SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9] ભારતનાં જૈન ગુફામંદિરે (339 મૂર્તિઓ પૈકી એક મૂર્તિના પબાસનના નીચે એક શિલાલેખ વિક્રમ સંવત 1443 ની સાલને કોતરાએલ છે, ઉપર બતાવેલ સુરજકુંડથી 180 ફીટ ઉચે એક નાનું અર્વાચીન જૈન મંદિર તીર્થંકર પાર્શ્વનાથનું સુદર કલામય આવેલ છે. દશાવતાર નામનું, પત્થરમાંથી કોતરી કાઢેલ શિ૯૫ કામ Dasavatar પાશ્વનાથના મંદિરથી ઈશાન ખુણામાં 240 ફીટ દુરના અંતરે “માડવ મડાઈ " Madava Madai નામની પુરાતન જગ્યા આવેલ છે. તેનાથી 750 ફીટના અંતરે ઇશાન ખુણામાં “દશાવતાર” નામનું રિ૫ કળામય કામ પત્થર પર કોતરાયેલ છે. આ શિલ્પ કામ પશ્ચિમ દિશા તરફ સીધા આકારવાળા ખડકના પત્થરના બે વિભાગમાં જણાઈ આવે છે. પહેલા વિભાગમાં એક ઊડે ગોખલો છે. અને તે ગોખલામાં પાંચ પદ્માસને જુદી જુદી તીર્થકરોની મૂર્તિઓ કોતરી કાઢેલી છે. આ મૂર્તિઓ સાડા દશ ઇંચની ઉંચાઈએ અને ઘુંટણ આગળ અગિયાર ઇંચ પહોળાઈએ છે. આ મૂર્તિઓ પુરાતન સમયની હોય તેમ તેના શિલ્પકામથી જણાઈ આવે છે. દરેક મૂર્તિને નીચે પબાસન છે તેમાંના મધ્ય ભાગમાં લાંછન-ચિહ કોતરાએલ છે. ચિહ્નો બહુ જ આછાં જણાય છે. તે ચિન્હ પૈકી ઘેડો અને હાથી જેવા લાંછન જણાઈ શકે છે. ડાબુ બાજુએથી ત્રીજી, એથી અને પાંચમી મૂર્તિઓ છે તેના પબાસનામાં દેવનાગરી લીપીમાં આછું લખાણ કેતરાએલ જણાઈ આવે છે. ઉત્તર તરફ થોડેક અંતરે દૂર નીચાણના ભાગમાં ખડકના આકારને હાર આગળ દશ બીજી ઉપરની શૈલીની અને શિલ્પકામમય જિન તીર્થંકરની મૂર્તિઓ આવેલ છે. તેમાં ડાબી બાજુની પાંય પદ્માસને ઉપરના માપની છે, જમણું બાજુએ આવેલ મૂર્તિઓ કાઉસગ્ગ આકારે સવાબે ફૂટ ઉંચી છે. આ બધી મૂર્તિઓની છાતી ઉપર ચિહે કાતરાએલ છે. તેની આજુબાજુ ચમર ઢાલતા ઇકો ઉભેલ છે. મૂર્તિઓના નીચેના લાંછનો ભાગ ઘસાઈ ગએલ છે, પરંતુ પબાસનના નીચેના ભાગમાં આછા દેખાવના સિહે પ્રભુને નમન કરતા હોય તેમ દેખાવ આપે છે. આકાશકન (Akasalosana) ખડક દશાવતારથી એ શી ફીટ ઉચે કુદરતી રીતે ભેગા થયેલ એક હેટા પત્થરને સમૂહ નીસરણ આકારે ગોઠવાયેલ છે. આમાંની એક શિલાની ટોચને “આકાશોકન” કહે છે. તે પર પાદુકા આવેલ છે. આ પાદુકા એક પત્થર પર અડધા ઈંચની ઉંડાઈએ કોતરાએલ છે. ઉકત પાદુકાની લંબાઈ આઠ ઇંચની છે. તેમાં શિલાલેખ નથી પરંતુ તેની સાદાઈનાં લીધે તે પ્રાચીન હોય તેમ જણાય છે. ત્યાંના પુરોહિત આ પાદુકાને વિષ્ણુની માને છે. પરંતુ ખરી રીતે તપાસતાં તે તીર્થંકરનાં ચરણ તરીકે પુરાતન સમયથી પૂજાતી આવેલ હોય તેમ જણાઈ આવે છે. (Indian Antiquary Vol-111, 1901 - pp. 81-95) [ અનુસંધાન ૩૪ભા પાને ]. For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy