SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ સામર્થ ધરાવતા હોય તે પણ તેઓએ, ૧ અર્થપતિ એટલે ધનનું અમેય બળ ધરાવનાર, ૨ નૃપતિ-સત્તાધીશ, ૩ પ્રબળ અને સમર્થ લોકમતને ધરાવનાર, ૪ ગુરૂ-વડિલ જન, ૫ નીચ અને ૬ તારવી, આટલાઓની સાથે ધર્મવાદ કરવાની ઈચ્છા ધરાવવી એ અગ્નિમાંથી શીતતા જન્માવવા જેવું સાહસ કહી શકાય. કેમકે આ ઉપર્યુકત વાદીઓની સાથેના વાદમાં તત્વચર્ચા એ અમૃતરૂપ નહિ બનતા ઝેરરૂપે પરિણમે છે. એટલે એ ધર્મવાદથી નવી જ અનર્થપ્રદ પરિસ્થિતિ જન્મવા પામે છે; એથી “ામ છતાં મૂઠ નિઃ” જેવું જ કાંઈ બનવા પામે. કારણ કે ઉપર્યુકત સ્થિતિના આત્માઓ, ધન, સત્તા અને પક્ષબલના પ્રબલ જેરે ઉન્મત બની સાચા અને સરળ ધર્મવાદને ભદ્રિક જનસમાજની દાષ્ટએ ખૂટે અને અલ્પ મૂક્યને કરી શકવાની સ્થિતિવાળા હોય છે. એટલે એકદરે આવાઓ કે જેઓ ધન, સત્તા અને પક્ષબલના ગે વિવેક રહીત તેમજ ઉદંડ બની રહ્યા છે; તેવાએ ધર્મવાદના અધિકારી કોઈ કાળે હેઈ શકે જ નહિ. વાદ વિશેની ગેરસમજો દૂર થવી જોઈએ એ રીતિ વાદ વિના આટલા લંબાણ વિવેચનના અને ઉપસંહાર તરીકે એ વસ્તુ પુનઃ સ્પષ્ટ કરવી રહી કે શુષ્કવાદ અને વિવાહ, એ જૈનદર્શનમાં વાવાભાસ તરીકે અને તત્વચર્ચા માટે તદન હેય કોટિના છે. તત્ત્વને હમજવા કે હમજાવવા કોઈ પણ જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષો આ વાદાભાસ-વાદના વિકૃત સ્વરૂપભૂત બને વાદોને આશ્રય શધે જ નહિ; અને એવા વાદીઓની સાથે વ્યર્થ જીભ-જેડી કરવા કરતાં મનને જ વધુ પસંદ કરે. કદાચ કોઈ એવી જ પરિસ્થિતિમાં, ભકિક જનસમાજ તદન આડે રસ્તે ન દેરવાઈ જાય, એ બુદ્ધિથી કોઇ ગીતાર્થ મહાપુરૂષ, શાસન પ્રભાવનાને માટે અમૂક પ્રકા ના વાતાવરણને હમજી, આવા વાદીઓ સાથે વાદ કરે તો પણ તે અપવાદ માર્ગ જ કહી શકાય, અને એને ઉગ અમૂક જ કરી શકે. બાકી સામાન્ય પ્રભાવકો માટે તે રાજમાર્ગ તરીકે આ બન્ને વાદે નિષિદ્ધ છે. છેલ્લે ધર્મવાદ એ જ સાચે ઉપકારક અને સ્વ-પર હિતૈષી વાદ છે એ વિશે બે મત છે જ નહિ. માટે શકિતવાન, સમર્થ પ્રભાવક પુરૂ, દેશાદિના વાતાવરણને લક્ષ્યગત કરી આ તત્વવાદ કરી શકે છે. એકન્દરે આ રીતિયે જૈનદર્શનમાં વાદ તરીકે સામાન્ય ત્રણેય વાદેનું સ્થાન છે, પણ એ વાદમાં પૂર્વના બન્ને વદે હથકોટિના તેમજ વાસ્તવિક રીતિ અનુપયોગી છે; અને એટલે જ એના સ્વરૂપને રહમજી એનાથી દૂર રહેવાને જ આગ્રહ રાખો. જ્યારે છેલ્લે ધર્મવાદ એ ઉપાદેય કોટિને હેવાથી એના પ્રત્યે આદરભાવ રાખવે. આ વસ્તુ આ લખાણ વિવેચન દ્વારા સ્પષ્ટ થાય છે. પ્રાતે હું ઇચ્છીશ કે સૌ કોઈ અર્થી આત્માઓ, વાદના આ વિકૃત સ્વરૂપભૂત વાદાભાસને હમજી એનાથી દૂર રહે અને ધમવાદ વિષે આગ્રહ-ભમત રાખવાપૂર્વક તત્વચર્ચાના મહત્ત્વને સમજતા શીખે. આ પરિસ્થિતિ જન્મવા પામે તે જરૂર વાદ વા તત્વચર્ચા વિષેની અત્યારની ગેરસમજો દૂર થવા પામે, તેમજ અત્યાર સુધી સમાજમાં વાદ યા તત્ત્વચર્ચાને માટે જે અણગમે યા ઉપેક્ષાભાવ દેખાડવામાં આવે છે, તે અવશ્ય અટકવા પામે. શાસનદેવ સોને સદબુદ્ધિ સમ ! www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy