SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્લભ પંચક " શ્રી શત્રુંજય તીર્થ, શિવપુર–મેક્ષ, શેત્રુંજી નદી, 1 L શાંતિના જિન અને શમિદાન-મુનિદાનનું વિવરણ. . લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી (ગતાંકથી ચાલુ) કુંકઃ સશપુર, નથી શકુશળsમિષr I શ્રી શાંતિઃ શનિનાં વાજ, રા જ કુમાર પ્રશા ગિરિરાજના ઉદ્ધારની બાબતમાં ભવિષ્યની હકીક્ત ભવિષ્યમાં કલિક રાજાને ધર્મદત્ત નામને જિનધર્મનુરાગિ પુત્ર થશે. તે દરરોજ બિંબની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ ભોજન કરશે. તેને જિતશત્રુ રાજા પુત્ર થશે. તે શત્રુંજય મહાતીર્થને ઉદ્ધાર કરશે અને બત્રીશ વર્ષ સુધી રાજ્યગાદી ભગવશે. આ જિતશત્રુ રાજાને મેઘઘેષ નામે પુત્ર થશે. તે કપર્દિયક્ષના કહેવાથી શ્રી શાંતિનાથના અને શ્રી મરૂદેવીમાતાછના ચૈત્યનો ઉદ્ધાર કરશે. આચાર્યદેવ શ્રી દુષ્ણસહસૂરિજી મહારાજની પહેલાંના આ મહાતીર્થના આઠ ઉદ્ધારક પુરૂષે આ પ્રમાણે જાણવા:– ૧ શ્રીનંદિસરિ, ૨ આર્યશ્રીપ્રભ, ૩ માણિભદ્રક, ૪ યશમિત્ર, ૫ ધનમિત્ર, ૬ વિક્ટધર્મક, ૭ સુમંગલ અને ૮ સૂરસેન. અને છેવટે દુષ્પસહસુરિજીના ઉપદેશથી રાજા વિમલવાહન આ મહાતીર્થને ઉહાર કરશે. આ તીર્થના અલૌકિક ગુણોને યાદ કરી દૂર દૂરના પુણ્યશાલી ભવ્ય છે યાત્રાને લાભ લેઈ જન્મ પાવન કરવા અહીં આવે છે. તેઓને જોઈને મહામંત્રી વસ્તુપાલ જેવા ભાગ્યશાલિ છે તે એમ વિચારે છે કે આ યાત્રાળુ સંધના ચરણકમલની રજથી મારા ઘરનું આગણે ક્યારે પવિત્ર થશે ? કહ્યું છે કે कदा किल भविष्यति, मगृहाङ्गणभूमयः । श्रीसंघचरणाम्मोज-रजोराजी पवित्रता: ॥१॥ જેઓ અહીંના યાત્રાળુઓને કનડે, અને તેઓનું દ્રવ્યાદિ ચોરે, તે જીવો ભયંકર પાપ કર્મ બાંધે છે, અને તેથી નરકની આકરી-ક્ષેત્ર યુદ્ધ શસ્ત્રાદિની પરમધામિની વેદના ભગવે છે. યાત્રાળુઓની રક્ષા સત્કાર બહુ માનાદિગર્ભિત ભકિત કરનાર ભવ્ય જીવ સ્વર્ગથી માંડી મેક્ષ સુધીનાં સુખો પામે છે. અહી પેથડ મંત્રી તથા વસ્તુપાલ વગેરે ઘણાય આસન્નસિદ્ધિક ભવ્ય જીવોએ ધર્મશાલા, જિન પ્રાસાદાદિ ધર્મસ્થાને બંધાવવા ઉપરાંત સાતે ક્ષેત્રમાં સ્વભોપાર્જિત ન્યાયસંપન્ન અનર્ગલ લક્ષ્મીને સદુપયોગ કરી બંને ભવ સફલ કર્યા છે. આ બીના ઉપરથી આધુનિક ધનવાનને ઘણું સમજવાનું મળી શકે છે. - તેજપાલના મોટા ભાઈ મંત્રીશ્વર વસ્તુપાલે દુષમકાલના પ્રભાવે તેના ભાવિ ઉપદ્રને ધ્યાનમાં લઈને મમ્માણ પાષાણની રત્નમય શ્રી આદિનાથની અને પુંડરીક ગણધરની બંને પ્રતિમાઓ તૈયાર કરાવી ભેંયરામાં સ્થાપન કરી હતી. પૂર્વે જે વિ. સં. ૧૦૮માં જાવડ For Private And Personal Use Only
SR No.521533
Book TitleJain Satyaprakash 1938 07 SrNo 36
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy