SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧] માંસાહારને પ્રશ્ન [૨૭૫] નાશ કરનારું છે. વળી શલ અજીર્ણ બધેકા અગ્નિમાંધ કફ વાયુ અરૂચિમાં તેને (બીર) રસ વિશેષે કરીને ઉપદેશાય છે. આ પ્રકરણ વાંચનાર દરેક વિચારકને સ્પષ્ટ માલુમ પડશે કે બાલકૂષ્માંડ (કોળું) સામાન્ય રીતે પિત્તનાશક હેવાથી રેવતી શ્રાવિકા, ભગવાન મહાવીર માટે ઔષધ તરીકે તૈયાર કરે પણ બીજોરું પિત્તની સાથે વાયુને પણ હરનાર હેઈ શ્રી મહાવીરસ્વામી નિરવઘતાને કારણે એ જ મંગાવે તે જ સંગત છે. વળી ઉપર ક ૧૫૦ માં “માં” શબ્દ સુક્ષત મહર્ષિએ ફલગર્ભના અર્થમાં વાપરેલ સ્પષ્ટ દેખાય છે આથી એ વાત વાચકના ધ્યાનમાં ખૂબ રહેવી જોઈએ કે પૂર્વે માંસશબ્દ ફલગર્ભના અર્થમાં પુષ્કળ વપરાતે અને વનસ્પત્યાહારના વિષયમાં “જાં માર્ક મુકar” ઈત્યાદિ પાઠ મૂકવામાં સંદિગ્ધતા ન રહેતી. વળી સુકૃતમાં કુકુનું વર્ણન કરતાં તેને ઉષ્ણવીર્ય તરીકે વર્ણવેલ છે કે જે પિત્તજ્વર વગેરે દાહક વ્યાધિ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવે તે તે વ્યાધિનું શમન કરવાને બદલે ઉલટું વિકાર વૃદ્ધિમાં કારણભૂત થાય માટે પિત્તના શમન માટે વૈદ્યક દૃષ્ટિએ વિચાર કરતાં પણ માંસ અર્થ કદી પણ સંગત ન થાય અને વનસ્પતિવાળા અર્થે સવશે સંગત થાય છે. વાત, પિત્ત અને કફ એમ ત્રિપ્રકૃતિ અને સપ્તધાતુથી બંધાયેલ ભગવાન મહાવીરના શરીરમાં દેહભાવ જન્ય વ્યાધિઓ વૈદ ઉપાયોથી નાશ પામે તે જ વાત સર્વ સુઝને માન્ય થઈ શકે. માટે જ ચારિત્ર અંગીકાર કર્યા પછીના ભગવાન મહાવીરના અનેક ઉપસર્ગોમાંના એક કર્ણકીલક (કાનમાં ખીલા) નામના ઉપસર્ગના પ્રસંગે શ્રી મહાવીરને કર્ણમાં મહાપીડા હતી ત્યારે વૈદ્યને ત્યાં આહાર માટે જતાં વૈદ્યને તે મહાપુરુષને કંઈક પીડા છે એવું જ્ઞાન થયું, અને તેના નિવારણને માટે તે શ્રીવીરની પાછળ પાછળ ફરવા લાગ્યો અને ભગવાન સ્થિર થયે તે કીલકાકર્ષણ કર્યા બાદ સંહિણી ઔષધી વડે તે વણ રૂઝવી નાખે, એ વૃત્તાન્ત જૈન આગમોમાં પ્રસિદ્ધ છે. યુકિતવાદના સમયમાં ભગવાન મહાવીરે એક વખત ઔષધના કારણે પણ માંસને આહાર તરીકે ઉપયોગ કર્યો હતો તે વિચાર બુદ્ધિને ગ્રાહ્ય ન થઈ શકે, કારણકે નાયકની પ્રવૃત્તિ ઉપર તેના અનુયાયિઓની પ્રવૃત્તિનો આધાર છે. એ જ વિચારને કારણે ભગવાન મહાવીરે એક વખત સુધી અને તુષાર્ત મુનિઓને ગૃષ્ઠાની અપૂર્વ ગરમીથી અચિત્ત અને નિર્જીવ તલ અને જલ યોગ હોવા છતાં નિષેધ કર્યો હતો, અને બુધે પોતાના જીવનમાં એક વખત માંસભક્ષણ કરેલ તેને પરિણામે આજ પણ બૌદ્ધાનુયાયિઓમાં માંસાહારની પ્રચુરતા દેખાય છે અને મહાવીરના અનુયાયિઓમાં માંસભક્ષણ પ્રત્યે તેટલી જ ધૃણા દેખાય છે. એ પ્રમાણે કાર્ય ઉપર પણ કારણનું અનુમાન થઈ શકે છે કે મનુષ્ય સ્વભાવના વેરા ભગવાન મહાવીર એક પણ વખત માંસ ભક્ષણ કરી જગતને માંસાહારને માર્ગ ખુલ્લે કરી આપે નહિ. કપડવણજ n Education Inter f૯૫, માર્ગશીર્ષ, અમાવાસ્યા For Private & Personal Use Only www.jainelibrary.om
SR No.521542
Book TitleJain Satyaprakash 1939 01 SrNo 42
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size852 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy