SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧] તીથે રથાને સંબંધી કંઈક [૩૮૯]. આંકડો નિશ્ચિત થઈ જાય તેવું છે. પણ આ એકાંત નિયમ નથી. તીર્થકરેની નિર્વાણ ભૂમિ જેટલું જ બલકે અધિક મહત્ત્વ સંખ્યાબંધ સાધુઓ જે સ્થાને અનશન કરી મોક્ષ સાધી ગયા છે તેને અપાયેલું છે. વળી કલ્યાણક ભૂમિનાં કેટલાક તીર્થોનું નામોનિશાન ન હોય છતાં એકાદ એમ તિથી તીર્થપણાનો કલશ તેમના પર ટળી ગયું છે. કેટલાકને તીર્થત્વ પ્રાપ્ત કરવામાં કુદરત યાને દેશકાળને સધિયારો મળી ગયો છે, જ્યારે કેટલીક કલ્યાણુક ભૂમિએ તીથરૂપ હોય છતાં અસ્તાદયના સખત વાવાઝોડામાં અથડાઈ જવાથી આજે વિચ્છિની જેવી થઈ ચૂકી છે, તેમની માત્ર નામ સ્મરણ બાકી રહી છે. કેટલાકનાં સ્થાને પાના પુસ્તક સિવાય અન્યત્ર દષ્ટિયે ચડતાં પણ નથી. આમ તીર્થ સ્થાપનામાં વિવિધતા સમાયેલી છે. તદષ્ટિથી વિચાર કરીયે તે જ્યાં અરિહંતનું એક બિંબ પણ વિરાજમાન હોય તે સ્થાન તીર્થરૂપ છે. એ રીતે જ્યાં જ્યાં એક અથવા તે એકથી વધારે દેવાલયો થા જિનાલયો આવેલાં છે એ બધાં નગરે, ગામ અને પરાંઓ તીર્થરૂપ જ છે. એ બધા સંબંધી ખાસ કહેવાનું ન હોવાથી અહીં તે માત્ર પ્રસિદ્ધ અને મોટાં તીર્થો સંબધી ઉલ્લેખ કરીશું. (૧) અષ્ટાપદજી–આ તીર્થ હાલ દષ્ટિગેચર થતું નથી. છતાં ગણત્રી મુજબ અયોધ્યાની સમીપમાં લેવું જોઈએ એની સ્થાપના ભરત ક્રોએ પ્રભુ શ્રી. ઋષભદેવના નિર્વાણ પછી કરી હતી. એ ટેકરી કે ડુંગરપર આઠ મોટા પગથીએ ચઢયા બાદ જવાતું તેથી એનું નામ અષ્ટાપદ પડયું. ત્યાં શોભાયમાન મનહર ચાર ધારવાળા સિંહનિષા નામના પ્રાસાદમાં બે, ચાર, આઠ અને દશ બિંબેની અનુક્રમે ચાર દિશાના ચાર કારો સામે સ્થાપના કરવામાં આવી હતી. એ બિ પણ અમૂલ્ય રત્નના ભરાવેલાં ને એવી રીતે વિરાજમાન કરેલાં કે વીશ જિનના દેહ પ્રમાણમાં જે ભિન્નતા છે તે જાળવીને પણ શિરેમામ સર્વને સમકક્ષામાં આવે. શ્રી અષ્ટાપદ તીર્થનું આ સામાન્ય સ્વરૂપ સમજવું. એના પર સ્વબળે જનાર અવશ્ય તદ્ નવ મોક્ષગામી આત્મા જ હોય. આવા અનુપમ તીર્થનું મહાસ્ય જળવાઈ રહે અને ભાવિકાળમાં આશાતનાને વેગ ને સાંપડે એ ભાવનાથી પ્રેરાઈ ભરત રાજની પરંપરામાં કેટલાક કળે થયેલા સગર ચક્રીના જન્દુકુમારદિ સાઠ હજાર પુત્રએ દંડ રવંડ તેની ચારે બાજુ મેટી ખાઈ ખાદી અને ગંગાનો પ્રવાહ એમાં વાળી જળથી તેને આકંઠ ભરી દીધી. ત્યારથી સામાન્ય જનતા માટે એ તીર્થ અદશ્ય થયું, અથવા તો બહુલકમ જીવો હોવાથી અદૃશ્ય થયું. (૨) શત્રુંજય–આ તીર્થ શાશ્વતું એટલા માટે ગણાય છે કે તે ભૂત કાળે હતું, વર્તમાનમાં વિધમાન છે અને આગામી કાળે તેનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે. જો કે સપિણીના આરાના પ્રમાણુમાં તેની ઉંચાઈ વગેરેમાં વધ ઘટ થતી જ રહે છે તેમજ એનાં નામે પણ જુદાં જુદાં નિમિત્તથી ધણ (૧૦૮) ગણાય છે, છતાં દ્રવ્યથી તેની શાશ્વતતા જળવાઈ રહી છે. સર્વ નામોમાં શત્રુ જય નામ સુપ્રસિદ્ધ છે. તે કાઠિયા વાડમાં પાલીતાણા નજીક આવેલું છે. ઠેઠ સુધી રેલ્વે ટ્રેન છે. પાલીતાણા સમીપે પહુંચતાં જ મેટો મગર જાણે કે સાગરના જળ પર દેહ પસારી ન બેઠે હોય એવો શ્યામવણી સિદ્ધાચળગિરિ શેભા આપે છે. સવા સમજની ટુંક તે જાણે કાળા દેહ પર For Private And Personal Use Only
SR No.521532
Book TitleJain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy