SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૯ ] હેમચંદ્રાચાર્યના વિકાસનાં નિમિત્તે [ પર૩] આ ઉપરથી તે સમયની દીક્ષા લમકુંડળી નીચે પ્રમાણે બને છે – રે ક - આ લકુંડલીમાં ધર્મસ્થાનમાં વૃષને ચંદ્ર ઉચ્ચને થઇને રહેલ હેવાથી નવીન ધર્મસ્થાપન કરાવે અથવા ધર્મમાં જાગૃતિ લાવી ધર્મની પ્રગતિ કરાવે. છ શત્રુ સ્થાનમાં રહેલા સૂર્ય અને મંગળથી ગમે તેવા મહાન પ્રતિસ્પર્ધિએ તેમની છાયામાં દબાય અને તેમના કાર્યમાં કઈ પણ ખૂલના કે પ્રતિકૂળતા ન કરી શકે. આઠમા આયુર્ભુવનમાં રહેલ શુક્રથી અને તેના અધિપતિ મંગળ છઠ્ઠા શત્રુ ભુવનમાં હોવાને કારણે ચિરસમયસુધી નિવ્યબાધપણે સંયમી જીવન જીવે. લગ્નમાં ગુરૂ મિત્રના ઘરમાં બળવાન થઈને રહેલ હોવાને કારણે સુર્યતુલ્ય એજરિવતા બૃહસ્પતિસદશ પ્રતિભા અને શીધ્ર નવીન શાસ્ત્ર રચવાની શક્તિ સમ. ઉપર્યુક્ત લોકમાં પાંચ ગ્રહોનાં સ્થાને દર્શાવ્યાં છે, તે સિવાયના ચાર ગ્રહે તે સમયે કયા સ્થાનમાં હોય, તે સમય મળ્યે સ્પષ્ટ કરી તે સમ્બન્ધમાં પ્રકાશ પાડવાનું રાખ્યું છે. આવા શુભ મુહૂર્તે ચાંગદેવને તેમના પિતાએ સંવત ૧૪૫૦ માં પાહિણીને બોલાવી, મહત્સવ પૂર્વક દીક્ષા અપાવી. આ વખતે ગુરૂ મહારાજે તેમનું સેમચંદ્ર એવું નામ સ્થાપન કર્યું. વિશેષમાં તે અન્યમાં આગળ સેમચંદ્રના આચાર્ય પદ વખતે પણ તે સમયના પ્રસિદ્ધ જ્યોતિર્વિની સાથે વિચારણા કરી, શુભ મુહૂર્તે આચાર્ય પદ અર્પણ કર્યાને જે ઉલ્લેખ છે કે, તે સમયે મુહૂર્ત ઉપર કેટલું ધ્યાન આપવામાં આવતું હતું, અને તે પ્રગતિમાં કેટલું ઉપયોગી થતું હતું, તે સવજાવે છે. સિદ્ધરાજનું સ્વદેશાભિમાન શ્રી હેમચંદ્રસૂરિજીએ રચેલ સર્વદેશીય સાહિત્ય કેવળ ગુજરાતને નહિ પણ આર્યાવર્તને મગરૂર બનાવે તેવું છે. સાંભળવા પ્રમાણે એક યુરોપીય વિદ્વાન્ 3. પિટર્સને પુનાની ડેકન કેરોજના બ્રાહ્મણ વિદ્યાર્થીઓ સમક્ષ શ્રી હેમચંદ્રાચાર્યને પરિચય આપતાં જણાવ્યું હતું કે “હે ભારે હાલા વિદ્યાથીઓ, આજે હું તમારી સમક્ષ એક મહા પુરૂષનું ચરિત્ર કહેવા ઉપસ્થિત થયો છું. જો કે તે મહાપુરૂષ તમારા ધર્મના ન હતા પણ તેટલા જ માટે તમે તેમનું જીવન સાંભળવા ઉપેક્ષા ન કરતા. કારણ કે તે તમારો દેશ જે હિંદુસ્તાન તેના કેહિર સમાન હતા.” તે સાહિત્યની ઉત્પત્તિમાં સિદ્ધરાજ જયસિંહની સક્રિય પ્રેરણું અનન્ય નિમિત્ત છે માળવાના વિજય પછી, અવંતીના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ પુસ્તક કયા વિષયના છે તે સમ્બન્ધમાં ત્યાં નિયુક્ત કરેલ પુરૂષને પૂછતાં તેઓએ જણાવ્યું કે “આ વિદ્વાનોમાં શિરોમણિ એવા ભાલવપતિ ભેજાજનું બનાવેલ ભેજ વ્યાકરણ નામનું શબદશાસ્ત્ર છે. બીજા પણ ભેજરાજાએ રચેલ અલંકાર, નિમિત્ત, તર્ક વગેરે www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy