________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
પ્રભાવથી કોઢીના કોઢ દૂર થયા છે, અને ચંદરાજાનું કુકડાપણું નષ્ટ થયું છે. આ સર્વ બાબતે શ્રદ્ધેય છે કેમકે યાકીન (શ્રદ્ધા) મોટી ચીજ છે આ ઉપરાંત ચિલ્લણ તલાવડી પણ એક મહામ્યવાળી જગા છે. સંધના માનવીઓની તીવ્ર તૃષા ટાળવા માટે ચિલણ (સુધર્મગણધરના શિષ્ય) નામના શક્તિવંત સાધુઓ માત્ર પાત્રમાં રહેલ અલ્પ જળમાંથી પ્રગટાવેલ એક સુંદર સરોવર અને એ સાથે સંધ પ્રત્યે એક ત્યાગીના હૃદયમાં ઝળકી રહેલ અપૂર્વ ૧નું આ દર્શન થાય છે. તે સ્થળનું જળ પવિત્ર ગણાય છે. આ સિવાય આ તીર્થને ફરતી દેટ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની પ્રદક્ષિણા દેવામાં આવે છે. એ વેળા હસ્તગિરિ અને કદમ્બગિરિ નામના નાનાશા ડુંગર નિરખવાને યોગ સાંપડે છે.
મૂળનાયક શ્રી. આદિનાથના મનહર દેવાલયને ફરતા ચેતરફ નાનાં મોટાં મંદિરની સુંદરશ્રેણી શેભી રહી છે, વળી હાથીપળની બહાર પણ દહેરાંની સંખ્યા વિપુલપણે દષ્ટિગોચર થાય છે. આ સિવાય મોતીશા શેઠની વિશાળ ટુંક અને એ સિવાય બીજી પણ નાની મોટી ટુકો દાદાની મોટી ટુંકની સામી બાજુએ આવી રહેલ છે. એમાં મુખજીની ટુંક અતિશય ઉંચી હેઈ સૌ કોઇનું ચિત્ત આકર્ષે છે. વળી ઘેટી પાગ એ શત્રુ પર આવવાના બીજા ભાગરૂપ છે. ત્યાં પ્રભુશ્રીની પાદુકા છે. આમ જે તીર્થાધિરાજની પવિત્રતા અને ભાડામ્ય સંબંધે સંખ્યાબંધ પાનાઓમાં સુવર્ણાક્ષરે વિવિધવણ ને આજે પણ નયનપથમાં આવે તેમ છે તે વિષે આ સ્થાને કેટલા વિસ્તાર કરી શકાય ! ટુંકમાં એટલું જ કહેવું કાફી છે કે આજે પણ આ તીર્થ શાશ્વતતાના અનુપમ નમૂનારૂપ હાઈ એક વાર અવશ્ય દર્શન કરવા યોગ્ય છે. જાત અનુભવ એ જ સારામાં સારું પ્રમાણ પત્ર છે.
(૩) રેવતાચળ યાને ગિરનાર તીર્થ-કાઠિયાવાડમાં આવેલ આ બીજું મહાન તીર્થ છે. જુનાગઢ સુધી રેલ્વે ટ્રેનમાં જવાય છે, ત્યાંથી ગિરનાર પહાડ ઘેડે દુર છે. પગે ચાલતા કિવા ઘોડાગાડી વગેરેના સાધનથી એની તલેટીમાં પહોંચી શકાય છે. આખો પહાડ વાદળ સાથે વાત કરતે ન હોય એ પ્રથમ દર્શને દેખાય છે. શ્રી. નેમિનાથના મંદિર સુધી પગથીઆ બાંધેલા છે. આ પહાડપર જૈનેતર મંદિર પણ આવેલાં છે તેમજ બાવા સંન્યાશીઓ રહે છે તે ઉપર ખાય છે પીએ છે. આ પહાડ ઉપર ખાવા પીવાનો પ્રતિબંધ જેનોમાં પણ શ્રી. શત્રુંજય જેટલો નથી.
(ચાલુ)
For Private And Personal Use Only