SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ પ્રેરાયેલ છે તે ખરેખર પ્રભુ મહાવીર પ્રત્યેની તેમની વિષમ મનભાવનાને આભારી છે. વસ્તુતઃ સત્ય શું છે એમ પૂછવામાં આવતાં તેને જણાવવા પ્રભુ મહાવીરનો પ્રયાસ હતું. જ્યારે પોતે કરેલી જિન તરીકેની પ્રસિદ્ધિ કેમ ટકાવી રાખવી તેને માટે ગોશાલકને પ્રયાસ હતો. આ વિષયમાં ભગવતીજીનું પંદરમું શતક શું કહે છે તે અમે આગળ બતાવીશું. તૃતીય સારાંશને જવાબ–લેખકના લખવા પ્રમાણે જે અશોક રાજ આજીવિકા મતને નથી, જેના માનસે બૌદ્ધધર્મને મહત્ત્વનું સ્થાન આપ્યું છે, તે અશોક આજીવિકા મતને તેના જ જેટલું મહત્વનું સ્થાન આપી ગુફાઓ કઈ રીતે આપી શકે ? કિન્તુ અન્ય કોઈ નિમિત્તથી આપેલ હોય, પતિએ કોઈ પણ વ્યક્તિ યા સમૂહને કારણ વિશેષથી સ્થાન સમપ પટ્ટા કરી આપે તેથી તે વ્યક્તિ યા સમૂહ તે કાલના અન્ય ધર્મો જેટલું જ મહત્તવનું સ્થાન ભોગવતો હતો એમ માની લેવું ઠીક નથી. આજીવિક મત જે જૈન, બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મ જેટલું મહત્ત્વનું સ્થાન ભોગવતે હેત તો આજે નામશેષ નહિ થતાં જૈન બૌદ્ધ યા બ્રાહ્મણ ધર્મની જેમ અસ્તિત્વમાં હોત. તથા આજીવિક મતના ઉપાસક તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિના ઉલ્લેખ નહિ મળતાં પુનઃ પુનઃ હાલા હાલા નામની કુંભારણનું નામ ભગવતીજીમાં આવે છે. તેને ત્યાં ગોશાલક રહ્યો હતું અને આજીવિક સંપ્રદાય પણ ત્યાં પુનઃ પુનઃ એકત્રિત થતો હતો. આ ઉપરથી પણ સમજી શકાય તેમ છે કે આજીવિકા મત કેટલે દરજજે પહેચેલે હશે. હવે આપણે આજીવિક શબ્દની વ્યુત્પત્તિ તરફ ધ્યાન આપીએ. આજીવિક–એટલે અમુક પ્રકારે આજીવિકા ચલાવનાર વ્યક્તિ વિશેષ. આજીવિકા તે જગતમાં સહુ કોઈ અમુક અમુક પ્રકારે ચલાવે જ છે. તે પછી આમાં વિશેષ શું? આને માટે કહી શકાય કે શુભાશુભ નિમિતાદિ બતાવીને જે આજીવિકા ચલાવે તે આજીવિક કહેવાય. જયારે વિશિષ્ટ આધ્યાત્મિક ગુણને જણાવનાર જન શબ્દ જૈનધર્મ સાથે જોડાય છે ત્યારે ઉપર જણાવેલ અર્થવાળે આજીવિક શબ્દ જે મતની સાથે જોડાયેલ છે, તે મતનું તી દષ્ટિએ મહત્ત્વનું સ્થાન કેટલું હોય તે પણ સમજી શકાય તેમ છે. તથા પરિગ્રહના પરિહારી, વાયુવત વિહારી જે મુનિગણ તેના સભ્ય તરીકે દાવ ધરાવનાર ભિક્ષુઓને ગુફાઓને નિયત વાસ અને તેના પિતાના નામે પટ્ટાઓ શા માટે? આ શિલાલેખે જ બતાવે છે કે આજીવિક સાધુએ પરિગ્રહત્યાગમાં જ્ઞાનદૃષ્ટિએ કેટલે સુધી પહોંચ્યા હતા. જૈન ગ્રંથમાં આજીવિક સાધુના વિશિષ્ટ તપનું વર્ણન આવે છે, માટે જૈનદર્શન જેટલું જ મહત્ત્વનું સ્થાન આજીવિકા મતનું હતું એવું જે જણાવવું તે પણ વ્યાજબી નથી. આજીવિક સાધુઓના અને જૈન સાધુઓના તપમાં વિશાળ અંતર છે. જુએ આજીવિક સાધુના તપવર્ણનને પાઠ-- " आजीवियाण चउबिहे त पन्नते, तंजहा उग्गतवे, વોરસ કૂિળતા, ફિક્સિંહિચારિણીતા ” સ્થાનાંગ સૂત્ર, સ્થાન -૪, ઉદ્દેશક-૨, સૂત્ર-૩૦૯ અર્થ. આજીવિક સાધુઓનો ચાપ્રકાર તપ છે. તે ચાર પ્રકાર આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy