________________
{ ૪૨ ]
શ્રો જૈન સત્ય પ્રકાશ
૧ વર્ષ ૪
કાલાંતરે કલિકાલના માહાત્મ્યથી વ્યતી કેલપ્રિય, અને અસ્થિર ચિત્તવાળા હોય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સૂરત્રાણુ સાહાવદીને ( શાહબુ દીન ઘેરી સભવે ) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયકદેવ સાવધાન થયે તે Àરાજનું મિથ્યા કાય તેને તેને આંધળા કર્યાં, યહી વસન વગેરે ચમત્કાર દેખાડયા. જેથી સુરત્રાણે ફરમાન કાઢ્યું કે આ દેવમંદિરને કાઇએ ભંગ ન કરવા. ( અર્થાત્ મંદિર અડિત જ રાખવુ. )
અધિષ્ઠાયકદેવ મંદિરછમાં મૂલ નાયક તરીકે અન્ય મખની સ્થાપનાને સહુન નથી કરતા માટે શ્રી સંધે બીજું બિંબ ન સ્થાપ્યું,↑ ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવા પ્રત્યક્ષ દેખાય છે.
દરેક વર્ષે પોષ વદી દશમે-શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે–ચારે દિશામાંથી શ્રાવક સંધ આવે છે, અને હવષ્ણુ, ગીત, નાટક, વાજિંત્ર, પુષ્પાભર, ઈન્દ્રધ્વજ વગેરેથી મનેહર યાત્રાત્સવ કરતાં, શ્રી સંધની પૂજા વડે શાસન પ્રભાવના કરતાં દૂષમકાલનાં દુઃખા ( વિલાસા) દુર કરે છે અને ધણું સુકૃત સભાર એકઠી કરે છે-પુણ્ય સંચય કરે છે. આ ચૈત્યમાં ધરણે, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયક દેવ વિદ્યો દુર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે.
હું જે ભવિકજનો સમાધિ પૂર્વક રાત્રે રહે છે તે અહીં ચૈત્યમાં હાથમાં સ્થિર દીપકને ધરનાર અને હાલતા ચાલતા માણસા-આકૃતિને જૂએ છે.
જેમણે આ તીર્થની યાત્રા કરી છે. તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહા તીર્થં ભૂત કલિકુંડ, કુકકુડેસર, સિરિપત, સપ્તેશ્વર, સેરીસા, મથુરા, અણુારસી બનારસ, અહિચ્છત્રા, રથભઙ્ગ ( ખંભાત ), અજાહર, ( અજારા પાર્શ્વનાથ ), વરનયર, દેવપટ્ટ, કરેડા, નાગહદ, સિરીપુર અંતરીક્ષ પાર્શ્વનાથ ), સમિર્માણ ( સમી પાર્શ્વનાથ ), ચારૂપ, દ્રિપુરી, ઉજેણી, સુહૃદતી, હરીક ખી, લિડીયા વગેરે તીથ સ્થાનોની યાત્રા કરી છે એન સંપ્રદાયના પુરૂષ! માને છે. અર્થાત્ જે મહાનુભાવે ક્ષેાધી પાર્શ્વનાથની યાત્રા કરી તે મહાનુભાવ ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમ વૃદ્ધ પુરૂષો માને છે. આ પ્રમાણે કલાધીપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાયચ્છના કલ્પ સાંભળનાર ભવિકોનું કલ્યાણુ ચા. ૧
इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्धि पार्श्वविभोः
ik
આ પ્રમાણે આપ્તજનના મુખથી સાંભળીને, સપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભુસૂરિજીએ આ કલ્પ બનાવ્યું। શ્રી જિનપ્રભસૂરિજીએ સ. ૧૩૮૯ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે.]
[ ચાલુ ]
૧ મુસલમાન બાદશાહે મૂલનાયકજીની મૂર્તિ ખંડિત કરી ક્રન્તુ મંદિર તાયુ ન હતું. દેવના ચમત્ક્રાથી તેણે મંદિર ન તાડયું. અને અધિષ્ઠા દેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મૂલનાયકજી તરીકે બિરાજમાન કરી અર્થાત્ જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી અમ ધાષસૂરિજી સ્થાપિત અને પાછળથી મુસલમાનેએ ખંડિત રેલી મૂર્તિ જ મૂળનાયક તરીકે Jain Ecrવર્ધમાન જુતા,જેના ચમકારા ગ્રંથારે નજરે તે એમ શખે છે.
www.jainelibrary.org