SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬] શ્રી જૈન સત્ય પ્રકાશ ખુલાસે મહારાજાને ગળે ઉતારવામાં બહુ મોડું થયું હતું. એવો પ્રયત્ન કરવા જતાં ઉલટી વધુ આફત વહેરવા જેવું તેને લાગ્યું. હવે તો પિતાની જાતને વિચાર એક તરફ મૂકીને પિતાના કુટુંબનું અને જે પ્રજા તેના ઉપર અટળ વિશ્વાસ રાખતી હતી તેનું અમંગળ થતું અટકે અને પિતાના વિરોધીના હાથ હેઠા પડે એ જ વિચાર એને કરવાનો હતો. તેણે લગ્નનું કામ જેમ તેમ કરીને શાંતિપૂર્વક પતાવી દીધું. અને પછી પિતાના લઘુ પુત્રને બધી પરિસ્થિતિથી વાકેફ કરવાનો તેણે વિચાર કર્યો. સોળ વર્ષથી ઉપરના પુત્ર સાથે મિત્ર તરીકે આચારણ કરવાની વાત મહાઅમાત્યના ખ્યાલમાં હતી. આથી તેણે પોતાના લધુ પુત્ર શ્રીયકને પિતાની પાસે બોલાવ્યું. તેને મોટો પુત્ર સ્થૂલિભદ્ર તો કેટલાંય વર્ષોથી ઘર : બાર છોડીને કહ્યા વેશ્યાને ત્યાં ભેગવિલાસમાં મગ્ન હતા. જ્યારે શકટાળ મહાનંદના મહાઅમાત્ય તરીકે હતો ત્યારે તેને ના પુત્ર શ્રીયક મહારાજા મહાનંદના અંગરક્ષકને મવડી હતા. મહારાજાની રક્ષા કરવાનું બહુ જવાબદારી ભર્યું કામ તેના માથે હતું. શ્રીયક આવી પહોંચતા શકટાળે બધી વિકટ પરિસ્થિતિથી તેને વાકેફ કર્યો. પોતે, પિતાનું આખું કુટુંબ અને જે રાજા અને પ્રજાની પતે એક નિષ્ઠાથી સેવા બજાવી હતી તેનું મહામંત્રીપદ અત્યારે કેવી આક્તભરી સ્થિતિમાં હતાં તે વાત તેણે શ્રીયકને સમજાવી. અને આ બધાને વખતસર બચાવી લેવા હોય તો તેને એક માત્ર ઉપાય શકટા શ્રી કને કહી બતાવ્યો. આ ઉપાય એ હતો કે–બીજે દિવસે રાજસભામાં જ્યારે શકટાળ મહારાજાની સન્મુખ મસ્તક ઝુકાવી ઉભો રહ્યો ત્યારે તરત જ મહારાજના અંગરક્ષક તરીકે શ્રીયકે તેનું પોતાના પિતાનું મસ્તક તરવારના ઝાટકાથી ઉડાવી દેવું, અને મહારાજા જ્યારે આમ કરવાનું કારણ પૂછે ત્યારે શકટાળના રાજ્યદેહથી મહારાજાનું રક્ષણ કરવાની વાત આગળ કરવી. પરશુરામે પોતાના પિતાના કહેવાથી પોતાની માતાનું મસ્તક ઉડાવી દીધાની વાત શાસ્ત્રમાં વાંચી છે. પણ ત્યારે તે કલિયુગ ન હતો અને છેવટે મંત્રના બળે પરશુરામની માતા સજીવન થઈ હતી. અત્યારે તે કલિયુગ પ્રવર્તતો હતો. મરી ગયેલે માનવી ફરી સજીવ થયાની કલ્પના કરવી પણ બુદ્ધિને છળવા જેવું હતું. એટલે શ્રીયક આ વાતને શી રીતે સ્વીકાર કરી શકે ? પોતાના પૂજ્ય પિતાનો, પિતાના સગા હાથે અને તે પણ કોઈ પણ પ્રકારના સંગીન અપરાધ વગર વધ કરવા એ તૈયાર ન હતો. એ કલ્પના માત્રથી તેનું હૃદય કંપી ઉઠતું હતું. પિતાના પુત્રની અસમંજસતા જોઈને શકટાળે ફરી તેને સમજાવ્યું. અને કહ્યું કે “જરુર આ ઉપાય બહુ આકરે છે. પણ હવે કોઈ ઉપાય છે તે માત્ર આ જ છે. આકરા રેગ માટે આકરો ઉપચાર જ કામ કરી શકશે. તારી ખાતર નહીં તે છેવટે પ્રજા ઉપર અયોગ્ય અમાત્યને ભાર ન પડે અને પ્રજાનું અમંગળ ન થાય તે ખાતર પણ તારે આ કાર્ય કરવું પડશે. હું તે હવે વૃદ્ધાવસ્થાના કિનારે બેઠે છું, એટલે ટુંક વખતમાં મારું મોત તે થવાનું જ છે. તે પછી મરતાં મરતાં પણ આ કાયાથી આટલે ઉપકાર થઈ જાય તે કેવું સારું ?” For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy