________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧] અતિચારની આઠ ગાથા
[૩૩]. તપાસી જુઓ. ચોથું આવશ્યક પ્રતિક્રમણ નામનું છે ને તેમાં લાગેલા જ્ઞાનાચારાદિન દે આવવાના હોય છે ને તેમાં આલોવવા અતિચારોમાં દિવસ કે રાત્રે લાગેલા વિશેષ અને વ્યક્ત અતિચારેને ગુરૂ સમક્ષ પ્રાયશ્ચિત્ત લેવા માટે ચિંતવવા જોઈએ અને તે અતિચારો ચિંતવવા માટે જ આ કાઉસ્સગ્ન ને આ ગાથાઓ છે. વળી જ્ઞાનાચારની ગાથામાં વ્યંજન, અર્થ અને તંદુભયનું ઉલ્લંઘન તે ખુદ અતિચાર રૂપે જ છે........ તમે આ આઠ ગાથાઓ વિચારો છો તેનું કારણ એ છે કે તમારો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તષાચાર અને વીર્યાચાર એ તમે ન કર્યો હોય તેની ખામી જોવાને અર્થે જ તમે આ ગાથા વિચારો છો એથી જ શાસ્ત્રકારોએ પણ તમારા અતિચારમાં પણ એની એ જ ગાથા મૂકી છે ! ત્યાં આચાર તરીકે આચાર જેવાના નથી, પરંતુ અતિચારના મુદ્દાથી ત્યાં આચાર લેવાના છે. અતિચાર સ્મરણને માટે ગણતી ગાથા તે અતિચાર ગાથા છે. જે દૂધણને ત્યાગ કરવાને અર્થે જ આ ગાથાઓનું સ્મરણ કરવાનું છે. બીજી વાત એ ખ્યાલમાં રાખવાની છે કે અહીં સુકૃત અનુમોદનનો પણ વિષય નથી. અહીં દુષ્કૃતનિંદન અને પ્રાયશ્ચિત્ત માટે જ આ ગાથાઓનું સ્મરણ કરવામાં આવતું હોવાથી શાસ્ત્રકાર મહારાજાઓએ તેને અતિચાર ગાથા કહી છે તે સર્વથા વ્યાજબી જ કરે છે.”
આ ઉપરથી નીચે મુજબની હકીકતો ફલિત થાય છે – (૧) બાહ્ય દષ્ટિએ આ આઠ ગાથાનો વિષય “આચાર” છે એ સંબંધમાં પં. સુખલાલજી અને શ્રી આનંદસાગરસૂરિ પ્રાયઃ એક મત છે. પ્રાયઃ કહેવાનું કારણ એ છે કે બીજી ગાથાના ત્રીજા ચરણમાં અતિચારને ધ્વનિ છે એમ સૂરિજી કથે છે અને એટલે અશે એઓ જુદા પડે છે.
(૨) ત્રણસો વર્ષોથી આ ગાથા અતિચારની ગાથા તરીકે સુપ્રસિદ્ધ છે. સેનસરિજીનો પણ એ જ મત છે.
(૩) આ ગાથાના ઉપયોગને ઉદ્દેશને લક્ષમાં રાખીને એનું અતિચારની ગાથા એ નામ ચરિતાર્થ થાય છે. અને શાસ્ત્રકારોએ તેમ જ કર્યું છે.
આ સંબંધમાં મારું નમ્ર વક્તવ્ય એ છે કે બીજી ગાથાના ત્રીજા ચરણમાંથી અતિચારને ધ્વનિ નીકળે છે એ વાત વિશેઘત : સ્પષ્ટ રીતે રજુ કરવાની આવશ્યક્તા છે.
બીજાં શ્રી. વર્ધમાનસૂરિએ પોતાની કૃતિ નામે આચાર દિનકરના ૨૮૦ આ પત્રમાં આ ગાથાઓ રજુ કરતી વેળા નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
કાથ7 તિવારાથમિસ્ત્રોથા યથા– ?
આ ઉપરથી જોઈ શકાય છે કે આચાર દિનકરના કર્તા પણ આને અતિચાર ગાથા તરીકે સંબોધે છે. એમનો સમય વિક્રમની અગ્યારમી સદી હોય એમ આચાર દિનકર (ભા. ૧) ની પ્રસ્તાવના ઉપરથી અનુમનાય છે, કેમકે ત્યાં એમને શ્રી. જિનેશ્વરસૂરિજી (વિ. સં. ૧૦૮૦ ) ના ગુરૂ તરીકે ઓળખાવ્યા છે,
ત્રીજું, જે રીતે જે કૃતિને ઉપયોગ કરાતો હોય તે ઉપરથી તેનું નામ યોજી શકાય એના સમર્થનમાં એવી કોઈ અન્ય કૃતિનું ઉદાહરણ રજુ થઈ શકે તેમ છે કે નહિ? અને જે થઈ શકતું હોય છે તેવી જૈન કે અજેન કૃતિને નામોલ્લેખ થવો ઘટે.
For Private And Personal Use Only