________________
[ 5 ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : બે ત્રણ વખત આવે છે. એમાં મૂતા થવા એ વાર્ષિક પથકની સાનિધ્યમાં છે, અને એની પાસે કલ્લરી ગામને પણ ઉલ્લેખ છે. આ વાર્ષિક પથક તે હાલનું વઢીઆર એટલે બહુચરાજી પાસેના ભાગ અને કા©રી ગામને હાલ કાલડી કહે છે, તે પણું ત્યાં જ આવેલું છે. એટલે ગભૂતા પાટણ જિલ્લામાં હોવાનુ સિદ્ધ થાય છે અને તે હાલનું મેરાની પાસે આવેલું ગાંભુ ગામ છે. હાલ પણ એને કઓ કહી શકાય એવડું મોટું એ છે. એટલે પૂર્વ પથક એટલે તાલુકે અને તેનું તે મુખ્ય નગર હશે એ સિધ્ધ વાત છે. ખંભાત સાથે એને કાંઈ સંબંધ નથી.”
આ પ્રમાણે “ગંભૂતા” એ 'ગાંભૂ હોય તે એ ગાંભૂ સાથે અને નહિ તે નામસાદશ્યવાળા અન્ય ગાંભૂ સાથે સંબંધ ધરાવનારી હકીકત પણ નાંધી લઈએ:--
(૧) જન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ (ભા. ૧)માંના ૭૩-૮૨ લેખ “ગામ ગાંસૂ'માંથી લીધેલાનો ઉલ્લેખ છે.
(૨) જૈન સાહિત્ય સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૭૪)માં નીચે પ્રમાણેની પંકિતમાં કૌંસમાં “ગાંભુનો ઉલ્લેખ છે –
હવે સેમિનારમાંથી આપણને એમ જાણવા મળે છે કે પારિવાલ જાતિ પ્રથમ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી. અને એ જાતિના (શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલા) નિમય નામના એક સંનિક માણસને (ગાંભૂ ગામથી) વનરાજે (ઇ. સ. ૧૪૬ ૮૦ ) પિતાની નવી રાજધાની અણહિલ્લ પાટણમાં વસવા માટે આમ.”
આ પુસ્તકના ૧૭પમાં પૃષ્ઠમાં નીચે મુજબની પંકિતમાં “ગાંભુના નિર્દેશ છે?—
વનરાજે શ્રીમાલપુરથી ગભૂમાં વસેલા નીના શેઠને પાટણમાં લાવી તેના પુત્ર લહિર નામના શ્રાવકને દંડનાયક (સેનાપતિ) ની હતા, (આ નીના શેઠ તે જ ઉપયુકત નિમય શેઠ કે જેણે પાટણમાં ઋષભ જૈન મંદિર કરાવ્યું હતું.)”
આ જ પુરતકના ૯૯૧મા પૃષ્ઠમાં “ગાંભુ (ગંભૂત) ગામ” એવા ઉલ્લેખથી ગોલ્ તે ગભૂત સૂચવાતા ગભૂત સાથે સંબંધ ધરાવતી નીચે મુજબની પંકિત પૃ. ૨૮૨માં જોવાય છે.
સં. ૧૨૨૮માં સિધ્ધાંતિક યક્ષદેવ શિષ્ય પાર્શ્વનાગે ગંભૂતમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયથી શક ૮૨૬માં રચેલી શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર પર વૃત્તિ તાડપત્ર પર લખાઈ (પાટણ સૂચિ).”
(૩) શ્રી દેશવિરતિ આરાધક સમાજ તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થયેલ શ્રી પ્રશસ્તિ સંગ્રહના દ્વિતીય વિભાગના ૭૯મા પત્રમાં “શ્રી અંબડચરિત્ર ૨૭” માં નીચે મુજબની પંકિતમાં ગાંભૂનો નિર્દેશ છે –
“ संवत १५७१ वर्ष जेष्ठ सुदिर भौमे गांभूग्रामे श्री आगमगच्छे जगदगुरु श्री महोपाध्याय श्री मुनिसागरशिष्येन स्ववाचनार्थ अघपरार्थ लिखिતમિતિ મ .'
આ પ્રમાણે ગાંભૂ, ગંભૂત અને ગંભૂતાને લગતા જે ઉલ્લેખો મને અત્યારે ખ્યાલમાં હતા તે મે અત્રે નોંધ્યા છે. એ ઉપરાંત બીજા જે કઈ ઉલ્લેખ હોય તે કોઈ સૂન રજુ કરશે તે આનંદ થશે; નહિ તે ૫છી યથાસમય હું એ દિશામાં પ્રવૃત્તિ કરીશ.
સાંકડી શેરી, ગોપીપુરા, સુરત તા. ૧૮-૫-૩૮
www.jainelibrary.
For Private & Personal Use Only
Jain Education International