________________
અંક ૪ ]
શ્રી અવંતિસુકમાલ
[૨૧]
પછી “આવું મેં ક્યાંક અનુભવ્યું છે,' એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના પ્રતાપે તેને દેખાયું કે હું નલિની ગુલ્મ' નામના વિમાનમાં પૂર્વમેવ દેવપડ્યું હતું. અને એ દેવપણું માછીમારના ભવમાં દયાનું પાલન કરવાથી પામી શક્યા હતા.
વાચકવર્ગને જિજ્ઞાસા થશે કે માછીમાર છતાં દયાનું પાલન કેવી રીતે કર્યું, તે તે બીના ઉપદેશતરંગિણીના આધારે આ પ્રમાણે જાણવી:
શ્રીપુર નામના નગરમાં એક માછીમાર રહેતું હતું. તે એકદા પિતાની કર ભાર્યાની પ્રેરણાથી રાત્રિના ચેથા પહોરે જાલ લઈને માછલાં પકડવા નીકળ્યો. ગામ બહાર નીકળ્યા પછી તેને જણાયું કે હજી રાત્રિ બહુ છે. તેથી માર્ગમાં એક આંબાના વૃક્ષ નીચે આવીને બેઠે. એ વૃક્ષ નીચે મુનિએ પણ રાત્રિ રહ્યા હતા. જ્ઞાની મુનિઓએ વિચાર્યું કે આ માછીમાર માછલાં પકડવા જાય છે. આપણી ફરજ છે કે તેને અહિંસામય બનાવો. આવી સુંદર ભાવનાએ ઉપદેશ આપ્યો અને તેથી માછીમારે વીલમાં આવેલ પહેલા માછલાને છોડી મૂકવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી સમુદ્ર કિનારે જઇ જાલ નાંખી અને જાલમાં આવેલ પહેલા માછલાને નિશાની કરી છોડી મૂકવું. હવે કોઈ દેવને તેની પ્રતિજ્ઞાની પરીક્ષા કરવાનું મન થયું અને તેથી માછીમારની જાળમાં ફરી ફરી ને જ માછલું આવવા લાગ્યું. આવી ઘટનાથી માછીમાર કંટાળીને ખાલી હાથે ઘેર આવ્યા. માછલાં નહિ જોવાથી તેની પત્નીએ કંકાસ કરી તેને ઘરમાંથી કાઢી મૂકો. પત્નીથી તીરસ્કાર પામેલે માછીમાર ફરીથી તે જ સાધુઓ પાસે ગયે અને ધર્મનું રહસ્ય પૂછયું. સાધુઓએ ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવતાં માછીમારે દયામૂળ ધર્મ અંગીકાર કી ઉત્તમ રીતે તેની આરાધના કરી. અને શુભ ભાવમાં મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયે. ત્યાંથી અવી ભદ્રા શેઠાણીને પુત્ર અતિસુકમાલ થયો
૧ નલિનીગમ વિમાન કયા દેવલોકમાં છે એ માટે શાસ્ત્રોમાં ત્રણ વિચારવામાં આવે છે: ઉતરાધ્યયન સત્રમાં પહેલું દેવક, સમવાય સૂત્રમાં નવમું લેક અને વસુદેવહિડિમાં બારમું દેવલોક કહ્યું છે અને તે સૂત્રોના પાઠ નીચે પ્રમાણે જાણવા
सौधमें नलिनीगुल्मविमानेऽसौ सुरोजनि प्रयुक्तावधिरज्ञासीच्छिष्यानागाढयोगिन : ॥ (उत्तराध्ययन)
आणए कप्पे देवाणं अत्थेगइयाणं जहण्णेणं अठारस सागारोषमाह ठिा प०, जे देवा कालं सुकाल महाकाल अनणं रिट्ठ साल समाण दुम महादुर्म विशाल सुसालं पउमं पउमगुम्म कुमुदं कुमुदगुम्म नलिणं नलिनगुम्म पुडरीयं पुंडरीयगुम्म सहस्सारवडिंसर्ग विमाण देवत्साए उवषण्णा तेसि ण देवाणं अट्ठारस सागरोवमाइ ठिइ प०। (समवायंग)
रयणमाला वि देवी संगहियवय-सील-रयणमाला कालगया अच्चुप चेवं कप्पे नलिणिगुम्मे विमाणे उक्कोसद्वितीओ देखो जातो (वसुदेवहिडि)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org