SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહરથોત્તની એક લઘુવૃત્તિના કર્તાનું નામ પૂર્ણચન્દ્રાચાર્ય કે ચન્દ્રાચાર્ય ? લેખક-શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ઉવસગ્ગહરથોત્તના સંબંધમાં મારે જે છેડે ઘણે નિર્દેશ પહેલાં કરવાના હતા તે મેં વિ. સં. ૧૯૮૪માં લખેલી મારી સંસ્કૃત પ્રસ્તાવનામાં “પણસ્તોત્રી સમીક્ષTH” એ શીર્ષકપૂર્વક પૃ. ૨૧-૨૪માં કર્યો છે. શ્રેષ્ઠ દેવચંદ લાલભાઈ જેન પુસ્તકોદ્ધાર સંસ્થા તરફથી ૮૦માં ગ્રન્થાક તરીકે પ્રસિદ્ધ થયેલ અને ભારે હાથે સંશોધિત-સંપાદિત થયેલ પ્રિયંકરનુપકથામાં ઉપર્યુક્ત પ્રસ્તાવના પ્રકટ થઈ છે. એ પ્રિયંકરનૃપથાની આવૃત્તિમાં શ્રી તિજ પાશ્વદેવગણિકત લઘુત્તિ પૃ. ૯૭–૧૧રમાં છપાયેલી છે. વળી અંતમાં ગ–પરિશિષ્ટ તરીકે ઉવસગ્ગહરત્તની ૨૦ ગાથાઓ અને ઘ–પરિશિષ્ટ તરીકે શ્રી ઉવસગ્ગહરસ્તોત્રની પાદપૂર્તિરૂપ અને શ્રી તેજ:સાગર પ્રણીત શ્રી પાર્શ્વ સ્તોત્ર આપવામાં આવેલ છે. આ સ્તોત્રમાં ૨૧ પદ્યો છે. ઉપર જણાવેલી કૃતિઓના સંપાદન ઉપરાંત મારે હાથે ઉવસગ્ગહરત્તની શ્રી જિનપ્રભસૂરિકૃત અર્થ કપલતા નામની વૃત્તિ, શ્રી સિદ્ધિચન્દ્રગણિકત વ્યાખ્યા તેમજ શ્રી હર્ષકીતિસૂરિકૃત વ્યાખ્યાનું સંશોધનાદિ કાર્ય થયું છે. એ ત્રણે અનેકાર્થરત્ન મંજૂષાના અંતમાં પૃ. ૭–૨૪માં ઈ. સ. ૧૯૩૩માં છપાયેલી છે. આ ઉપરાંત, ભાડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન મંદિરમાં જે જેન હસ્તલિખિત પ્રતિઓ છે તેનાં જે વિસ્તૃત સૂચીપત્રો મેં તૈયાર કર્યા છે તે પૈકી સત્તરમા પુસ્તકના તૃતીય વિભાગ (Vol xvii. pt. 3) તરીકે જે આગમિક સાહિત્ય હાલમાં છપાય છે તેના પૃ. ૧૮૦-૧૯૩માં મેં ઉવસગ્ગહરથાર અને તેની વિવિધ વ્યાખ્યાઓની પ્રતિઓ પરત્વે યથાસાધન નિર્દેશ કર્યો છે. એ વ્યાખ્યાઓમાં ક્રમાંક ૭૭પમાં પૂર્ણચન્દ્રાચાર્યકુત લઘુવૃત્તિને, ક્રમાંક ૭૭૬-૭૭૯માં અર્થ કપિલતાન, ક્રમાંક ૭૮૦ દિજ પાર્ષદેવગણિત વૃત્તિને, ક્રમાંક ૭૮૧માં સિદ્ધિચન્દ્ર ગણિકૃત ટીકાને, ક્રમાંક ૭૮૨માં એક અજ્ઞાતકર્તક વૃત્તિ. ક્રમાંક ૭૮૩માં એક અજ્ઞાતક અવસૂરિના અને ક્રમાંક ૭૮૪-૮૮૫માં હર્ષકીર્તનસુરિકત વૃત્તિને ટુંકમાં પરિચય આપ્યો છે. ૧ આ નામ મેં અવાજેલું છે. વિશેષમાં “ સપ્ત માનિ ”નું સંશોધનકાર્ય મને સેંપાયું હતું, પરંતુ તે મારી તરફથી પૂર્ણ થતાં તે પૂરૂં છપાય તેમ જણાયું નહિ, એટલે બે સ્મરણ પૂરતો ભાગ મારે હાથે સંપાદિત થતાં તે અનેકાથરત્નમંજૂષાના અંતમાં આપવામાં આવ્યો છે. ૨ આ ઉપરથી જોઈ શકાશે કે શ્રી જૈન સત્ય પ્રકાશ (વ. ૩, અં. ૭, પૃ. ર૬૪) માં શ્રીયુત નવાબે નહિ નેધેલી એવી એક વૃત્તિ અને એક અવચૂરિ અત્ર નંધાયેલી છે. આ ઉપરાંત પ્રિયંકરનૃપકથા (પૃ. ૮૨)માં શ્રી જિનસૂરમુનિ કેઈ વૃત્તિને ઉલ્લેખ કરે છે, તેની પણ અત્ર નેધ લેવી દુરસ્ત જણાય છે. For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy