુ ગુરૂઓ કહે છે કે–તપ એ અદ્વિતીય શસ્ત્ર છે, જેની તુલનામાં અન્ય એક પણ શસ્ત્ર આવી શકતું નથી. કોડ વર્ષનાં કરેલાં કર્મો પણ એ તપ રૂપી શસ્ત્રથી હણાઈ જાય છે. આપણું તરનતારન તીર્થકરે, શ્રમ, યોગીઓ વગેરે એ જ તપ રૂપી અદ્વિતીય શસ્ત્રથી સકલ કર્મ ચકચૂર કરી મુક્તિ-મહેલમાં બિરાજ્યા છે. હે સુનન્દ ! તું એ તપની સમ્યફ પ્રકારે આરાધના કર, ગમે તેવાં કઠીન કર્મો તેનાથી લય પામશે. સુબુદ્ધિના આ બેધથી સુનન્દના હૃદયમાં કઈ અને ચમકાર થયો. તેણે તપશ્રય કરવાનો નિશ્ચય કર્યો. અને પુરૂષોની જેમ તુરત જ તેને અમલમાં મૂકી દીધો. તપશ્ચર્યાથી જાણે તેને જીવ રંગાઈ ગયો હોય તેમ જ્યારે જ્યારે પર્વના દિવસો આવે ત્યારે ત્યારે તે યથાશક્તિ અવસ્ય તપશ્ચર્યા કરતે. પ્રાણાંત કષ્ટ પણ પર્વતિથિને મેળેગતો નહીં. હવે તેને એરમાન માતાનું દુઃખ સાલતું નહતું. જ્યારે એવા દુઃખમય પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેણીના પર રોષ ન કરતાં પિતાના પૂર્વકૃત દુષ્કર્મને જ તે નિન્દ. આમને આમ સુનન્દને કેટલોક કાલ પસાર થઈ ગયો. પરમ પવિત્ર પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ સમીપમાં આવવા લાગ્યા. આ પર્વની For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy