________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ
[૯].
શ્રી જૈન સત્ય પ્રકાશ ઉત્પન્ન થયો. થોડીવારમાં ધોબીનું પંચ ફરિયાદ કરવા માટે રાજાની પાસે આવી પહોંચ્યું, કિન્તુ કલ્પકને મંત્રીપદે બેઠેલે દેખીને તે કંઈ પણ બોલ્યા વિના પાછું ચાલ્યું ગયું. આ તરફ રાજાએ જુના મંત્રીઓને પણ મંત્રીપદથી છુટા કર્યા.
રાજા નિંદે કલ્પકને મહામંત્રી બનાવ્યો અને કલ્પકે પિતાના બુદ્ધિચાતુર્ય વડે રાજ્યલક્ષ્મી, રાજ્યસત્તા તથા જમીનનો વધારો કરી નંદને મહારાજા બનાવ્યા. યદ્યપિ કલ્પક મહામંત્રી હતા, કિન્તુ મહારાજા નંદ તેને ગુરુ તરીકે માન આપતો હતો. પ્રપંચને ભેગઃ
મંત્રી કલ્પક પુત્ર પરિવારથી પણ સમૃદ્ધ હતા. તેણે પિતાના જ્યેષ્ઠ પુત્રના લગ્ન પ્રસંગે રાજાને અંતઃપુર સહિત નોતરી તેને સત્કાર કરવાનો સંકલ્પ કર્યો, અને તે માટે છત્ર વગેરે રાજચિહ્ન તૈયાર કરવાનું કામ પણ આરંભી દીધું. ખરેખર, મનુષ્ય ધારે છે કંઈ અને બને છે કંઈ ! આ જ વખતે નંદ રાજાને જૂને મંત્રી કે જે કલ્પકનું છિદ્ર હાથમાં આવ્યાની રાહ જોઈ રહ્યો હતો તેણે મગધના મહારાજા નંદ પાસે જઈ તેના કાન ભંભેર્યા, અને સાફ સાફ જણાવી દીધું કે-“ જેને તમે ગુરૂ તુલ્ય માને છે તે કલ્પક છુપી રીતે નવાં રાજચિહ્ન તૈયાર કરાવી રહ્યો છે. તે તપાસ કરીને યોગ્ય પ્રબંધ કરી લ્યો ! અમે તે માત્ર સ્વામીભક્તિથી પ્રેરાઈને આપને આ વસ્તુથી વાકેફગાર કર્યા છે. આ બાબતમાં શું કરવું તે આપની ઈચ્છાને આધીન છે.” વગેરે વગેરે.
મહારાજા નંદે કલ્પકના ઘરને ભેદ લેવા માટે ચરપુરુષ મોકલ્યો. અને જુના મંત્રીનું કહેવું વ્યાજબી લાગવાથી કલ્પક કંઇક નવું તર્કટ રચે છે એમ માની કલ્પકને કુટુંબ સહિત પકડાવી અંધારા કુવામાં ઉતારી હંમેશને માટે દુઃખમાં ધકેલી દીધે. તથા તેને ચેડાં ડાં અન્ન પાણી મળે તેવો બંદોબસ્ત કરી ભવિષ્યમાં કપેલ આપત્તિ દૂર થઈ છે, એમ માની છુટકારાને દમ ખેંચો.
જુના મંત્રીએ પોતાના ઘરમાં દિવાળી મનાવી !
મહામંત્રી ભવિષ્ય દ્રષ્ટા હતે. તે કળી ગયે કે જૂના મંત્રીની પ્રપંચજાળમાં ફસીને રાજાએ આ અન્યાય કર્યો છે. અગમચેતી
બીજે દિવસે એક માણસનું પણ પેટ ન ભરાય એટલે ખોરાક તથા પાણી આવ્યાં. એટલે કલ્પકે પોતાના કુટુમ્બને જણાવ્યું કે “ મહારાજા નંદ આપણને રીબાવીને મારવા ઈચ્છે છે. આપણે આ ખોરાકના ભાગલા કરીને ખાઈશું તે દરેક ભૂખ્યા રહીશું અને દરેક જલ્દી મૃત્યુ પામીશું. આમ થવાથી આપણું શત્રુઓને તેમના કુકૃત્યને બદલે નહીં મળે. માટે આપણે એ રસ્તે લેવો જોઈએ કે આપણામાંથી હરકોઈ એક વ્યક્તિ ચિરકાળ છે, લાંબુ જીવન ગુજારે, વંશવેલે ચલાવે અને વખત આવે એ જૂના મંત્રીને ધૂળ ચાટતા કરી વેરને બદલે ચે. જે આ વાત તમને પસંદ હોય તે કેઈપણ એકને આ અન્ન વડે જીવત રાખી બાકીના દરેકે ખુશીથી મૃત્યુને ભેટવું જોઈએ.” - કુટુએ આ વાત મંજૂર રાખી અને વેરને બદલે લેવાની તાકાત બીજા કઈમાં નથી માટે સ્વયં કલ્પકે જીવંત રહી આ કાર્ય સાધવું એમ જણાવી અનશન સ્વીકાર્યું.
For Private And Personal Use Only