________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [394] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ 3 દષ્ટિ પ્રાણિઓએ વંદન વગેરે ન કરવું, તેનું નામ પ્રથમ યતના કહેવાય છે. પંચાંગ પ્રણિપાત, શિર નમાવવું, ગુણ ગાન કરવું વગેરેથી વિમુખ રહેવું તે બીજી યતના કહેવાય છે. જિનેશ્વર પ્રભુના શાસનને અડગીકાર કરનાર, બાર વ્રત સ્વીકારનાર, સમ્યકત્વાલિ ભવ્ય પ્રાણિ પ્રાણતના ભોગે પણ અસહ્ય કષ્ટ સહન કરવા કબુલ કરે, પણ પ્રથમ યતના અને બીજી યતનામાં લેશમાત્ર પણ દોષ ન લગાડે. ઉપર બતાવેલા પરતીથી અને અન્ય દેવને ઇષ્ટ દાન આપવું, ભકિત બહુમાન કરવું, તે સમકિતધારીને ન કલ્પે (અર્થાત્ કદેવ, કુગુરૂને વંદન-નમસ્કારાદિક કરવાં નહીં), આનું નામ ગૌરવ ભક્તિ નામની ત્રીજી યતના કહેવાય છે. ચોથી જયણા અનુપ્રદાન (વારંવાર દાન આપવું) તે પરતીર્થીઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તથા વસ્ત્ર, પાત્રાદિ સુપાત્ર સમજીને આપવાં નહીં. અર્થાત સુપાત્રની બુદ્ધિએ આપવા જતાં અન્ય કોઈને જોવામાં આવે તો તેમનું બહુમાન થાય, અને તેથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. અર્થાત ત્યાં અનુકંપા માનવી, કારણ કે અનુકંપા તો દીન દુઃખીને વિષે હોય છે. પરતીર્થીઓએ પ્રથમ બોલાવ્યા વિના તેમની સાથે આલાપ ન કરે તે પાંચમી યતના કહેવાય છે. સમ્યગદષ્ટિ જનેએ તેવા આલાપને સર્વથા ત્યાગ કરવો જોઈએ. ઉપર બતાવેલા પરતીથીંઓની સાથે વિશેષ સંલાપ એટલે વગર બોલાવે વારંવાર આલાપ કરે તે છઠ્ઠી યતના કહેવાય છે. કદાચ પરતીથી પ્રથમ બોલાવે, છતાં પણ લોકાપવાદના ભયથી તેની સાથે બહુ જ અલ્પ બોલાવું. આ ઉપર્યુંકત છે યતનાથી સમ્યકત્વગુણ તથા શુભ વ્યવહાર દીપે છે. તેમાં પણુ દેવગુરૂ આદિકની ભકિત, શાસનની પ્રભાવના, જ્ઞાનાદિકના લાભ વગેરે અનેક કાર ને અવલંબીને તેને વિષે જયણ જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલી છે. તેના અનેક પ્રકારો સિદ્ધાતોની અંદર બતાવેલા છે. અહીં તેનું સામાન્ય સ્વરૂપ જ બતાવેલ છે. 1. ન્યાયાચાર્ય, ન્યાવિશારદ, અનેકગ્રંથપ્રણેતા, શ્રીમાન ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજે બનાવેલ સમકિત સકસઠ બેલની નવમી ઢાળમાં આબેહુબ ચિતાર અ.પેલો છે, જે નીચે પ્રમાણે - પરતીરથી પરના સુર તેણે, ચૈત્ય ગ્રહ્યાં વળી જેહ; વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જ્યણે પટ ભેયરે; ભવિકા, સમકિતયતના કીજે. (46) (1) વંદન તે કરયોજન કહિએ, (2) નમન તે શીશ નમાવે; દાન ઈષ્ટ અનાદિક દેવું, (3) ગૌરવ ભગતિ દેખાવે રે ભ૦ (47) (4) અનુપ્રદાન તે તેને કહીએ, વારવાર જે દાન; દેષ કુપાત્રે પાત્રમતિએ, નહિ અનુકંપા મન રે ભ૦ (48) (5) અણ બેલા જે બોલવું, તે કહિએ આલાપ; (6) વારવાર આલાપ જે કરે, તે જાણે સંલાપ રે ભ૦ (49) એ જયણાથી સમકિત દીપે, વલી દીપે વ્યવહાર; એમાં પણ કારણથી જયણ, તેહના અનેક પ્રકાર રે ભ૦ (50) For Private And Personal Use Only