SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમણોવાસગ-પડિકકમણ-સુત્ત યાને વંદિત્તસૂત્ર લેખક-શ્રીયુત . હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. પ્રસ્તાવ–પ્રતિક્રમણ સૂત્રોના અભ્યાસીઓને તેમજ પ્રતિક્રમણ કરનારાને વંદિત્ત સૂત્ર સુપરિચિત છે. અને અનેક જૈનેને એ કંઠસ્થ પણ છે, તેમ છતાં એના કર્તા વગેરેના સંબંધમાં બહુ થોડાયે વિચાર કર્યો હોય એમ જણાય છે. એથી એ સંબંધમાં કેટલાક ઊહાપોહ કરવા હું પ્રેરાઉ છું. નામ–જેમ આપણાં અનેક સૂત્રોનું નામ શરૂ થતા શબ્દ રા પ્રચલિત બન્યું છે તેમ આ સૂત્ર પણ “વદિg” શબ્દથી શરૂ થતું હોવાથી એને વંદિત્તસૂત' એ નામથી ઓળખવાય છે. શ્રી વિજ્યસંહસરિજીએ આના ઉપર જે ચુણિ (ચૂર્ણિ) રચી છે તેના બીજા પધમાં તેમણે આ સૂત્રનો “સમણોવાસગ પડિકકમસુત્ત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ સૂત્ર ઉપર શ્રી રત્નશખરસૂરિએ જે અર્થદીપિકા રચી છે તેમાં તેમણે આ સૂત્રનો પ્રારંભમાં ગૃહિપ્રતિક્રમણુસૂત્ર તરીકે અને અંતમાં પ્રતિકમણુસૂત્ર શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર અને શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર’ તરીકે નિદેશ કર્યો છે. ભાષા-આપણાં ઘણાંખરાં સૂત્રોની પેઠે આ “વંદિત્તસૂત્ર”ની ભાષા અર્ધમાગધી છે. છન્દ–આપણું મહત્ત્વપૂર્ણ અનેક કૃતિઓ આર્યા છે તેમાં રચાયેલી છે. તેમ આ * વંદિત્તસૂત્ર” પણ આર્યા છંદમાં રચાયેલું છે. વિષય–આ ૫૦ પની કૃતિમાં મુખ્યત્વે કરીને શ્રાવકના અતિચાનો ઉલ્લેખ છે અને એ અતિચારે દ્વારા લાગેલા પાપથી મુક્ત થવાની ભાવના છે. વિશેષ•ાં એન ૨૨માં અને ૨૩ મા પધમાં પંદર કર્માદાનને નિર્દેશ છે. કત --આ સૂત્રના કર્તા કોણ છે તેનો ઉલ્લેખ એ સૂત્રમાં નથી એટલે એ સંબધમાં જુદા જુદા વિદ્વાનો જુદો જુદે અભિપ્રાય દર્શાવે છે. આ સંબંધમાં અર્થદીપિકામાં ઊલાપિત કરાયેલ છે. એના કર્તાનું માનવું એ છે કે આ આકૃતિ છે. આવશ્યકાદિ અંગબાહ્ય શ્રત રચનારા શ્રતવિરેની પેઠે આના કર્તા પણ કોઈ પ્રતસ્થવિર છે અને એથી આ કૃતિ અર્વાચીન નથી. આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રી આનન્દસાગરસૂરિજી પણ આ વંદિતુ સૂત્રને આષકૃતિ ગણે છે અને આવશ્યક સૂત્રમાં જે શ્રાવકોના વ્રતાને લગતા આલાપકાના કર્તા છે તેમની જ આ કૃતિ હોવાનું સૂચવે છે.૧ ઉત્પત્તિ –પં. સુખલાલજીનું માનવું એ છે કે આવશ્યક સૂત્રમાં જે સૂત્રો સમ્યકત્વ, બાર વ્રત અને સંલેખનાને લગતાં છે તેના આધારે વંદિતુ સૂત્રની રચના થઈ છે. અખંડિત પઠન-વ્રતને લગતા અતિચારનું સંશોધન કરનાર પિતાને લગતા અતિચારો પૂરતું વંદિત્તસૂત્ર’ બેલતા નથી, પરંતુ અખંડિત બોલે છે તે કેવી રીતે સકારણ છે તેનો ખુલાસે પં. સુખલાલજીએ કર્યો છે. વિષેશમાં ધમ સંગ્રહના ૨૨૩ મા પત્રમાં પણ સૂત્ર અખંડિત બેલવા વિષે નિર્દેશ છે. ૧. જીઓ અર્થદીપિકાની સંસ્કૃત પ્રસ્તાવનાનું આધ પત્ર. ૨: જુઓ પંચપ્રક્રતિમણુની હિન્દી પ્રસ્તાવના, પૃ. ૪૩. ૩: જુઓ પંચપ્રતિક્રમણની હિન્દી પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫. For Private And Personal Use Only
SR No.521529
Book TitleJain Satyaprakash 1938 02 SrNo 31
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy