________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી કલ્પક
[એક ઐતિહાસિક ચિત્રણ ]
લેખક:-મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી રાજકીય પરિસ્થિતિ
ઐતિહાસિક યુગના પ્રારંભ પછી આર્યાવર્તના ઈતિહાસમાં અનેક રાજા તથા મંત્રીઓનાં નામે નજરે પડે છે. જેમાં મંત્રી કલ્પકનું નામ પણ ઇતિહાસવિદોના દિલોને આકર્ષે તેવું સ્વર્ણાક્ષરે કાતરાએલ છે.
- વીર નિર્વાણની પ્રથમ શતાબ્દીમાં આર્યાવર્તનું રાજકીય વાતાવરણ સંક્ષુબ્ધ દશાવાળું હતું. જેના હાથમાં બળ તેના હાથમાં જમીન આ ન્યાયે અનેક નાના નાના ટુકડાઓમાં આર્યાવર્ત વિભકત થઈ ગયો હતો. એવામાં પટણાની રાજ્યગાદી પર એકદમ નવો ધડાકે થયો. પાટલીપુત્રના અધિપતિ ઉદાયી રાજાનું વિનય રત્ન ખૂન કર્યું અને પાટલીપુત્ર અરાજકતાનું ભોગ બન્યું.
ઉદાયીના મૃત્યુ પછી તેને પુત્ર ન હોવાથી મગધની રાજ્યલગામ નન્દના હાથમાં આવી. નન્દ રાજાને શરૂ શરૂમાં ઘણી મુશ્કેલી વેઠવી પડી, પરંતુ અંતે તે મગધને સર્વેસર્વા રાજા બન્યો. આ નન્દ રાજાના મંત્રીઓમાં કલ્પક એ પ્રધાન મંત્રી હતા. એ મંત્રી અભયકુમાર અને ચાણક્યની હાલમાં ઉભી શકે તેવો બુદ્ધિવાન હતા. પિતૃ પરિચયઃ
કપકના પિતાનું નામ કપિલ પંડિત હતું. કપિલ પંડિત પાટલીપુત્રના દરવાજા બહાર એક સુંદર મકાન બનાવી ત્યાં પોતાના કુટુંબ સાથે રહેતા હતા. તેના મકાન પાસે થઈને શહેરમાં જવાનો રસ્તો હતો. એક જેન આચાર્ય મહારાજા પિતાના શિષ્ય પરિવાર સાથે પાટલીપુત્ર તરફ આવી રહ્યા હતા, પરંતુ સૂર્યાસ્તને સમય થવાથી તેઓએ આજ્ઞા માગીને કપિલની અગ્નિહોત્ર શાળામાં જ રાત્રિ નિવાસ કર્યો. કપિલ જાતે બ્રાહ્મણ વિદ્વાન હતો. તેને જૈનાચાર્ય સાથેના આ પહેલા પરિચયમાં જ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રકટી અને કપિલ પંડિત પરમ શ્રાવક બન્ય. નામકરણ
કપિલ પંડિતને ત્યાં પુત્ર જન્મ થયે તે વાતની તેને ખુશાલી હતી, પરંતુ તે બાળક પૂર્વ કર્મ યેગે જન્મથી જ વ્યંતરીઓ વડે પીડાવા લાગે. પંડિતજીએ અનેક ઉપાય ક્ય, કિન્તુ કોઈ પણ રીતે તે બાળકને આરામ થયે નહીં.
એક દિવસે એક જૈન સાધુજી પાત્રાનું ધાવણ જમીન પર પરાવતા હતા ત્યારે કપિલ પંડિતે શ્રદ્ધાભાવે એકદમ ઉઠી બાલકને એવી રીતે ધર્યો કે તે પાત્રાનું પાણી બાલકના માથે પડયું અને વ્યંતરની પીડા દૂર થઈ ગઈ. બાલક નરેગી થતાં કપિલ પંડિતે તેનું કપક એનું નામ રાખ્યું.
For Private And Personal Use Only