SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્દર્શન લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધ્ધસૂરિજી (ગતાંકથી ચાલુ) ક્ષાયિક સમ્યકત્વવાળા જીવોના થતા ૧, ૩, ૪, ૫, ભવોના સંબંધમાં ટૂંકામાં આ પ્રમાણે સમજવું–જેમણે આગામી ભવનું આયુષ્ય બાંધ્યું નથી એવા અબદ્ધાયુષ્ક જીવો જે આ સમ્યકત્વ પામે તો તેઓ તે જ (છેલ્લા) ભવમાં મેક્ષે જાય છે. અને જેમણે વૈમાનિક દેવાયુ અથવા નરકાયું બાંધ્યું છે, એવા છે જે (આયુ બાંધ્યા પછી) ક્ષાયિક સમ્યકત્વ પામે તે દેવભવમાં અથવા નરકભવમાં ગયા બાદ છેવટે મનુષ્યમાં આવી મેસે જાય. એમ ક્ષાયિક દર્શનવાળા ભવ્ય જીવો ત્રણ ( ૧ નર ભવ, ર વૈમાનિક દેવને અથવા નરકને ભવ અને ૩ નર ભવ) ભ કરે છે. તથા કેટલાએક ક્ષાયિક દર્શનવાળા ભવ્ય જીવો ચાર ભવ કરીને પણ મેક્ષે જાય છે, તે આ પ્રમાણે-ક્ષાયિક દર્શન ગુણ પામ્યા પહેલાં જેમણે યુગલિક તિર્યંચાનું અથવા યુગલિયા મનુષ્યોનું આયુષ્ય બાંધ્યું છે એવા છે જે ક્ષાયિક સમ્યકત્વને પામે તો તેઓ અનુક્રમે પહેલો નરભવ પૂર્ણ થયા બાદ બીજો યુગલિયાને ભવ કરે. પછી ત્રીજે દેવ ભવ જ કરે. કારણ કે યુગલિયાઓ અલ્પકાયદયવાળા હોવાથી બીજી ત્રણ ગતિઓમાં જાય નહિ. (આ ઉપરથી એમ સમજાય છે કે—કક્ષાની પ્રબળતાથી હલકી ગતિઓમાં ભટકવું પડે છે. ) છેવટે દેવ ભવમાંથી ચવીને ચોથા ભવમાં મનુષ્ય થઈ પવિત્ર સંયમ પાલીને જ મોક્ષે જાય. તથા કેટલાએક ક્ષાયિક સમ્યકત્વવાળા ભવ્ય જી કૃષ્ણરાજ વગેરેની માફક પાંચમે ભવે પણ મોક્ષે જાય. તે પચે ભનો ક્રમ આ પ્રમાણે જાણો–(૧) મનુષ્યભવ પૂરો કરી (૨) નરકે જાય ત્યાર બાદ (૩) મનુષ્ય થઈ (૪) દેવભવમાં જાય. (૫) છેવટે મનુષ્યભવ પામી સંયમના બલે જ મુક્તિપદ પામે. એમ પૂજ્યપાદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી. યશેવિજ્યજીગણિ મહારાજે કર્મપ્રકૃતિની ટીકામાં સ્પષ્ટ (શબ્દોમાં કહ્યું છે તેમજ ઉપાધ્યાય શ્રી સમયસુંદરગણિએ રચેલા શ્રી વિશેષ શતક નામના ગ્રંથમાં પણ આ પ્રમાણે પ્રશ્નોત્તર રૂપે જણાવ્યું છે – પ્રશ્ન–ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કૃષ્ણ વાસુદેવ અહીંથી નરકાયુના ઉદયે ત્રીજી નરકમાં ગયા, ત્યાં વધારેમાં વધારે સાત (૭) સાગરોપમનું આયુષ્ય હોય છે–બીજી બાજુ શ્રી નેમિનાથથી માંડીને આવતી ચોવીશીના બારમા તીર્થંકર (કૃણનો અંતરકાલ તેથી (૭ સાગરોપમથી) વધારે થાય છે, તો આ બાબતમાં શું સમજવું ? ઉત્તર—તમે “કૃષ્ણ વાસુદેવ ત્રીજે ભવે તીર્થકર થશે” એ આશયથી પ્રશ્ન કર્યો છે. સમજવાની જરૂર છે કે–નરકમાંથી નીકળી કૃષ્ણ વાસુદેવ નરભવ કરશે એટલે અહીં ભરતક્ષેત્રમાં શતદાર નગરના જિતશત્રુ રાજાના પુત્ર (મંડલિક રાજા) થશે. દીક્ષા સાધી તીર્થકર નામ કર્મ નિકાચિત કરીને પાંચમાં બ્રહ્મદેવલોકે દશ સાગરોપમ આયુવાળા દેવ થશે. ત્યારબાદ અહીં નરભવ પામી બારમા “ અમમ ' તીર્થકર થશે. એમ શ્રી. સંઘદાસગણિ કૃત વસુદેવહિડી નામના ગ્રંથ ઉપરથી સમજી શકાય છે. જુઓ આ For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy