SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શનમાં માંસાહારની જમણા [૪ર૯ ] આવી અશુચિમય માંસ જેવી વસ્તુ શુદ્ધ દ્રવ્ય હોઈ શકે નહિ અને ભગવતીસૂત્ર શુદ્ધ વધુ દાનમાં આપી હતી તેમ જણાવે છે માટે માંસ લઈ શકાય નહિ. તથા રેવતીએ કઈ રીતે દાન આપ્યું તેના સંબંધમાં ભગવતીજીનું ૧૫મું શતક જણાવે છે કે “પત્તા ત’ પાત્ર દુરિ પ્રથમ ભાજનને છોડે છે, અર્થાત સીકેથી નીચે ઉતારે છે અને પછી દાન આપે છે. તે આવી આહાર તરીકેની નહિ પરંતુ વિશિષ્ટ કેળાપાક યા બિજોરાપાક જેવી વસ્તુ હેવી જોઈએ. લેનાર કેણ? આના જવાબમાં જણાવવાનું જે સિંહ નામના અણુગાર હતા, જેઓ મહા તપાવી હતા, નિર્જલ છઠને પારણે છઠ કરી માલુકા વનની પાસે ઉંચા ભાગમાં ઊર્ધ્વબાહુ કરી સૂર્યની આતાપના લેતા હતા. જ્યારે સામાન્ય મુનિને પણ માંસવાળા સ્થળમાં ગોચરી જવાને નિષેધ છે તે પછી આવા પવિત્ર અણગાર માંસવાળા ઘેર જાણી બુઝીને ગોચરી જાય અને તે લાવે એ વસ્તુ બિલકુલ સંભવિત નથી, કિન્તુ બિજોરાપાક માટે ગયેલ એમ માનવું પડશે. માંસવાળા સ્થળમાં સાધુને ગોચરી માટે જવાનો નિષેધ કરનાર જુઓ આચારાંગ સત્ર પાઠ-- " से भिक्खू वा० जाव समाणे से जं पुण जाणेजा मंसाइयं या मच्छाइयं वा मंसखलं वा मच्छखलं या ना अभिसंधारिज गमणाए ।" લેખક એક સ્થળમાં જણાવે છે કે મહાહિંસાવાળા યા સ્થાનમાં જૈન સાધુ ગોચરી જતા હતા, પરંતુ તેમને ઉપરને પાઠ જોવાની જરૂર છે, તથા ઉત્તરાધ્યયનને પાઠ પણ બરાબર વિચારશે તે સમજી શકશે કે તે સ્થળમાં માંસ હતું એ ઉલ્લેખ નથી. નામમાત્રથી નહિ ચમકતાં શું ધ્યેય હતું અને માર્ગ શું છે તે વિચારવાની જરૂર છે. કેણે લેવા મોકલ્યા ? આના જવાબમાં જણાવવાનું જે અહિંસાનો ગગનવ્યાપી નાદ કરનાર પ્રભુ મહાવીરે મેકલ્યા હતા, કે જેના જીવનના પ્રત્યેક પ્રસંગને અગણ્ય માનવીઓ આદર્શરૂપે તલસી તુલસીને નિહાળતા હતા. અત એવ એકદા સૂર્યના પ્રચ૭ કિરણોના તાપથી નિર્જીવ થયેલ જલાશય અને તલ હોવા છતાં તેમજ દાતા પણ દેવા તૈયાર હેવા છતાં અને પિતાની સાથે મુનિગણ પણ ક્ષધિત અને વષિત હતે છતાં પણ પ્રભુ મહાવીરે તે લેવાનો નિષેધ કર્યો હતે. વળી જે પ્રભુ મહાવીર અનેક નિવઘ ઔષધના જ્ઞાતા હતા, અલૌકિક શક્તિના દિવ્ય ખજાના હતા એ માંસ જેવી હિંસક વસ્તુ લેવા મોકલી શકે જ નહિ. પરંતુ બિરા પાકને માટે મોકલ્યા હતા. યદ્યપિ આ વ્યાધિ મટાડવાની પરમાત્મામાં અનેક આત્મલબ્ધિ હતી, છતાં પણ વિતરાગ ભાવમાં લબ્ધિને ઉપયોગ નહિ થત હેવાથી બિજોરાપાકને ઉપયોગી ગણ્યો હતો. શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા મોકલ્યા ?આના જવાબમાં જણાવવાનું જે રવિપાન, દાડ અને પિત્તજારને શમા પવા માટે અર્થાત્ તેના ઔષધ તરીકે વસ્તુ લેવા મોકલ્યા હતા હવે ઉપર જણાવેલ વ્યાધિના ઔષધ તરીકે કઈ વસ્તુ કામમાં આવે તે વિચારવાનું રહ્યું. માંસ ઉષ્ણુ પ્રકૃતિવાળી વસ્તુ હોવાથી તે તે કામ આવી શકે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy