________________
અંક ૧-૨]
પ્રાચીન જન સ્થાપત્ય
[૧૭]
ઇમાં રહેલી છે. જેનાતિ કલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાને પરિમલ. જિનમંદિરના પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યોની પકે, સર્વત્ર મહેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંતિ ઝળકે છે. જિનમંદિરે કરાવવાને આશય
જિનમંદિરના નિર્માણ, સંપ્રદાયમાં આવેલાં મનુષ્યને કોઈ અંધપરંપરાની જાળમાં ગુંચવવાને નથી, પરંતુ જગતના મકાન તપસ્વી અને સાધક જિનશ્વરદેવેએ જીવનના પરમ આદર્શ કેળવી જે આત્મસંપત્તિ વાપ્ત કરી તે ઉદારતા પૂર્વક જગતના બીજા વારસોને વહેંચવાને તેના કેંદ્રરૂપે જિનમંદિર બન્યાં છે. એ જિનમંદિશ એ મહાસિદ્ધોના આદ
નું પ્રચારકાર્ય કરવામાં નિષ્ફળ નીવડે તે તે માટે જિનમંદિરે નહિ પણ તેના વારસરો વહીવટદારોની સંકુચિત મનોદશા–જવાબદાર છે, એ સુસ્પષ્ટ છે.
જીવનક્રમની અનેક દશાઓ વટાવી આત્મા પરમ કેટીએ પહોંચે ત્યાંસુધી તેને હમેશાં એકકસ દિશા સૂચવનાર, દોરનાર કે પ્રેરનાર સ્વરૂપે જાળવવાને જિનમંદિરો સર્જાયાં છે જિનમંદિરની રચના જનસમુદાયનાં વિવિધ માનસને લક્ષ્યમાં રાખી, દરેક જણ યોગ્યતા પ્રમાણે સંસ્કાર અને સદ્ધ ઝીલી શકે એવી રીતે, તેના શિલ્પીઓ કરતાં-કરે છે. આથી જિનમંદિરમાં દૂરથી પણ દર્શન થઈ શકે માટે શિખર, બજા વગેરેને સ્થાન મળ્યું છે. નગરજને દિન-રાતના વ્યવહારમાં પણ જીવનને પરમ આદર્શ વિસરી ન જાય અને થોડો સમય પણ દેવકાર્યમાં ગાળે એ સ્મૃતિ જિનમંદિર કરાવી શકે. - જિનમંદિરની અંદર એક જ માર્ગ ઉપાસના કે સાધના કરી રહેલા અનેક જીવનને મેળ-મેળાપ થાય, ત્યાં દરેક વ્યકિત એકબીજાથી ભાવનાનું બળ અને શ્રદ્ધા મેળવે, ત્યાં દરેક વ્યકિત પિતાનું કે સમાજનું વ્યકિતત્વ બાજુએ મૂકી કઈ મહભાવમાં લીન થવા પ્રયત્ન કરે એ હેતુ જિનમંદિરના નિર્માણને હોય એમ સપષ્ટ જણાઈ આવે છે.
ગરીબ અને તવંગર જિનમંદિરમાં દર્શન-પૂજન કરવામાં એક સરખી છુટ ભોગવતાભોગવે છે. જિનમંદિરના ઉસે એ સંગીત, સંરકાર અને કળાની પરબ નહિ તે બીજુ શું છે ? અનેક લોકોના આત્મિક આનંદ અને વિશ્રામનું ધામ, સંસ્કાર અને શિક્ષણનું કેંદ્ર જિનમંદિર બન્યાં ત્યારે જ જનતાએ પિતાની સંપત્તિના દાન અને સ્વાર્પણને પ્રવાહ ત્યાં રેલાવ્યો હતે. મધ્યકાલીન યુગમાં શત્રુ જય, ગિરનાર કે દેલવાડાનાં વિદ્યમાન રહેલાં જિનમંદિરે, જિનમંદિરોની આ શકિતને સંપૂર્ણ સાક્ષાત્કાર કરાવી શકે છે. મોટા મોટા આચાર્યોનાં ઉપદેશવચનો કે લાંબી લાંબી થાઓ અનેક ગ્રામ્યજનોનાં હૃદયમાં ઉતરતાં વાર થાય; પરંતુ જિનેશ્વરદેવની ધ્યાનમગ્ન મૂર્તિ અથવા મંદિરની પ્રદક્ષિણાની દિવાલ પર કરેલી કે ચીતરેલી થાઓ માત્ર થોડી જ ક્ષણોમાં જીવનના અનેક રસમાં પસાર કરાવી મૂળ ભાવનાને પ્રત્યક્ષ કરાવી દે છે.
ચિત્ર અને શિલ્પને બહુ ઉદાર આશ્રય આપવામાં જિનમંદિરોએ આખી જનતાની
સેવા કરી છે. પ્રાચીન ભારતમાં આજના કરતાં કળા અને શિલ્પને પ્રસાદ વધુ ઉતર્યો અને | Jain Educપ્રજાએ વધુળરસ માણ્યો હોય તે નેનો યાજિનમદિને જ મળે.
www.jainelibrary.org