________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪િ૦૨] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩ શાહે આદિપ્રભુનું બિંબ સ્થાપન કર્યું હતું, તેને જ્યારે કલિકાલની છાયા વધવાથી સ્વેચ્છાએ વિ. સં. ૧૬૯ભાં ખડિત કર્યું, ત્યારે વિ. સં. ૧૩૭૧માં ઓસવાલજ્ઞાતીય સમરાશાહે શ્રીમૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો.
શ્રી કલ્પપાહુડામાં પૂજ્ય શ્રી ગણધર ભગવંતોએ આ તીર્થાધિરાજને વિસ્તારથી મહિમા વર્ણવ્યા હતા. તેમાંથી સાર ઉધરીને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પ્રાકૃતમાં રચના કરી. ત્યાર બાદ શ્રી વજસ્વામીજીએ વિવિધ પ્રકારે ટૂંકામાં વર્ણવ્યું. તે પછી શ્રી પાદલિતાચાર્યે ભવ્ય જીના ઉપકારાર્થે ટૂંકી રચના કરી. તેમાંથી ઉદ્ધાર કરી સંક્ષેપે શ્રી જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થકલ્પ બનાવતી વખતે “શત્રુજ્યતીર્થકલ્પ' આ નામે અલગ રચના કરી. અપૂર્વ ભકિતભાવ ધારણ કરીને જે ભવ્ય છે આ કલ્પને વાંચે, ભણે, ધ્યાવે, સાંભળે, વ્યાખ્યાનમાં વાંચે (તીર્થને મહિમા બીજાને સમજાવે) તેઓ ત્રીજે ભવે મુકિતપદ પામે છે. હે શત્રુંજય ગિરિરાજ ! ભલેને તારા ગુણોનું વર્ણન કરનાર સમર્થ વિદ્વાન હોય, તે પણ તે પુરૂષ તારા થડા ગુણોને પણ સર્વાશે ન જ વર્ણવી શકે. હે ગિરિરાજ ! તારી યાત્રા કરવા માટે આવેલા પુણ્યશાલી છોને આ પવિત્ર તીર્થભૂમિના પ્રતાપે હૃદયમાં સારી ભાવના પ્રકટે છે. હે ગિરિરાજ ! તારી યાત્રાને લાભ લેવા માટે ચાલતા સંધ, રથ, ઘોડા, ઊંટ વગેરેના પગની રજ જેઓના શરીરે લાગે, તેમનાં નિબિડ પાપ જરૂર નાશ પામે છે. હે ગિરિરાજ ! બીજા સ્થળે મા ખમણું કરવાથી જેટલાં કર્મો ખપે, તેટલાં કર્મો ભવ્ય છે તારી છાંયામાં રહીને પૂજા દર્શનાદિ કરનારા-નવકારશી આદિ પચ્ચખાણું કરીને જલ્દી ખપાવે છે. હે ગિરિરાજ ! એકાંત સમ્યગ્દષ્ટિ ઇંદ્ર મહારાજા પણું સ્વર્ગમાં તારે વૈભવ વખાણે છે, નમસ્કાર કરે છે, માટે આદીશ્વર પ્રભુથી શોભાયમાન એવા તને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ગિરિરાજ આ પ્રમાણે તારા ગુણ વર્ણવતાં મેં જે પુણ્ય પેદા કર્યું તેના ફળરૂપે હું એ જ ચાહું છું કે-સર્વ તારી છાયાંમાં નિવાસ પામી દર્શનાદિ ભકિતને લાભ મેળવી નિરંજન નિરાકાર સિદ્ધ સ્વરૂપ પામે. રાજપ્રસાદ (એવા બીજા) નામવાળા આ કલ્પને પૂજવાથી, જરૂર મનવાંછિત ફળે છે. શ્રીજિનપ્રણસૂરિજીએ આ કલ્પની વિ. સં. ૧૩૮૫માં રચના કરી.
સંધપતિ શ્રી વસ્તપાલે ગિરિરાજની કરેલી યાત્રાએ
પરમપ્રભાવિક આ શ્રી સિદ્ધગિરિરાજની ઉપર મંત્રી વસ્તુપાલને અડગ શ્રદ્ધા હતી. આખી જિંદગીમાં તેમણે સાડીબાર યાત્રાઓ કરી. તેમાં વિ. સં. ૧૨૮૫માં પહેલી સંધ સહિત વિધિપૂર્વક યાત્રા કરી તેની બીના આ પ્રમાણે સમજવી. એ સંધમાં ૧૪૪ દેવાલય હતાં, તેમાં દાંતના એવીશ દહેરાસરો અને બાકીનાં ૧૨૦ કાષ્ઠમય (લાકડાનાં) હતાં. ૪૫૦૦ ગાડાં, ૧૮૦૦ ગાડી, ૭૦૦ પાલખી, સંધમાં ૭૦૦ આચાર્ય ભગવંતે અને ૨૦૦૦ કવેતાંબર સાધુઓ, ૧૧૦૦ દિગંબર સાધુઓ, ૪૦૦૦ ઘોડા, ૨૦૦૦ ઊંટ, ૭ લાખ યાત્રાળુ મનુષ્ય હતા. એમ એ પછી આગળ આગળની યાત્રાઓમાં પૂર્વ પ્રમાણુ કરતાં અધિક પ્રમાણ હતું. ઊંચ કોટીના ભાગ્યશાળી ઉદાર ભવ્ય છ જ તીર્થ યાત્રાદિમાં લક્ષ્મીને સદુપયોગ કરે છે. પ્રાચીન મહર્ષિ ભગવંતએ કહ્યું છે કે ઘણું કરીને ક્ષત્રિયની લક્ષ્મી
For Private And Personal Use Only