SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] શ્રી જેને સત્ય પ્રકાશ [ ૧૪ જેમનાં વચન ઉચ્ચ દરજજાનાં છે એવા. સર્વ ભવ્ય જીવોને અનુકૂલ નસીબ સમાન અથવા દેવગુરૂ વિષે શ્રદ્ધાવાળા શ્રાવક તથા મુનિઓમાં શ્રેષ્ઠ અધેવા દેવામાં શ્રેષ્ઠ ગણુએલા બ્રહ્માની પેઠે કરૂણાવાળા અથવા પરમાત્મા શ્રીવીતરાગને જ દેવ માનવાવાળા શ્રી કુમારપાળ રાજાથી માહાતમ્ય અને આબાદી મેળવેલા. અથવા નમસ્કાર કરવા આવેલા સાધુઓ અને શ્રાવકે ઉદય કરનાર. અથવા કેટયાધિપતિ શ્રીમંત શ્રાવકેથી પ્રતિષ્ઠાને પ્રાપ્ત થએલા. અથવા વૈષ્ણએ પ્રણામ કરતી વખતે પૂજ્ય માનવાથી પ્રતિષ્ઠા અને ઉદય પ્રાપ્ત કરેલ. અથવા મહાકાળ સોમનાથ વગેરે તીર્થોમાં પ્રતિષ્ઠિત મહાદેવની પેઠે ઉદય મેળવેલ. અથવા અણિમાદિ અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત કરેલ હોવાથી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજને લોકો સાક્ષાત્ મહેશ્વર માનતા હતા. અથવા ભૌતિક, તાપસ વગેરે દાર્શનિકોમાં પ્રતિષ્ઠા મેળવેલ, અથવા કારૂણિક હેવાથી બૌદ્ધની પેઠે ઉદય સંપન્ન અથવા ધનદ કુબેરની પેઠે દાન દેવાની વેળાએ ભંડાર હોવાથી અભ્યદય મેળવેલા અથવા સમુદ્રની પેઠે મર્યાદા ઉલ્લંઘન નહિ કરનાર અને ગંભીર હોવાથી અભ્યદયવાળા. અથવા શુકલ પક્ષના ચંદ્રની પેઠે પોઢતા પ્રાપ્ત કરેલા. અથવા ઈંદ્ર પડે પરમેશ્વર્ય સંપન્ન. અથવા પરમતરૂપી અંધકાર ટાળવાથી પ્રાપ્ત કરેલ છે માહાસ્ય અને પ્રતાપને ઉદય જેમણે એવા. અથવા બૃહસ્પતિની જેમ બુદ્ધિ વિજ્ઞાન ધરાવતાર. એ જ પ્રમાણે મેરૂ, કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ, લક્ષ્મી, સરસ્વતી વગેરે સલ પદાર્થોની વિચારણા કરવાથી અનંત અર્થે થઈ શકે છે. તયા સજજન પુરૂષના હૃદયને અભિપ્રેત સુંદર કાર્ય કરનાર. અને યુગપ્રધાન હોવાથી આચાર્યના (૩૬) છત્રીસ ગુણેની યુક્ત. (૧૦) વાલ્મટ મંત્રી વર્ણન તથા આ જિનાલય વાડ્મટ મંત્રી સાથે સમાનતા ધરાવે છે. કે છે વાક્યુટ મંત્રી? વેદક્તિઓ અથવા જૈન સિદ્ધાંત સાંભળવાથી ગંભીર. શ્રતધરજ્ઞાનીઓથી, અને શત્રુ ઉપર પણ અચિંતિત ઉપકાર કરવારૂપી સકર્તવ્યથી સમગ્ર દુનિયામાં પ્રખ્યાતિ મેળવેલ. મુનિઓને વસ્ત્ર, પાત્ર, શયન, આસન, ઔષધ અને પુસ્તકાદ દાન આપનાર, સારા માણસેથી આનંદ પામનાર, અને દયા, દાન, દાક્ષિણ્ય, ગાંભીર્ય તથા સ્વૈર્ય, ઔદા, સૌન્દર્ય આદિ અનેક ગુણે રૂપી રનોની નિવાસભૂમિ (રોહણગિરિ, સમાન, આ પ્રમાણે ત્રણ અતિહાસિક ઉલ્લેખમાં તેઓ શ્રી એ પરમહંતુ કુમારપળ પરમાત્માશ્રી વીતરાગને જ દેવ માનવાવાળા શ્રી કુમારપાળ રાજાથો ” સધન કરવાથી એમ સાબીત થાય છે કે આ કૃતિની રચના કુમારપાળ રાજાએ જૈનધર્મનાં બારતે ઉર્યા પછીથી થએલી છે અને શ્રી હેમચંદ્રસૂરિ, કુમારપાળ રાજા અને વાડ્મટ મંત્રીની હયાતિમાં જ એટલે વિ. સં. ૧૨૦૦ અને વિ. સ. ૧૨૩૦ ની વચ્ચેના જ કઈ સમયમાં જ રચાએલી છે. વળી આ શબ્દ, કેટલાક લેખક તરફથી જે એમ સમજાવામાં આવે છે કે કુમારપાળ રાજાએ જૈનધર્મને સ્વીકાર કરવા સંબંધી તેના સમકાલીન પુરાવાઓ મલી આવતા નથી, તે વાતને ગલત સાબિત કરે છે, કારણ કે એમ ન હોત તે આકૃતિના લેખકને ઉપરના શબ્દોનો ઉપય કરે ન પદ્ધ, પરંતુ તેને બદલે બીજા જ શબ્દને ઉપયોગ કરે પડત. વળી લેખક પોતે શ્રી હેમચંદ્રસૂરિ ના જ #િષ્ય હોવાથી આ ઉલેખ વધારે પ્રામાણિક કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy