SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ - એ વિચાર્યા જેવું છે, કેમકે મારે મારું હિત કરવું છે એટલે બીજાને રોકવું નકામું છે. તેમ મારા શરીરને શેકવું પણ ઠીક નથી કેમકે આ મુનિએ પણ શરીર રોક્યું હતું નહિ. તેઓ બેલતા ચાલતા હતા. આમ ઈનિઓનાં કાર્યો વિદ્યમાન છતાં કર્મબંધન થાય એમ બને નહીં-ત્યારે મને મુનિએ સંવર કરવાને ઉપદેશ શા માટે આપ્યો? માટે હજી આની અંદર કંઈક રહસ્ય હોવું જોઈએ એમ વિચાર કરતાં તેને જણાઈ આવ્યું. અરે, આ પાંચ ઈદ્ધિ અને મનની શુભ અને અશુભ એમ બે પ્રકારે પ્રવૃત્તિ છે, માટે મારે અશુભ માર્ગમાં દેડતી ઈદ્રિ અને મનને રોકવાનાં છે. આવી રીતે તેણે હાથથી ખડગ અને મસ્તક દુર ફેંકી દઇને સંવર આદર્યો. ત્રીજા પદમાં વિવેક છે. વિવેક એટલે પિતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું છે અને પારકું શું છે, તે તે ભારે અવશ્ય જાણવું જોઇએ. વિચાર કરતાં તેને જણાયું કે-જ્ઞાનાદિ ગુણવાળો જે આત્મા તે હું, અને મારાથી ભિન્ન જે દેહાદ તે પારકું. તેમજ જ્ઞાન દર્શન અને ચરિત્રની ઉન્નતિ યોગ્ય છે કે તે અંગીકાર કરવાં. તેનાથી વિપરીત સ્વભાવવાળાં જે કૃત્યે તેને ત્યાગ કરવો એ વિવેક આ પ્રમાણે તે વિવેકમાં આરૂઢ બન્યો. આ બાજુ સુસુમાના લેહીથી રંગાયેલા તેના શરીર ઉપર કીડીઓ ચડીને વંશવા લાગી. તે પણ એટલી બધી ભેગી થઇને લોહી ચૂસવા માંડી કે થોડા ટાઈમમાં તેનું શરીર શેષાઈ ગયું, એટલું જ નહિ પણ તે શરીરમાં એટલા બધાં દ્ધિો પડ્યાં કે તેથી શરીર ચાળણના સરખું થઈ ગયું. છતાં પણ ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેકમાં આરૂઢ બની કીડીઓનાં શને મીઠા ભાવે સહન કરવા લાગ્યો. અને પોતે કરેલાં ઘેર પાપોની પાસે આ દુઃખને અલ્પ માનીને સમાધારી બને. આવી રીતે અઢી દીવસ સુધી ત્યાં જ ઉભા રહી આયુષ્ય પૂર્ણ કરીને મહાત્મા ચિલાતીપુત્ર દેવલોકને વિષે ગયા. ત્યાંથી અવી મનુષ્યભવ પામીને અક્ષય પદને પામશે. આપણે પણ મહાત્મા ચિલાતીપુત્રની જેમ ઉપાશય, સંવર અને વિવેકના સત્ય સ્વરૂપને ઓળખી આત્મોન્નતિમાં ઉદ્યમશાળી બનીને એ જ શુભેચ્છા ! ભૂરિ ભૂરિ વંદના હે, સાત્વિક શિરોમણિ ભાવસંયમી મહાત્મા ચિલતીપુત્રને ! અભિપ્રાય અમદાવાદમાં શ્રી મુનિસંમેલનના સ્મારકરૂપે આ પત્ર વગર ખંડને અને | વિરોધ પ્રગટ થાય છે. વિદ્વાન મુનિમહારાજેના લેખે પણ આમાં આવે છે, આ પર્યુષણ પર્વને વિશેષાંક ખાસ વાંચવા જેવો છે, ભગવાન મહાવીર પ્રભુની ભાવવાહી છબી આ અંકમાં આપી તેની સુંદરતામાં વધારે કર્યો છે. લેખ પણ મનનીય છે. –શ્રી આત્માનંદ પ્રકાશ ફેબ્રુઆરી ૧૯૪૯ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy