________________
t૧૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
સારી દક્ષિણ પણ મળતી નથી, રોજ ભિક્ષામાં પૂરી તાંબડી પણ ભરાતી નથી, અને આ માટે તે કાંઈ કામ જ નથી કરતો. મને તે લાગે છે એ નાસ્તિક થઈ જશે. માટે એને એકલીએ તે વાંધો નથી.”
“ અરે આ તું શું બેલે છે? માતા ઉડીને સગે હાથે પેટને ખાતર છોકરાને મારવા તૈયાર થઈ છે? એ કેવું ભણે છે એની તને કયાં ખબર છે? એ તે માટે પંડિત થવાને, સમજી !”
હવે જાયું બધું. બાપ છોકરાનું તાણે નહિ તો બીજું કોણુ તાણે? પણ ખબર છે ઘરમાં કાંઈ ખાવનું નથી, તમારામાં કાંઈ માવાની તાકાત નથી. બન્યું, આવા હીણુ કમાઉના પનારે ક્યાં પડી. રેય છોકરા પણ ફાટ છે.” માએ ક્રોધ અને દુઃખમાં ભાન ભૂલી આ પ્રમાણે કહ્યું.
“મારી તે મરજી નથી, પછી જેવી તારી મરજી. નકામો કૈધ ન કરીશ. બાપ કરતાં માને છોકરા ઉપર વધારે હેત હેય. ભલે અમારું કુટુંબ ગમેતેવું હતું, પણ ક્ષણવાર અમારી મા અમને ન જુવે તો રડેરાડ પાડે, અલ્યા ક્યાં ગયે કહેશે.” પિતાનું હદય મુંઝાતું હતું.
બ્રાહ્મણના ગુસ્સામાં ઘી હેમાયું, તે બોલી “ જાણે અમને તે છોકરા ઉપર પ્રેમ જ નહિ હોય? પણ શું કરીએ? તમે કમાવ નહિ અને છોકરે કહ્યું ન કરે. પેટ તો થોડું જ પિતાને લાગે માગ્યા વગર રહે છે?”
ઠીક જેવી મરજી ! સોનું આવશે કેમ ? ત્યારે આજે તું અમરને કહી દેજે કે તારે જવાનું છે, હું નહિ કહું. હેરાને પણ તું જ સ્પર્શ કરજે.” બ્રાહ્મણનું હૃદય રડતું હતું.
ભલેને ભારે માથે નાખો બધું. તેનું આવશે એટલે બધાં ખાવા મળશે. તમે તમારે કોઈને બેલશે.”
બ્રાહ્મણીએ જઈને ઢટેશને સ્પર્શ કરી કહ્યું “મારે ઘેર ઉત્તમ બત્રીસલક્ષણો પુત્ર છે, તે આવીને લઈ જાવ અને તેનું ઘેર મોકલી આપે ! ”
રાજાના સિપાઈઓ ખુશ થતા બ્રાહ્મણને ઘેર આવ્યા. બ્રાહ્મણીએ છોકરાને કહ્યું: “અમર તું આ સિપાઈઓની સાથે જા”
અમર કકળી ઉઠયો, “ મા મા, મને રહેવા દે, હવે હું તારું કહ્યું કરીશ. હું સમજું છું તું મને મારવા મોકલે છે. અરે માડી, તું આટલી ક્રર ન થા. મને મરણને ભય નથી, પણ જીવતાં બળી મરવું મારાથી નહિ સહેવાય!”
હવે જો ડાહ્યો થયા છે. સ્વર્ગમાં જશે સ્વર્ગમાં ખબર છે?” મા બોલી.
બા એ બધા ઢગ છે. આપણે બ્રાહ્મણોએ ચલાવેલી પિપિલ છે. વેદમાતે એવું કાંઈ નથી.” અમરે દલીલનો આશ્રય લીધે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org