SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૭] ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮૫] ઓછી હિંસા સંભવી શકે. તેથી તેમણે ઠરાવ્યું કે અહિંસાનું મહાવત ધારણ કરવા ઇચ્છનારે પ્રથમ તે ભિક્ષુક બનવું જોઈએ. અને ગૃહસ્થને ત્યાંથી માંગી આણેલી વસ્તુઓ વડે જ જીવવાનું સ્વીકારવું જોઈએ.” એટલું જ નહિ પરંતુ તેઓ એમ પણ સ્વીકારે છે કે – “એકને ખભેથી ઉતરીને હિંસા બીજાને ખભે ન જાય, તેમ જ સાધુને એવી હિંસામાં કંઈ નિમિત્ત ન લાગે,” તેના માટે મહાવીરસ્વામીએ બતાવેલે ભિક્ષા વિધિ બહુ વિસ્તારથી બતાવીને એ પણ સ્પષ્ટ કર્યું છે કે-“સાધુને માટે આધાર્મિક કે “દેશિક આહારને ત્યાગ મહાવીર સ્વામીએ બતાવ્યો છે.” લેખક બરાબર સમજતા હોવા જોઈએ કે આટલી બધી વિસ્તૃત અને સપ્તમાં સખ્ત વિધિ બતાવવાને ઉદ્દેશ એક જ છે કે, સાધુનું જીવન અહિંસક બન્યું રહે, સૂત્રોમાં જ્યાં જ્યાં “માંસ’વાચી શબ્દ આવે છે, તે તે સ્થળે વનસ્પતિ વાચી શબ્દો હોવાનું કહેવા સામે તેમને એ વિરોધ છે કે જે તે શબ્દોથી વનસ્પતિને જ અર્થ અભિપ્રેત હતા તે ગ્રન્થકારે ખાવાની બાબતમાં “માં” વાચી શબ્દ જાણી જોઈને વાપર્યા શા માટે ?” પરંતુ એ હું પહેલાં બતાવી ચૂકયો છું કે જેને આપણે “માંસ વાચી શબ્દ તરીકે જોઈએ છીએ, તે “વનપતિ' વાચી શબ્દો છે, અને તે વાત કોષથી, ટીકાથી અને અત્યારના વ્યવહારથી પણ કેટલાક ઉદાહરણો આપીને મેં સિદ્ધ કરી બતાવ્યું છે. એટલે તે સંબંધી પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. હવે લેખક, આચારાંગ સૂત્ર અને દશવૈકાલિક સુત્રોના ઇશારે કરીને બહુ કાંટાવાળું માછલું' કે “બહુ હાડકાવાળું માંસ' લેવાનો નિષેધ કર્યો છે, તે ઉપરથી એમ સિદ્ધ કરવા માગે છે કે તે વખતે સાધુઓ માંસવાળા આહાર લેતા હતા. જો કે લેખક, તે પડે કે તે પ્રસંગ આપ્યા વિના ઈશારે કરે છે, પરંતુ આપણે તે પાઠેને સ્પષ્ટ રીતે જોઈ જઈએ, આચારાંગ સૂત્રનો પાઠ આ છે – " से भिक्खु वा भिक्षुणी वा सेज पुण जाणेजा बहुअद्वियं मंसं वा मच्छ वा बहुण्टकं त्यांची साधने-सलाणए मंसगं मच्छग भोच्चा अट्ठियाई कंटप गहाय, सत्तमायाए एगतमवकमेजा, अवक्कमेत्ता अहेरज्झामथं हिलंसि वा अट्टिरासिसि वा किट्टमासिंसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पमन्जिय पमजिय तओ संजयामेव पमजिय पमजिय परिवेजा। (બાબુવાળુ આચારાંગ સૂત્ર પૃ. ૮૧-૮૨ ) આ જ પાઠને લગભગ મળતી દશવૈકાલિકની પણ નીચેની ગાથાઓ છે – बहुअट्ठि पोग्गलं अणिमिसं वा बहुकंटयं ।। अस्थियं तिदुयं बिल्लं उच्छुखण्डं य संबलि ।। ७३ ।। अप्पे सिआ भोयणजाए, बहुउज्झिय धम्मियं ।। Jain Education Inte atiदे तिअं पडिआइकर न मे कापड तारिस ॥ ७४ ॥ अ. ५. * www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy