SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અક૭] જૈનદર્શનમાં માંસાહારની ઉમણા કહેવામાં આવે કે જેનું કારણ અલૌકિક હોય તે કાર્ય પણું અલૌકિ કહેવાય, અર્થાત કારણમાં રહેલ જે અલોકિકત્વ તેને કાર્યમાં ઉપચાર કરીશું. તે આ પણ વ્યાજબી નથી, કારણ કે આનું કારણ તેજોલેસ્યાસમ્બધી તેજ:પુંજ છે અને આ પુંજ લેકે દેખી શકે છે માટે અલૌકિક નથી. આ પુંજ જનતા દેખી શકે છે તેને માટે ઉત્તરાધ્યયનસૂનના ચિત્રસંભૂતિ અધ્યયનની વૃત્તિ જોઈ લેવી. કદાચ એમ કહેવામાં આવે કે આ તેજ:પુંજ પણ તપજન્ય વિશિષ્ટ શક્તિથી જ ઉપયોગમાં લઈ શકાય છે અને આ વિશિષ્ટ શક્તિ અલૌકિક છે માટે તેજ:પુંજ પણ અલૌકિક અને આ તેજ:પુંજના સંસર્ગથી થયેલ પિત્તજવર તે પણ અલૌકિક છે. આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે આમ માનવામાં સારાંશ એ આવ્યો કે પિતાના કારણનું પણ કારણ અલૌકિક હેય તે પોતે અલૌકિક કહેવાય છે. અને તેમાં વૈદ્યક પ્રક્રિયા કામ આવી શકતી નથી. આ સારાંશ કોઈ પણ રીતે ઘટી શકે તેમ નથી. જેમ કેઈ માણસે પાપકર્મના ઉદયે કુપ સેવ્યું અને તાવ આવ્યો. આ સ્થલમાં તાવનું કારણ કુપથ્ય અને તેનું કારણ પાપકર્મ, આ પાપકર્મ અલૌકિક હોવાથી આ તાવ પણ અલૌકિક કરશે, અને અલૌકિક માનવા જતા વેધક પ્રક્રિયાથી ફાયદો ન થવું જોઈએ અને થતે દેખીએ છીએ. ઉપર જણાવેલ પ્રકરણના પરિચયથી પાઠકગણ સમજી શકશે કે વિવાદગ્રસ્ત શબ્દને કાળાપાક અને બિજોરાપાક અર્થ કર ઉચિત છે. કદાચ કાઈ આગ્રહવશ બની માંસાહારને લગતે જ અર્થ લેવા લલચાય તે તે યુકત નથી, કારણ કે તેમાં દરેક શબ્દની સાર્થકતા થઈ શકતી નથી અને વાયાર્થ બાધિત છે. જુઓ કતને અર્થ કબૂતર લેવામાં આવે તે શરીર શબ્દ નકામ પડે છે, કારણ કે બે કબૂતર તૈયાર કરેલ છે, એ વાત જણાવવાની છે. શરીર શબ્દ સાથે જોડાયેલ હોવાથી બે કબુતરનાં શરીર તયાર કર્યો છે એ અર્થ થાય, અને શરીરમાં તે પિંછાં ચાંચ પગ વગેરેનો પણ સમાવેશ થાય છે, અને તેને ઉપયોગ હે શકતો નથી. વનસ્પતિને લગત અર્થ લેવામાં કોઈ પણ શબ્દ નકામે પડતું નથી તેમજ વાકયાર્થ પણ અબાધિત રહે છે, કારણ કે કબૂતરના શરીર જેવા વર્ણવાળાં બે કેળાં તૈયાર કરેલ છે, એવો અર્થ લેવાય છે. તથા કુકકુટમાંસ શબ્દને કુકડાનું માંસ એ અર્થ લઈએ તે ભારત જે વિશેષણ છે તેનો સંબંધ ઘટી શકો નથી. કારણ કે મારકૃતને સીધો અર્થ તે એ નીકળે છે કે બિલાડે બનાવેલું, અને કુકડાનું માંસ કોઈ બિલાડે બનાવેલ નથી, પરંતુ કુકુડાના જીવે જ શરીર બાંધતા સાથેસાથ બનાવેલ છે. કદાચ એમ કહેવામાં આવે કે માજરત–એટલે બિલાડે મારેલું તો પણ ઘટી શકતું નથી. કારણ કે કુકડાના માંસને કાંઈ ભરવાનું હોઈ શક્યું નથી, હિતુ કુકડાને મારવાનું હોય છે. કદાચ એમ કહેવામાં આવે કે ભારતનો અર્થ મિલાડ મારેલ એ જે થાય છે, તેનો સંબંધ કુકકુડમાંસમાં નહિ કરતાં એક વિભાગ જે કુકકુડ તેમાં કરીશું. ત્યારે અર્થ એ થશે કે બિલાડ મારેલ જે કુકડે તેનું માંસ. આ વાત પણ વ્યાજબી નથી, કારણ કે વિશેષણને વિશેષ્યના એક દેશમાં સંબંધ થઈ શકતો નથી. જેમ “વિનયયુકત રાજપુત્ર” આ સ્થળમાં વિનયુક્ત એ વિશેષણ - છેતેનો સમ્બધ રાજપુત્રમાં થતો હોવાથી રાજપુત્ર વિનયવો છે, એ અર્થ Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy