________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક–મુનિરાજ શ્રી સુશીલવિયજી
(ગતાંકથી ચાલુ)
જૈનધર્મ પ્રત્યેની ૬૮ શ્રદ્ધા સૂર્યદેવનાં સુવર્ણમય સેંકડો કિરણોથી કમલની બીડાઈ ગયેલી પાંખડીઓ વિસ્વર થાય, અને અંધકારરૂપી સિંહ ગર્જના કરતા ભૂમંડલના છેડે ચાલ્યો જાય, તેમ ધનપાલના હૃદયમાં રહેલ જનત્વની અપૂર્વ જ્યોતથી અજ્ઞાનરૂપી તિમિરને સર્વથા નાશ થઈ ગયા હતા. સમ્યકત્વ સાગરની છોળે ઉછળી રહી હતી. ઉચ્ચ તત્ત્વજ્ઞાનના લીધે દયાનાં ઝરણું તેના હૃદયમાં વહી રહ્યાં હતાં. તેનું આખું જીવન જિનેશ્વર પ્રભુના રાજમાર્ગ ઉપર વિચરવાની ભાવનાથી ઓતપ્રેત થયું હતું.
જેમ કુદરતી રીતે ખીલેલાં અનેક પુણેમાં જે કુદરતી સુગંધ બહેકી રહે છે, તે સુગંધને તોલે આવે તેવી સુગંધ ગમે તે બાહેશ માણસ ગમે તેટલા ઉપચાર કરે, ગમે તેટલાં યંત્રે ભેગાં કરે, ગમે તેટલી યુકિત-પ્રયુકિત લગાડે છતાં પેદા ન કરી શકે તેમ આ પરમહંત મહાકવિના ગુણે અને જીવનરેખા દોરનારનાં શબ્દો આલમમાં સદાય અધુરા જ રહેવાના.
ઉચ્ચત્તમ જીવન ધનપાલની જનધર્મ પ્રત્યેની અલૌકિક શ્રદ્ધા દિનપ્રતિદિન બીજના ચંદ્ર સદશ વધતી જતી હતી. તેના ભવ્ય લલાટમાં અપૂર્વ તેજ ઝગમગી રહ્યું હતું. તેના અંગે અંગમાં અહર્નિશ અધ્યાત્મ સરિતા ઉછળતી હતી. તેને ભેજ રાજાની સાથે પ્રેમ અગાધ હતા. તેના હૈયાના ખુણે ખુણામાં વિતરાગ દર્શનના ચમકાર થઈ રહ્યા હતા. જેમ જેમ દિવસે પર દિવસે પસાર થવા લાગ્યા તેમ તેમ વીતરાગ દર્શનને પ્રેમ ગાઢ બનતે જાતે હતે.
હવે આપણે ભૂપેન્દ્ર ભેજ અને કવીન્દ્ર ધનપાલને પ્રસંગે પ્રસંગે પરસ્પર ચાલેલો સંવાદ જોઈએ. એ સંવાદની અંદર કેવા કેવા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય છે, કઈ કઈ જાતની ઘટનાઓ બને છે, તેમાંથી ધનપાલ કેવી કેવી રીતે પસાર થાય છે, જીવના જોખમે પણ ધર્મનું કયાં સુધી પાલન કરે છે, “રાના નિર્જ ન દૃષ્ઠ શુર્ત વા” એ વાક્યની સાર્થકતા કેવી રીતે થાય છે વગેરે વગેરે તેમાં જોવા મળે છે. -
મહાકાલેશ્વરના મંદિરમાં એક સમયે ધનપાલના ધર્મદેશી અને વિઘસતોષી કોઈ એક વિષે રાજા ભોજને જણાવ્યું કે–“હે નરેન્દ્ર! આપને મહાકરિ ધનપાલ જિનની મૂર્તિ સિવાય અન્ય કોઈ પણ દેવ કે દેવીની મૂર્તિને વંદન, નમસ્કાર, પ્રણિપાત, પૂજન કે દર્શન કંઈ પણ કરતે નથી.” આ શબ્દો સાંભળતાની સાથે જ રાજાના હૃદયમાં ધાનલ સળગી ઉઠે. તેની આંખે લાલચેલ થઈ ગઈ, તે ભ્રકુટિ ચઢાવીને કહેવા લાગે કે આ વાત સત્ય જ છે ને?” “જી હા.”
For Private And Personal Use Only